નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ આજે બુધવારે સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાની અધ્યક્ષતામાં એક સમિતિની રચના (SC to announce name of judge to head probe pane) કરવામાં આવી છે. જે ગયા અઠવાડિયે પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા ભંગ માટે (PM security breach in Punjab) તપાસ માટે સમિતિનું નેતૃત્વ કરશે.
-
Supreme Court sets up a committee headed by a retired top court judge, Justice Indu Malhotra to investigate the security lapse during PM Narendra Modi's Punjab visit on January 5 pic.twitter.com/nHjzYRFjk7
— ANI (@ANI) January 12, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Supreme Court sets up a committee headed by a retired top court judge, Justice Indu Malhotra to investigate the security lapse during PM Narendra Modi's Punjab visit on January 5 pic.twitter.com/nHjzYRFjk7
— ANI (@ANI) January 12, 2022Supreme Court sets up a committee headed by a retired top court judge, Justice Indu Malhotra to investigate the security lapse during PM Narendra Modi's Punjab visit on January 5 pic.twitter.com/nHjzYRFjk7
— ANI (@ANI) January 12, 2022
ચીફ જસ્ટિસ એન.વી. રમનાની આગેવાની હેઠળ
સોમવારે આ મામલે વિસ્તૃત સુનાવણી બાદની આગેવાની હેઠળની અને ન્યાયમૂર્તિ સૂર્યકાન્ત અને હેમા કોહલીની બનેલી બેન્ચે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા ઉલ્લંઘનની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં કોર્ટ એક સમિતિની રચના કરશે. જે બાદ કોર્ટ દ્વારા ટોચના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત, કમિટીમાં DG NIA, DIG ચંદીગઢ અને ADGP પંજાબને સામેલ કરવામાં આવ્યા છે.
બેન્ચે કેન્દ્ર અને પંજાબ સરકારને તપાસ આગળ ન વધારવા જણાવ્યું
બેન્ચે કેન્દ્ર અને પંજાબ સરકાર બંનેને આ મામલે પોતપોતાની તપાસ આગળ ન વધારવા જણાવ્યું હતું. બેન્ચે જણાવ્યું હતું કે, તે આ મામલે વિગતવાર આદેશ પસાર કરશે.
સુનાવણી દરમિયાન બેન્ચે મૌખિક રીતે પ્રસ્તાવ મૂક્યો
સુનાવણી દરમિયાન બેન્ચે મૌખિક રીતે પ્રસ્તાવ મૂક્યો કે સમિતિના અન્ય સભ્યોમાં પોલીસ મહાનિર્દેશક, ચંદીગઢ, મહાનિરીક્ષક, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA), પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ અને વધારાના DGP, સુરક્ષા (પંજાબ) હશે.
કમિટીને ટુંક સમયમાં તેનો રિપોર્ટ સોંપવા કહેશે
બેન્ચે જણાવ્યું હતું કે, અમે વડાપ્રધાનની સુરક્ષા ભંગને ખૂબ ગંભીરતાથી લઈ રહ્યા છીએ. કમિટીને ટુંક સમયમાં તેનો રિપોર્ટ સોંપવા કહેશે. પંજાબ સરકારનું પ્રતિનિધિત્વ કરનાર એડવોકેટ જનરલ ડી.એસ. પટવાલિયાએ રાજ્યના મુખ્ય સચિવ અને DGPને મોકલવામાં આવેલી કારણ બતાવો નોટિસ સામે ફરિયાદ કરી હતી. તેમણે સુપ્રીમ કોર્ટને આ મામલાની તપાસ માટે સ્વતંત્ર સમિતિની રચના કરવા વિનંતી કરી હતી.
હું દોષિત હોઉં તો મને ફાંસી આપો, પણ મારી નિંદા ન કરો : પટવાલિયા
પટવાલિયાએ જણાવ્યું હતું કે, જો હું દોષિત હોઉં તો મને ફાંસી આપો, પણ મારી નિંદા ન કરો. કેન્દ્ર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલ કારણ બતાવો નોટિસનો બચાવ કર્યો હતો. જો કે, સર્વોચ્ચ અદાલતે કેન્દ્રના વલણ પર નારાજગી વ્યક્ત કરી હતી અને પ્રશ્ન કર્યો હતો કે, જો કેન્દ્ર પોતે જ આગળ વધવા માંગતું હોય તો કોર્ટને આ મામલાની તપાસ કરવા કહેવાનો શું અર્થ છે.
સર્વોચ્ચ અદાલતે આપેલા અગાઉના ચુકાદાનો ઉલ્લેખ કર્યો
દિલ્હી સ્થિત પિટિશનર લોયર્સ વોઈસનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ એડવોકેટ મનિન્દર સિંહે દેશના વડાપ્રધાન માટે સુરક્ષાના મહત્વ પર ભાર મૂક્યો અને SPG એક્ટ હેઠળ સર્વોચ્ચ અદાલતે આપેલા અગાઉના ચુકાદાનો ઉલ્લેખ કર્યો.
આ પણ વાંચો:
PM Modi Security Breach: સુપ્રીમ કોર્ટ પહોંચ્યો PM મોદીની સુરક્ષા ચૂકનો મામલો, આજે થશે સુનાવણી
SC Hearing On PM Security Breach : SCના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં 'સુપ્રીમ' કમિટી બનાવાશે