- વડાપ્રધાન 25 ફેબ્રુઆરીએ એક ચૂંટણી સભાને સંબોધિત કરશે
- 5 વાગે સભાને સંબોધિત કરશે અને 6 વાગે વિમાનથી ચેન્નઇ જશે
- 7,000 પોલીસ જવાનો તૈનાત કરવામાં આવશે
કોયંબટૂર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરીએ એક ચૂંટણી સભાને સંબોધિત કરશે, જેમાં ઓછામાં ઓછા 1.5 લાખ લોકો હાદર રહેવાની સંભાવના છે.
કોડિસિયા કેમ્પસમાં એક કાર્યક્રમમાં ભાગ લેશે
જિલ્લા ભાજપ અધ્યક્ષ નંદકુમારએ સંવાદદાતાઓને કહ્યું કે, મોદી બપોરે 3:30 વાગે વિમાનથી અહીં પહોંચશે અને કોડિસિયા કેમ્પસમાં એક કાર્યક્રમમાં ભાગ લેશે. આ દરમિયાન વડાપ્રધાન મોદી દેશને વિવિધ પ્રોજેક્ટો સમર્પિત કરશે.તેમણે કહ્યું કે, વડાપ્રધાન સાંજે 5 વાગે ભાજપ દ્બારા નજીકના મેદાનમાં આયોજીત એક જાહેરસભામાં સંબોધિત કરશે અને સાંજે 6 વાગે વિમાનથી ચેન્નઇ જવા રવાના થશે. તમિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત, મુખિયમંત્રી કે. પલાનીસ્વામી અને ઉપ મુખ્યમંત્રી ઓ. પન્નીસેલ્વમ અધિકારિક સમારોહમાં ભાગ લેશે.
12 જિલ્લાની પાર્ટીના કાર્યકર્તાઓની હાજર રહેવાની સંભાવના
જાહેરસભામાં 12 જિલ્લાની પાર્ટીના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓની હાજર રહેવાની સંભાવના છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ સી.ટી. રવિ, કેંન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી કિશન રેડ્ડી અને પ્રદેશ પ્રમુખ એલ. કે. મુરુગન ઉપસ્થિત રહેશે. પોલીસ સૂત્રોએ કહ્યું કે, સોમવારથી આ વિસ્તારમાં અને તેની આજુબાજુના વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આસપાસના જિલ્લાના પોલીસકર્મીઓ સહિત લગભગ 7,000 પોલીસ જવાનો તૈનાત કરવામાં આવશે.