ETV Bharat / bharat

'વિજય દિવસ' પર વડાપ્રધાન મોદી રાષ્ટ્રીય સ્મારકમાં સ્વર્ણિમ વિજય મશાલ પ્રજ્જવલિત કરશે

ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતીય સેનાની ગૌરવપૂર્ણ જીતને આઝે 50 વર્ષ પૂર્ણ થયા છે. આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં રાષ્ટ્રીય સ્મારક પર સ્વર્ણિમ વિજય મશાલ પ્રજ્જવલિત કરશે.

Narendra Modi
Narendra Modi
author img

By

Published : Dec 16, 2020, 8:39 AM IST

  • ભારત-પાકિસતાન યુદ્ધને 50 વર્ષ પૂર્ણ
  • યુદ્ધમાં ભારતીય સેનાએ મેળવેલી જીતના રુપમાં વિજય દિવસની ઉજવણી
  • આજે વડાપ્રધાન મોદી સ્વર્ણિમ વિજય મશાલ પ્રજ્જવલિત કરશે

નવી દિલ્હીઃ આજે ભારત-પાકિસતાન યુદ્ધમાં ભારતીય સેનાએ જીત હાંસિલ કરી હતી. જે ઘટનાને આજે 50 વર્ષ પૂર્ણ થયા છે. આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં રાષ્ટ્રીય સ્મારકમાં સ્વર્ણિમ વિજય મશાલ પ્રજ્જવલિત કરશે. વર્ષ 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું.

વડાપ્રધાન મોદી સ્વર્ણિમ વિજય મશાલ પ્રજ્જવલિત કરશે

સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ચાર વિજય મશાલો (પ્રજ્વલનશીલ મશાલો) શાશ્વત જ્યોતથી પ્રગટાવવામાં આવશે અને તેઓને ભારતના વિવિધ ભાગોમાં પરમ વીર ચક્ર અને 1971 ના યુદ્ધના મહા વીર ચક્ર પુરસ્કારો સહિતના ગામોમાં લઈ જવામાં આવશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ

ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 1971માં થયેલા યુદ્ધમાં પાકિસ્તાન હારી ગયું હતું. ભારતીય સેનાના જવાનો સામે પાકિસ્તાની સેનાએ કોઈ પણ શરત વિના સરેન્ડર કર્યુ હતું. પાકિસ્તાનના જનવરલ અમીર અબ્દુલા ખાનના નેતૃત્વમાં લગભગ 93000 પાકિસ્તાની સૈનિકોએ આત્મસમર્પણ કર્યુ હતું.

નોંધનીય છે કે આ યુદ્ધ બાદ જ પાકિસ્તાનની અલગ થઈ બાંગ્લાદેશ અલગ દેશ બન્યો હતો. પૂર્વી પાકિસ્તાન આઝાદ થયા બાદ નવા દેશનું નિર્માણ થયું હતું. પાકિસ્તાન વિરુદ્ધ જંગમાં જીત અને બાંગ્લાદેશની આઝાદી બાદથી ભારત 16 ડિસેમ્બરે 'વિજય દિવસ' તરીકે ઉજવણી કરે છે.

પહેલા નાપાક પાકે કર્યો હતો હુમલો

યુદ્ધની શરૂઆત 3 ડિસેમ્બરે પાકિસ્તાન તરફથી ભારતીય વાયુ સેનાના 11 સ્ટેશનો પર હુમલો કર્યા બાદ થઈ હતી. પાકિસ્તાનની આ નાપાક હરકત બાદ ભારતે બંગાળી રાષ્ટ્રવાદી જુથોનું સમર્થન શરૂ કરી દીધું હતું. પાકિસ્તાનમાં અત્યાચાર સામે ઝઝુમી રહેલા લોકોને ભારતે મદદ કરવા બદલ પાકિસ્તાન ઘાંઘુ બની ગયું હતું. 1970માં પાકિસ્તાનમાં ચૂંટણી બાદ કેટલીક વસ્તુઓ બદલી અને હાલાત બગડ્યા બાદ પાકકિસ્તાનમાં યુદ્ધની સ્થિતિ ઉભી થઈ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.