- બારના મેનેજર અને અન્ય સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
- ગુપ્ત ભોંયરામાંથી 17 બાર ગર્લ્સ મળી આવી
- અંધેરી વિસ્તારમાં દીપા બારમાં દરોડો પાડ્યો
મુંબઈ: મુંબઇ પોલીસે શનિવારની રાત્રે મુંબઈમાં આવેલ અંધેરી વિસ્તારમાં દીપા બારમાં દરોડો પાડ્યો હતો(mumbai POLICE RAID to DANCE BAR). પોલીસ પાસે એક અવી ફરીયાદ નોંધાઇ હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે, મુંબઈમાં ડાન્સ બારમાં કોરોનાના નિયમોમાં ઉલ્લંઘનો થાય છે તેમજ બારની મહિલાઓ પોલીસના નિયમોની અવગણના કરી રહી છે. આ ડાન્સબાર આખી રાત નિયમો વિરુદ્ધ ચાલતા હતા, પરંતુ સ્થાનિક પોલીસને આ બાબતની ન હતી. પોલીસને શનિવારે રાત્રે એક NGO તરફથી માહિતી મળતા જ પોલીસની ટીમે રાત્રે દરોડા પાડ્યા હતા.
દરોડો પાડતાની સાથે જ બાર ગર્લ્સ અચાનક ગાયબ
પોલીસ દ્વારા જે બાર પર દરોડા પાડવામાં આવ્યાં હતાં તે ડાન્સ બાર આધુનિક સિસ્ટમથી ભરપૂર હતો. પોલીસની ટીમે દરોડો પાડતાની સાથે જ બાર ગર્લ્સ અચાનક ગાયબ થઈ ગઈ હતી. પોલીસે ડાન્સ બારના બાથરૂમ, સ્ટોરેજ રૂમ, કિચનના દરેક ખૂણે શોધખોળ કરી, પરંતુ કંઈ મળ્યું નહીં. બાર મેનેજર, કેશિયર અને વેઈટરની કલાકો સુધી પૂછપરછ કરી થતાં પણ તેમને બારમાં ગર્લ્સ છે તે વાત માનવા તૈયાર ન હતાં. તેમ છતાં આખરે મહામહેનતે પોલીસને છૂપાયેલી ગર્લ્સ મળી આવી હતી.
ગુપ્ત ભોંયરામાં છૂપાયેલી હતી 17 બાર ગર્લ્સ
શોધખોળ દરમિયાન જ્યારે NGOની ટીમ બારના મેકરૂમમાં ગઈ તો ત્યાંનો નજારો જોઈને બધા ચોંકી ગયા હતાં કારણ કે, ત્યાની દિવાલો મોટા મોટા કાચ લગાવવામાં આવ્યા હતા તે કાચ પાછળ શંકા ઉદ્ભવતા લગાવેલા કાચોને તોડવામાં આવ્યા હતાં પરંતુ આ કાચને ત્યાથી હટાવવાં માટે ટીમને ભારે જહેમત ઉઠાવી પડી હતી અને મહામહેનતે કાચ તોડ્યાં તો તેની પાછળનો નજારો જોઇ કોઇ ચોંકી ગયાં હતાં કારણ કે, તે કાચનાં આવરણ પાછળ એક મોટો સીક્રેટ રૂમ હતો. જેની અંદર 17 છોકરીઓ છૂપાયેલી હતી(MUMBAI police CAUGHT to 17 BAR GIRLS). આ ગુપ્ત ભોંયરું ક્યાંથી નિયંત્રિત થઈ રહ્યું હતું તે શોધવામાં પોલીસ પણ નિષ્ફળ રહી હતી. આ ભોંયરામાં એસી, ઠંડા પીણા, ફૂડ પેકેટ જેવી વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી. અંધેરી પોલીસ સ્ટેશનમાં બાર મેનેજર અને કેશિયર સહિત કુલ 17 ડાન્સર અને 3 કર્મચારીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે તેમજ હાલમાં બારને સીલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : ચાઇલ્ડ પોર્નોગ્રાફી પર ગુજરાતના 3 શહેરો સહિત 14 રાજ્યોમાં CBIના દરોડા
આ પણ વાંચો : લક્ઝુરિયસ શિપમાં ચાલતી ડ્રગ્સ પાર્ટીમાં NCBનું અંડર કવર ઑપરેશન: બૉલીવુડ એક્ટરના પુત્ર સહિત 10 ઝડપાયા