- ઈંદિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મારામારીનો મામલો
- 25-26 માર્ચની રાત્રે આ બનાવ બન્યો હતો
- DCP એરપોર્ટે વીડિયો ફૂટેજના આધારે તપાસ હાથ ધરી
નવી દિલ્હી: દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક એરોસિટીની હોટલ વર્લ્ડ માર્ક 1 ની સર્વિસ સાઈડમાં 25-26 માર્ચની રાત્રે પોલીસે 2 જૂથો વચ્ચે થયેલી મારામારીના મામલે પોલીસે બન્ને પક્ષોમાંથી 2 લોકોની ધરપકડ કરી છે.
આ પણ વાંચોઃ દિલ્હીમાં પોલીસ એન્કાઉન્ટરમાં બે વોન્ટેડ આરોપી ઝડપાયા
DCP એરપોર્ટે કાર્યવાહીની પુષ્ટિ કરી છે
આ કેસની પુષ્ટિ કરતાં DCP એરપોર્ટના રાજીવ રંજને જણાવ્યું હતું કે, વીડિયો વાઇરલ થયા બાદ તે ફૂટેજના આધારે પોલીસે વિવિધ કલમો હેઠળ FIR(First Information Report) નોંધી હતી.
તરણજીત અને નવીનની ધરપકડ કરવામાં આવી
પોલીસના જણાવ્યા અનુસાર આ કેસમાં તરણજીત અને નવીન કુમાર નામની 2 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આમાં તરણજીત કાર વેચવાનો ધંધો કરે છે, જ્યારે નવીન કુમાર પ્રોપર્ટીનું કામ કરે છે.
DCPએ જણાવ્યું હતુ કે આ કેસમાં હજુ પણ વધુ લોકોને ઓળખવામાં આવી રહ્યા છે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ દિલ્હી રમખાણો મુદ્દે મૌલાના સાદની નજીકની વ્યક્તિ અબ્દુલ અલિમની ક્રાઇમ બ્રાન્ચ કરશે ધરપકડ