ETV Bharat / bharat

આદર પૂનાવાલા રસી માટે મળતી ધમકીઓના કારણે પહોંચ્યા લંડન

દેશમાં કોરોના વાયરસ મહામારીની બીજી વિનાશકારી લહેર વચ્ચે પૂનાની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા (SII)ના CEO આદર પૂનાવાલાએ કોરોના માટે રસીનો પૂરવઠો વધારવા માટે તેમના પર ભારે દબાણની વાત કરી છે. પત્ની અને બાળકો સાથે લંડન પહોંચેલા આદર પૂનાવાલાએ કહ્યું કે, આ તમામ કામ તેના માથા પર પડી રહ્યું છે, જ્યારે આ કામ તેમના નિયંત્રણમાં નથી. ભારત સરકાર દ્વારા પૂનાવાલાને આ અઠવાડિયે વાઇ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે.

આદર પૂનાવાલા
આદર પૂનાવાલા
author img

By

Published : May 2, 2021, 8:28 AM IST

  • કેટલાક લોકોએ કોવિશીલ્ડ રસીની સપ્લાય વધારવાની માંગ કરી
  • CII ભારતમાં ઑક્સફર્ડ-એસ્ટ્રેજેનિકાનું કોરોના રસી કોવિશેલ્ડ રસીનું ઉત્પાદન કરી રહ્યું
  • પૂનાવાલા દબાણને કારણે તે પત્ની અને બાળકો સાથે લંડન આવ્યા

લંડન : સરકારી સુરક્ષા આપવામાં આવ્યા પછી પોતાની પ્રથમ ટિપ્પણીમાં પૂનાવાલાએ લંડનના એક ન્યૂઝ પેપર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારતના કેટલાક સૌથી શક્તિશાળી લોકોએ કોવિશીલ્ડ રસીની સપ્લાય કરવાની માંગ પર તેમના સાથે ફોન પર ઉગ્રતાપૂર્વક વાત કરી હતી. CII ભારતમાં ઑક્સફર્ડ-એસ્ટ્રેજેનિકાનું કોરોના રસી કોવિશેલ્ડ રસીનું ઉત્પાદન કરી રહ્યું છે.

સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને સુરક્ષા અપાઇ

પૂનાવાલાએ કહ્યું કે, આ દબાણને કારણે તે પત્ની અને બાળકો સાથે લંડન આવ્યા છે. ભારત સરકારના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પૂનાવાલાના સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને સુરક્ષા આપવામાં આવી હતી. દેશમાં કોઇ પણ જગ્યાએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના જવાન તેમની સુરક્ષા હેઠળ દેશમાં ગમે ત્યાં તેમની સાથે રહેશે. તેમાં 4-5 કમાંડો હશે.

આ પણ વાંચો : કોવિડ રસી: સીરમને મળ્યું નોટિસ, બીજા અને ત્રીજા તબક્કાના ટ્રાયલ પર લાગી શકે છે પ્રતિબંધ

પૂનાવાલા નિર્ધારિત સમય કરતા વધારે લંડનમાં આવ્યા

પૂનાવાલાએ ન્યૂઝપેપરને જણાવ્યું હતું કે, હું નિર્ધારિત સમય કરતા વધારે અહીં લંડનમાં રહું છું. કારણ કે હું તે પદ પર પાછા જવા માંગતો નથી. બધું મારા ખભા પર પડ્યું છે, પરંતુ હું એકલા કરી શકતો નથી. હું એવી પરિસ્થિતિમાં બનવા માંગતો નથી, જ્યાં તમે ફક્ત તમારા કાર્ય માટે પ્રયત્ન કરો અને માત્ર એટલા માટે કે તમે દરેકની જરૂરિયાતોને પૂર્ણ કરી શકતા નથી.

લોકોની અપેક્ષા અને ઉગ્રવાદનું સ્તર અભૂતપૂર્વ

પૂનાવાલાએ કહ્યું કે, બદલામાં તેઓ શું કરશે તેવું તમે અનુમાન કરી શકતા નથી. તેમણે કહ્યું કે, લોકોની અપેક્ષા અને ઉગ્રવાદનું સ્તર ખરેખર અભૂતપૂર્વ છે. આ ખુબજ વધુ છે. દરેક વ્યક્તિ વિચારે છે કે તેમને રસી લેવી જોઈએ. તેઓ સમજી શકતા નથી કે બીજા કોઇને શા માટે તેમના પહેલા રસી મળવી જોઇએ.

આ પણ વાંચો : રાજય સરકારના ઓર્ડરમાંથી સિરમ ઇન્સ્ટીટ્યુટે 3 લાખ વેક્સિનના ડોઝ ફાળવ્યા

ભારતની બહાર રસી ઉત્પાદનના સ્થળોમાં લંડનનો સમાવેશ હોવાની સંભાવના

તેમણે ઇન્ટરવ્યુમાં સંકેત આપ્યા હતા કે, તેમની લંડનની મુલાકાત ભારતની બહાર રસી ઉત્પાદન વધારવા માટેની વ્યવસાયિક યોજનાઓ સાથે પણ જોડાયેલી છે. તેની પસંદગીમાં લંડનનો સમાવેશ થઈ શકે છે. જ્યારે તેમને ભારતની બહાર રસી ઉત્પાદનના સ્થળો વિશે પૂછવામાં આવ્યું ત્યારે પૂનાવાલાએ જણાવ્યું હતું કે, આગામી કેટલાક દિવસોમાં આ અંગેની જાહેરાત કરવામાં આવી રહી છે.

નફાકારક હોવાના આક્ષેપ તેમણે સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો

પૂનાવાલાએ કહ્યું કે, આપણે ખરેખર બધાની મદદ માટે હાંફી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, મને નથી લાગતું કે ભગવાનને પણ લાગશે કે પરિસ્થિતિ એટલી ખરાબ થઈ રહી છે. નફાકારક હોવાના આક્ષેપ પર, તેમણે તેને સંપૂર્ણપણે ખોટું ગણાવ્યું અને કહ્યું કે કોવિશિલ્ડ હજી પણ વિશ્વની સૌથી સસ્તી રસી છે. અમે કંઈપણ ખોટું કે નફાકારક કર્યું નથી. હું રાહ જોઇશ કે, ઇતિહાસની અમારી સાથે ન્યાય કરે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.