ETV Bharat / bharat

એમ્બ્યુલન્સ વિવાદઃ ETV Bharatના સંવાદદાતા પર FIRની સર્વાંગી નિંદા, વિપક્ષે કહ્યું- 'આ લોકશાહીની હત્યા છે' - એમ્બ્યુલન્સ વિવાદ પર નીતીશ કુમાર

ETV Bharatના સંવાદદાતા ઉમેશ પાંડે વિરુદ્ધ બિહારમાં બક્સર એમ્બ્યુલન્સ કેસ(Buxar Ambulance Case)ને મુખ્ય રીતે બતાવવા બદલ એફઆઈઆર નોંધાયા બાદ વિરોધી પક્ષો તેમજ સરકારની સાથી 'હમ'એ પણ આની આકરી નિંદા કરી હતી. મુખ્યપ્રધાન નીતીશ કુમાર જોડે આ મામલે ધ્યાન રાખવા જણાવ્યું હતું.

એમ્બ્યુલન્સ વિવાદ
એમ્બ્યુલન્સ વિવાદ
author img

By

Published : May 31, 2021, 7:05 AM IST

  • ભારતીય જનતા પાર્ટી શરૂઆતથી જ લોકશાહીને મારવાની કોશિશ કરી રહી છે
  • કોઈ પત્રકાર વિરુદ્ધ એફઆઈઆર થવી યોગ્ય નથી
  • આ લોકો લોકશાહીની હત્યા કરી રહ્યા છે

પટણા: બિહારના બક્સર જિલ્લાના ચર્ચિત એમ્બ્યુલન્સ કેસ(Buxar Ambulance Case)ને મુખ્યરૂપે બતાવાવા પર ETV Bharatના સંવાદદાતા ઉમેશ પાંડે પર એફઆરઆઇ(FIR on Etv Bharat Report)ને લઇને રાજદ અને કોંગ્રેસ સિવાય હવે સરકારના સહયોગી દળ હિન્દુસ્તાની આવામ મોર્ચાએ પણ નિંદા કરી હતી. હમ પાર્ટી (HAM Party)ના પ્રવક્તા વિજય યાદવે કહ્યું કે, કોઈ પત્રકાર વિરુદ્ધ એફઆઈઆર થવી યોગ્ય નથી, આ લોકો લોકશાહીની હત્યા કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, મુખ્યપ્રધાન નીતીશ કુમારે આ કેસનું ધ્યાન રાખવું જોઈએ.

એમ્બ્યુલન્સ વિવાદ

આ પણ વાંચોઃ બિહાર: એમ્બ્યુલન્સ વિવાદમાં ETV Bharatના પત્રકાર પર 10-પાનાની FIR

"પત્રકાર સામે એફઆઈઆર થઇ એ ખોટી છે. બક્સરમાં જ્યારે પ્રધાન દ્વારા વારંવાર આ જ એમ્બ્યુલન્સનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે, ત્યારે આ જોવાની વાત રહેશે કે, તે એમ્બ્યુલન્સ ક્યાંથી આવી રહી છે. પરંતુ કોઈ પત્રકાર વિરુદ્ધ એફઆઈઆર કરવી યોગ્ય નથી, આ લોકો લોકશાહીની હત્યા કરી રહ્યા છે. તેથી જ હું મુખ્યપ્રધાન નીતીશ કુમારને કહેવા માંગુ છું કે, આ મામલાની નોંધ લેતા સરકારને સમાચારની સત્યતા જણાવી દો અને જે દોષી છે તેના પર કાર્યવાહી કરો."- વિજય યાદવ, પ્રવક્તા હમ

"ભારતીય જનતા પાર્ટી હંમેશા જુમ્લેબાઝી કરે છે". જ્યારે સત્યને મીડિયા સામે મૂકવાનું શરૂ કરે છે, ત્યારે ભાજપના નેતાઓ તેમનો અવાજ દબાવવાની ધમકી આપે છે. તેઓ તેમના પર એફઆઈઆર નોંધાવે છે. તેઓ શરૂઆતથી જ આ કરી રહ્યા છે. જે લોકશાહી માટે સારું નથી. દેશ અને બિહાર તેને સહન કરશે નહીં. '' - વિજય પ્રકાશ, નેતા રાજદ

