નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભારતના મહત્વના અવકાશ સંશોધન અને મિશન એવા ગગનયાન સંદર્ભે યોજાયેલી બેઠકમાં ભાગ લીધો. તેમણે ભવિષ્યમાં ભારતના અવકાશમાં સ્થાન વિશે પણ વાત કરી.
-
#WATCH | PM Modi chairs high-level meeting to assess the progress of Gaganyaan Mission and to outline the future of India’s space exploration endeavours pic.twitter.com/kVwhBdLiI0
— ANI (@ANI) October 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | PM Modi chairs high-level meeting to assess the progress of Gaganyaan Mission and to outline the future of India’s space exploration endeavours pic.twitter.com/kVwhBdLiI0
— ANI (@ANI) October 17, 2023#WATCH | PM Modi chairs high-level meeting to assess the progress of Gaganyaan Mission and to outline the future of India’s space exploration endeavours pic.twitter.com/kVwhBdLiI0
— ANI (@ANI) October 17, 2023
ગગનયાનનું પ્રેઝન્ટેશનઃ આ બેઠકમાં સ્પેસ ડિપાર્ટમેન્ટ દ્વારા ગગનયાન મિશનનું એક પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું. આ પ્રેઝન્ટેશનમાં ગગનયાન સંબંધી વિવિધ ટેકનોલોજી અને સમાનવ અવકાશયાનની માહિતી રજૂ કરવામાં આવી હતી. આ મિશનમાં 20 મેજર ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાં હ્યુમન રેટેડ લોન્ચ વ્હીકલ(સમાનવ અવકાશ યાન)(HLVM3)માં 3 ક્રુ મિશનનો સમાવેશ થાય છે. ક્રુ એસ્કેપ સિસ્ટમ ટેસ્ટ વ્હીકલનું ફર્સ્ટ ડેમોન્સ્ટ્રેશન 21 ઓક્ટોબરે નિર્ધારિત કરવામાં આવ્યું છે. આ બેઠકમાં ગગનયાન મિશનના 2025ની તે વખતની સ્થિતિની પણ ચર્ચા કરાઈ.
અવકાશ ક્ષેત્રે ભારતની સિદ્ધિઓઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતે અવકાશમાં મેળવેલી સિદ્ધિઓ જેમાં ચંદ્રયાન-3 અને આદિત્ય એલ 1નો ઉલ્લેખ કર્યો હતો. તેમજ આગામી અવકાશી સિદ્ધિઓ મેળવવા પ્રયત્નરત થવા પણ જણાવ્યું હતું. આગામી સિદ્ધિઓમાં 2035 સુધી ભારતીય અવકાશ સ્ટેશન (ઈન્ડિય સ્પેસ સ્ટેશન)ની અવકાશમાં ઉપસ્થિતિ તેમજ 2040 સુધીમાં પ્રથમ ભારતીયનું ચંદ્ર પર ઉતરાણનો સમાવેશ થાય છે.
મૂન એક્સપ્લોરેશનઃ આ વિઝન અનુસાર ધી સ્પેસ ડિપાર્ટમેન્ટ મૂન એક્સપ્લોરેશનનો રોડમેપ તૈયાર કરશે. જેમાં ચંદ્રયાન મિશન સંદર્ભે અનેક કાર્યક્રમો યોજાશે. જેમાં નેક્સ્ટ જનરેશન લોન્ચ વ્હીકલ(NGLV)નું ડેવલપમેન્ટ, નવા લોન્ચ પેડનું નિર્માણ, હ્યુમન સેન્ટ્રિક લેબ્સ અને તેના સંબંધિત ટેકનોલોજીનું સેટઅપ જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે.
આંતરગ્રહીય મિશનઃ વડા પ્રધાને આંતરગ્રહીય મિશન પર અવકાશ વૈજ્ઞાનિકોને કામ કરવા જણાવ્યું છે જેમાં વિનસ ઓર્બિટર મિશન અને માર્સ લેન્ડરનો ઉલ્લેખ કર્યો હતો. વડા પ્રધાને ભારત અવકાશ સંશોધનમાં વધુ સિદ્ધિઓ મેળવી શકવા સક્ષમ હોવાનો આત્મવિશ્વાસ જાહેર કર્યો હતો.