- દિલ્હીના મોડલ ટાઉન વિસ્તારમાં પહેલવાન સાગરની હત્યાનો મામલો
- ઓલિમ્પિક મેડલ વિજેતા સુશીલ કુમારની શોધમાં લાગી છે દિલ્હી પોલીસ
- સુશીલ કુમાર વિદેશ ન ભાગી જાય તે માટે લુકઆઉટ નોટિસ જાહેર કરાઈ
નવી દિલ્હીઃ મોડલ ટાઉન વિસ્તારમાં પહેલવાનોના બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી, જેમાં પહેલવાન સાગરનું સારવાર દરમિયાન મોત થયું હતું. જોકે, આ હત્યા મામલામાં ઓલિમ્પિક મેડલ વિજેતા સુશીલ કુમાર મુખ્ય આરોપી છે. પોલીસ સુશીલ કુમારની તપાસ કરી રહી છે. જોકે, હજી સુધી સુશીલ કુમારની શોધખોળ થઈ શકી નથી. જોકે, સુશીલ કુમાર વિદેશ ન ભાગી જાય તે માટે પોલીસે તેની સામે લુકઆઉટ સરક્યૂલર જાહેર કર્યો છે.
આ પણ વાંચોઃ રમત બાબતે ઝગડો થતા મિત્રએ મિત્રની કરી હત્યા
ઘટનાસ્થળેથી પોલીસને બંદૂક અને કારતૂસ મળ્યા હતા
આ અંગે મળતી વિગત અનુસાર, મંગળવારે છત્રસાલ સ્ટેડિયમમાં પહેલવાનોના બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. આ ઝઘડામાં પહેલવાન સાગર, સોનુ અને અમિત ઈજાગ્રસ્ત થયા હતા. જોકે, સારવાર દરમિયાન સાગરનું મોત થયું હતું. ઘટનાસ્થળેથી પોલીસને કેટલીક ગાડીઓ, બંદૂક અને કારતૂસ મળ્યા હતા. આ ઘટના અંગે મોડલ ટાઉન પોલીસ સ્ટેશનમાં હત્યાનો કેસ દાખલ કરાયો છે.
આ પણ વાંચોઃ કૌટુંબિક ભાઇ-બહેન વચ્ચે પ્રેમ પાંગર્યો, મંગેતરે પ્રેમીની કરી હત્યા
ઈજાગ્રસ્ત સોનુએ સુશીલ કુમાર પર મારામારીનો આક્ષેપ લગાવ્યો
હત્યાના આ મામલામાં ઓલિમ્પિક મેડલ વિજેતા સુશીલ કુમારનું નામ સામે આવ્યું છે. ઈજાગ્રસ્ત સોનુએ પોતાના નિવેદનમાં સુશીલ કુમાર પર મારામારીનો આરોપ લગાવ્યો છે, જેના આધારે પોલીસે સુશીલ કુમારને મુખ્ય આરોપી માની તેની તપાસ કરી રહી છે.