- ત્રિપુરામાં પોલીસે આતંકવાદીની ધરપકડ કરી
- NLFTના આતંકવાદી કિશોર દેબબર્માની ધરપકડ
- તેલિઆમુરા વિભાગના આમ્પી ચૌમુહાની વિસ્તારમાંથી પકડાયો આતંકવાદી
આ પણ વાંચોઃ સોપોર હુમલામાં આગળ તપાસ ન કરવા માટે 4 પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા
અગરતલાઃ ત્રિપુરાના આતંકવાદી સંગઠન નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા (NLFT)ના પ્રશિક્ષિત આતંકવાદીની પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલા આતંકવાદીનું નામ કિશોર દેબબર્મા છે. તેલિઆમુરા વિભાગના આમ્પી ચૌમુહાની વિસ્તારમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ દેવરિયામાં હોળી રમ્યા બાદ નદીમાં સ્નાન કરવા ગયેલા 5 યુવક ડૂબ્યા
કિશોર ઘણા સમયથી પોલીસથી બચીને રહેતો હતો
આ અંગે મળતી માહિતી અનુસાર, ખાનગી સૂચના મળ્યા બાદ પોલીસની એક ટીમ અને TSRએ આમ્પી ચૌમુહાની વિસ્તારમાં દરોડા પાડી કિશોરની ધરપકડ કરી હતી. એક અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે, કિશોર એક આતંકવાદી હતો, જે ઘણા સમયથી પોલીસથી બચેલો હતો. આતંકવાદીની પૂછપરછથી જાણવા મળ્યું છે કે, આતંકવાદીઓનું એક જૂથ હિંસા કરવાની તૈયારીમાં છે. આ હિંસાથી TTAADC ચૂંટણીમાં મતદારોને પ્રભાવિત કરવાનું ષડયંત્ર કરવામાં આવી છે. અધિકારીએ વધુમાં જણાવ્યું કે, પકડાયેલો આતંકવાદી કિશોર દિલીપ દેબબર્માનો નજીકનો વ્યક્તિ છે હવે દિલીપ દેબબર્મા પોલીસના ટાર્ગેટ પર છે.