- આજે જન ઔષધિ દિવસ સમારોહને સંબોધિત કરશે PM મોદી
- વડાપ્રધાન મોદી 'વડાપ્રધાન ભારતીય જન ઔષધિ પ્રોજેક્ટ' ના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે
- 1 માર્ચથી 7 માર્ચ દરમિયાન દેશભરમાં જન ઔષધિ સપ્તાહની ઉજવણી કરાઈ રહી છે
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જન ઔષધિ દિનની ઉજવણીને સંબોધન કરશે અને આ પ્રસંગે શિલોંગના ઉત્તર પૂર્વના ઇન્દિરા ગાંધી પ્રાદેશિક આરોગ્ય અને તબીબી સંસ્થામાં રાષ્ટ્રને 7,500 મી જન ઔષધી કેન્દ્ર રાષ્ટ્રને સમર્પિત કરશે.
વડાપ્રધાન મોદી 'વડાપ્રધાન ભારતીય જન ઔષધિ પ્રોજેક્ટ' ના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે
વડાપ્રધાન કાર્યાલયમાંથી બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ, મોદી વીડિયો કોન્ફરન્સમાં સામેલ થશે અને 'વડાપ્રધાન ભારતીય જન ઔષધિ પ્રોજેક્ટ' ના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે અને તેમના સારા કાર્યો બદલ હોદ્દેદારોનું સન્માન પણ કરશે.
આ પણ વાંચો: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી: કોલકાતામાં આજે વડાપ્રધાન મોદીની રેલી
જન ઔષધિ દિવસ સમારોહને સંબોધિત કરશે વડાપ્રધાન મોદી
વડાપ્રધાન ભારતીય જન ઔષધિ પ્રોજેક્ટનો ઉદ્દેશ પોષણક્ષમ દરે ગુણવત્તાયુક્ત દવાઓ પ્રદાન કરવાનો છે. PMOએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ હેઠળ આવા કેન્દ્રોની સંખ્યા 7499 પર પહોંચી ગઈ છે. આ કેન્દ્રો દેશના તમામ જિલ્લાઓમાં છે.
1 માર્ચથી 7 માર્ચ દરમિયાન દેશભરમાં જન ઔષધિ સપ્તાહની ઉજવણી કરાઈ રહી છે
PMOએ જણાવ્યું કે, જન ઔષધિ વિશે મહત્તમ જાગૃતિ ફેલાવવા માટે 1 માર્ચથી 7 માર્ચ દરમિયાન દેશભરમાં જન ઔષધિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: વડોદરામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જન ઔષધી દિવસની ઉજવણી કરાઈ