- ભારતીય કિસાન યુનિયને શનિવારે શાહાબાદમાં ખેડૂત મહાપંચાયત બોલાવી
- ખેડૂત નેતાઓ ખેડૂતોના આંદોલનમાં જોડાવવા દલિતોને આપી રહ્યા છે આમંત્રણ
- સંયુક્ત કિસાન મોરચાના આહ્વાન પર આંદોલનને ચાલુ રાખવા યોજના બનાવાઈ
આ પણ વાંચોઃ અમદાવાદમાં ચાલુ પ્રેસ કોન્ફ્રરન્સમાં ખેડૂત નેતાઓની અટકાયત
કુરુક્ષેત્રઃ હરિયાણામાં આ મહાપંચાયતમાં વધુમાં વધુ લોકો બોલાવવા માટે ગામમાં પ્રચાર અભિયાન ચલાવવામાં આવશે. ખેડૂત નેતા ગામોમાં દલિતો પાસે પહોંચી અને તેમને પણ મહાપંચાયતમાં આવવા માટે આમંત્રણ આપી રહ્યા છે. આ મહાપંચાયતમાં ભાકિયુ નેતા ગુરનામસિંહ ચઢૂની અને અખિલ ભારતીય પરિસંઘના અધ્યક્ષ ડો. ઉદિતરાજ ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં ચલાવવામાં આવતા આંદોલનને તેજ કરવા માટે ફરજ પાડી શકે છે.
આ પણ વાંચોઃ સંયુક્ત કિસાન મોરચાએ સરકારે પૂછેલા પ્રશ્નનો જવાબ આપતો પરિપત્ર જાહેર કર્યો
ચાર મહિનાથી ચાલી રહ્યું છે ખેડૂતોનું આંદોલન
ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો છેલ્લા 4 મહિનાથી પણ વધુ સમયથી આંદોલન કરી રહ્યા છે. સંયુક્ત કિસાન મોરચાના આહ્વાન પર આંદોલનને ચાલુ રાખવા માટે અલગ અલગ યોજનાઓ બનાવવામાં આવી રહી છે. આ માટે જિલ્લા મુખ્યાલયોથી બ્લોક સ્તર સુધી પ્રદર્શન, દરેક ટોલ ફ્રી કરવું અને સમાજના દરેક વર્ગોના સમર્થન માટે આવા પ્રકારના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.