કોંગ્રેસનો ભાજપ પર હૂમલો

કોંગ્રેસના પ્રવક્તા રાજેશ રાઠોડે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી શરૂઆતથી જ લોકશાહીને મારવાની કોશિશ કરી રહી છે. જ્યારે સોશિયલ મીડિયા દ્વારા સરકારના શોષણનો પર્દાફાશ કરવામાં આવી રહ્યો હતો, ત્યારે આ સરકાર તેને કાબૂમાં રાખવાનું કામ પણ કરી રહી છે. ત્યાં સુધી કે સ્વતંત્ર મીડિયા છે, તેઓ પક્ષપાતી સમાચાર બતાવવા માંગે છે. ભાજપના નેતાઓએ તેના પર એફઆઈઆર નોંધાઈ.

એમ્બ્યુલન્સ વિવાદ
એમ્બ્યુલન્સ વિવાદ

"જ્યારે ETV Bharatએ અશ્વિનીકુમાર ચૌબેના કાર્યોને મુખ્યરૂપે દર્શાવ્યું હતું, ત્યારે પત્રકાર સામે તેમના કહેવા પર કેસ નોંધવામાં આવ્યો હતો. જે લોકશાહી માટે સારું નથી. જો સમાચાર ખોટા હતા, તો કેન્દ્રીય આરોગ્ય રાજ્ય પ્રધાન અશ્વનીકુમાર ચૌબેએ શ્વેતપત્ર જારી કરાવવું જોઈએ. પરંતુ, તે બતાવી શક્યા નહીં અને પત્રકારનો અવાજ દબાવવા માટે તેમની સામે એફઆઈઆર નોંધાઈ. '' - કોંગ્રેસ પ્રવક્તા, રાજેશ રાઠોડ

એમ્બ્યુલન્સ વિવાદ
એમ્બ્યુલન્સ વિવાદ

ETVએ મુખ્યરૂપથી બતાવ્યા સમાચાર

જણાવવામાં આવે છે કે, બિહારમાં કોરોના સંકટ દરમિયાન, આરોગ્યની વ્યવસ્થાને કારણે લોકો હેરાન થતા હતા, જ્યારે કેન્દ્રીય આરોગ્ય રાજ્યપ્રધાન અશ્વનીકુમાર ચૌબેએ તેમના સંસદીય મત વિસ્તાર બક્સરમાં એમ્બ્યુલન્સ આપી હતી, જેથી લોકોની સેવા થઈ શકે. જો કે, અશ્વિનીકુમાર ચૌબે દ્વારા ચાર વખત અપાયેલી એમ્બ્યુલન્સનું ઉદઘાટન કરવાની વાત પ્રકાશમાં આવી છે. જેણે ETV Bharatએ આ સમાચારને મુખ્યરૂપે દર્શાવ્યું છે.

એમ્બ્યુલન્સ વિવાદ
એમ્બ્યુલન્સ વિવાદ

આ પણ વાંચોઃ પીએમ મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને સીએમ રૂપાણી વિરુદ્ધ સોશીયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ કરનારા સામે ફરિયાદ નોંધાઈ

એફઆરઆઇને લઇને ઘેરાયેલી ભાજપ

ETV Bharatના સંવાદદાતા ઉમેશ પાંડેએ તેની તપાસ કરી જેમાં અનેક તથ્યો બહાર આવ્યા. સમાચાર સતત બતાવ્યા બાદ બક્સર જિલ્લાના પૂર્વ ઉમેદવાર અને ભાજપના નેતા પરશુરામ ચતુર્વેદીએ તેમની વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી. હવે એ જોવું રહ્યું કે, પત્રકાર ઉમેશ પાંડે પર એફઆઈઆર અંગે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન અને બિહારના મુખ્યપ્રધાન દ્વારા શું પ્રતિક્રિયા થાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.