- NEET SS 2021, આવતા વર્ષે પેટર્નમાં થશે ફેરફાર
- સુપ્રીમ કોર્ટ (Supreme Court)ની ઝાટકણી પછી કેન્દ્ર સરકારનો નિર્ણય
- 2021માં કરાયેલા ફેરફાર વર્ષ 2022-23 શૈક્ષણિક સત્રથી લાગુ કરાશે
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે બુધવારે કોર્ટને જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય પાત્રતા સહપ્રવેશ પરીક્ષા સુપર સ્પેશિયાલિટી (Entrance Exam Super Specialty with National Eligibility- NEET SS)ના પેટર્નમાં આ વર્ષે કોઈ ફેરફાર નહીં કરવામાં આવે. સંશોધિત પેટર્નને આગામી વર્ષથી લાગુ કરવામાં આવશે. એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ સુપ્રીમ કોર્ટને સૂચિત કર્યું હતું કે, NEET SS 2021ની પરીક્ષા આ વર્ષે વર્તમાન પેટર્ન અનુસાર યોજવામાં આવશે. સંશોધિત પેટર્ન માત્ર શૈક્ષણિક વર્ષ 2022-23થી જ પ્રભાવી થશે.
આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ રાજ્યમાં શરૂ થશે માનસિક અસ્વસ્થ લોકો માટે વેક્સિનેશન
સમગ્ર મામલો શું હતો?
કેન્દ્રએ જાન્યુઆરી 2022 સુધી પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. NEET SS પરીક્ષા પેટર્નમાં અંતિમ સમયમાં કરવામાં આવેલા ફેરફાર સામે 41 પીજી વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. આની પર સુનાવણી દરમિયાન કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, તેઓ નવી પરીક્ષા પેટર્નને લાગુ કરીને 10-11 જાન્યુઆરી, 2022ના દિવસે પરીક્ષા યોજવા માગતા. જોકે, સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પરીક્ષાના કેટલાક સમય પહેલા પેટર્નમાં ફેરફાર કરવા માટે ફટકાર લગાવતા પોતાના નિર્ણયને રદ કરવા માટે કહ્યું હતું. આપને જણાવી દઈએ કે, આ પરીક્ષા 13 અને 14 નવેમ્બર 2021 યોજાવાની હતી.
આ પણ વાંચોઃ ગુજરાતમાં માદક દ્રવ્યો જપ્ત કરવાના કેસની તપાસ સુપ્રીમ કોર્ટના જજ દ્વારા જ થવી જોઈએ: દિગ્વિજય સિંહ
કોર્ટે શું કહ્યું હતું?
બેન્ચમાં જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડ, જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ બી. વી. નાગરત્ના સામેલ હતા. કેન્દ્ર સરકાર તરફથી એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભટ્ટ હાજર થયા હતા. જસ્ટિસ ચંદ્રચુડે સોલિસિટર જનરલને કહ્યું હતું કે, તમે નવેમ્બરથી પરીક્ષા માટે ઓગસ્ટમાં ફેરફારની જાહેરાત કરો છો. જ્યારે વિદ્યાર્થીઓ કોર્ટમાં આવે છે. તો તમે પરીક્ષા જાન્યુઆરીમાં કરી દો છો. આ દેશમાં મેડિકલ શિક્ષણ માટે સારો સંકેત નથી. ન્યાયાધીશે એ પણ કહ્યું હતું કે, એવું લાગે છે કે, મેડિકલ શિક્ષણ અને મેડિકલ વિનિયમન બંને એક વ્યવસાય બની ગયા છે.