ETV Bharat / bharat

PM Security Breach: રાષ્ટ્રપતિને મળ્યાં પીએમ મોદી, જણાવી ભટીંડાની પૂરી ઘટના

પંજાબ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરક્ષામાં ખામીને લઈને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. ગઈકાલે ભટીંડામાં થયેલી સુરક્ષા ચૂક (PM Security Breach ) મામલે પીએમે રાષ્ટ્રપતિને પંજાબની ઘટના (PM Modi Meets President Kovind) વિશે સંપૂર્ણ માહિતી આપી હતી.

PM Security Breach: રાષ્ટ્રપતિને મળ્યાં પીએમ મોદી, જણાવી ભટીંડાની પૂરી ઘટના
PM Security Breach: રાષ્ટ્રપતિને મળ્યાં પીએમ મોદી, જણાવી ભટીંડાની પૂરી ઘટના
author img

By

Published : Jan 6, 2022, 3:31 PM IST

ન્યૂઝ ડેસ્ક- હૈદરાબાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi)તેમના પંજાબ પ્રવાસ દરમિયાન સુરક્ષામાં ખામીને લઈને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind)સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિએ વડાપ્રધાનની સુરક્ષામાં રહેલી ક્ષતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

રાષ્ટ્રપતિએ બેઠકની માહિતી આપી

રાષ્ટ્રપતિના ટ્વીટર હેન્ડલ પરથી આ બેઠકની માહિતી આપવામાં આવી હતી. ટ્વિટમાં જણાવ્યા અનુસાર, પીએમ મોદી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા પહોંચ્યા હતાં. પીએમે તેમને પંજાબની ઘટના (PM Security Breach ) વિશે સંપૂર્ણ માહિતી આપી. આના પર રાષ્ટ્રપતિએ પીએમની સુરક્ષામાં ગંભીર ખામી પર ચિંતા વ્યક્ત કરી.

રાષ્ટ્રપતિએ પીએમની સુરક્ષામાં ગંભીર ખામી પર ચિંતા વ્યક્ત કરી

શું બન્યું હતું?

નોંધનીય છે કે 5 જાન્યુઆરી બુધવારે પીએમ મોદીએ પંજાબની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓ હવાઈ માર્ગે ભટીંડા પહોંચ્યા હતાં. જ્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા હુસૈનીવાલાના શહીદ સ્મારક પર પહોંચવાના હતાં, પરંતુ હવામાન ખરાબ થઈ ગયું હતું. જ્યારે હવામાનમાં સુધારો થયો નહીં ત્યારે નિર્ણય લેવામાં આવ્યો હતો કે તેઓ રોડ માર્ગે રાષ્ટ્રીય શહીદ સ્મારક જશે, જેમાં બે કલાકથી વધુ સમય લાગશે. ડીજીપી પંજાબ પોલીસ દ્વારા જરૂરી સુરક્ષા વ્યવસ્થાની ખાતરી કર્યા બાદ વડાપ્રધાન કાફલા સાથે માર્ગ પ્રવાસ માટે આગળ વધ્યાં હતાં.

આ પણ વાંચોઃ PM Modi Security Breach : અમરિંદરે મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્નીનું માંગ્યું રાજીનામું

જ્યારે વડાપ્રધાનનો કાફલો હુસૈનીવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારકથી લગભગ 30 કિમી દૂર ફ્લાયઓવર પર પહોંચ્યો ત્યારે કેટલાક વિરોધીઓએ રસ્તો રોક્યો (PM Security Breach ) હતો. જેના કારણે વડાપ્રધાન 15 થી 20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાયા હતાં અને ત્યારબાદ તેઓ પાછા ભટિંડા પરત ફર્યા હતાં. પંજાબ પોલીસ અને સરકાર આ મામલે સવાલોના ઘેરામાં છે.

મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પણ આ મામલે પંજાબ સરકાર પાસેથી કેટલીક માહિતી માગી છે. તેમ જ પંજાબ સરકારે આ મામલે એક સમિતિની રચના કરી છે. બીજી તરફ વડાપ્રધાનની સુરક્ષામાં ક્ષતિનો મામલો (PM Security Breach ) પણ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટ એક વકીલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર શુક્રવારે (PM Security Breach case in SC) સુનાવણી કરશે.

આ પણ વાંચોઃ Modi in Bhatinda: CMનો આભાર કે હું જીવતો પરત ફરી શક્યો', શું ચૂંટણીમાં પણ વડાપ્રધાનનું નિવેદન મુદ્દો બનશે?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.