ETV Bharat / bharat

20 Years of Narendra Modi in Public Office : મોદીના આ મોટા નિર્ણયો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા - મોદીની રાજ્યકીય સફર

નરેન્દ્ર મોદીએ બંધારણીય પદ પર આજે 20 વર્ષ પૂર્ણ કર્યા છે. છેલ્લા 7 વર્ષમાં મોદીના આ મોટા નિર્ણયો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા હતા. 7 ઓક્ટોબરના રોજ નરેન્દ્ર મોદીના મુખ્યપ્રધાન અને વડાપ્રધાન તરીકે તેમની રાજકીય સફરના 20 વર્ષ પૂરા થયા છે. તેમના 20 વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ભાજપ દ્વારા 20 દિવસનું "સેવા અને સમર્પણ" અભિયાન પણ ચલાવવામાં આવશે.

Narendra Modi
Narendra Modi
author img

By

Published : Oct 7, 2021, 7:04 AM IST

  • 7 ઓક્ટોબરના રોજ મોદીના સત્તા પર 20 વર્ષ પૂર્ણ
  • 20 દિવસનું "સેવા અને સમર્પણ" અભિયાન
  • તેમના મોટા નિર્ણયો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા

ન્યૂઝ ડેસ્ક : વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બંધારણીય હોદ્દાના આજે 20 વર્ષ પૂર્ણ થયા છે. છેલ્લા 7 વર્ષથી વડાપ્રધાન પદ પર રહેલા નરેન્દ્ર મોદી અગાઉ 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યપ્રધાન પદે રહી ચૂક્યા છે. 7 ઓક્ટોબર 2001 ના રોજ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, તેમને તત્કાલીન મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલના (CM Keshubhai Patel) સ્થાને આ પદ આપવામાં આવ્યું હતું. બાદમાં તેમના નેતૃત્વમાં સતત ત્રણ ટર્મ માટે ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર રચાઈ હતી. તેમણે સૌથી લાંબા સમય સુધી ગુજરાતના મુખ્યપ્રધાન પદે રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકીય સફર

નરેન્દ્ર મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950 ના રોજ ગુજરાતના મહેસાણા(Mahesana)જિલ્લાના વડનગરમાં થયો હતો. તેઓ નાની ઉંમરે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) માં જોડાયા હતા. મુખ્યપ્રધાન બનતા પહેલા તેઓ ભાજપમાં રાષ્ટ્રીય સચિવ અને મહામંત્રી પદ પણ સંભાળી ચૂક્યા છે. સપ્ટેમ્બર 2013 માં ભાજપ દ્વારા તેમને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. 2014 ની લોકસભા ચૂંટણીમાં ભાજપ બહુમતી સાથે જીત્યા બાદ નરેન્દ્ર મોદીએ 26 મેના રોજ વડાપ્રધાન(Prime Minister) તરીકે શપથ લીધા હતા. બાદમાં 303 બેઠકો પર ભાજપની ઐતિહાસિક જીત બાદ 2019 માં તેઓ ફરી દેશના વડાપ્રધાન બન્યા.આજે તેમણે બંધારણીય પદ પર 20 વર્ષ પૂર્ણ કર્યા છે, ત્યારે આજે અમે તમને મોદીના મહત્વપૂર્ણ નિર્ણયો વિશે જણાવીશુ.

નોટબંધીનો નિર્ણય

8 નવેમ્બર, 2016 ના રોજ વડાપ્રધાન મોદીએ અચાનક ચલણમાં રહેલી 500 અને 1,000 રૂપિયાની નોટો બંધ કરવાની જાહેરાત કરી હતી. રાત્રે 8 વાગ્યે તેમણે પોતાના સંબોધનમાં તેને કાળા નાણાને (Black Money) નાબૂદ કરવા અને આતંકવાદ સામે લડવાનું મહત્વનું પગલું ગણાવ્યું હતું. જેમાં સરકારે 500 અને 2,000 રૂપિયાની નવી નોટો બહાર પાડી હતી.

2016 ની સર્જિકલ સ્ટ્રાઈક

18 સપ્ટેમ્બર 2016 ના રોજ આતંકીઓએ જમ્મુ -કાશ્મીરના ઉરી સેક્ટરમાં (Uri Sector) ભારતીય સેનાના હેડક્વાર્ટર પર હુમલો કર્યો હતો, જેમાં 18 જવાનો શહીદ થયા હતા. બાદમાં પીએમ મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને બદલો લેવાનો નિર્ણય કર્યો હતો. 28 સપ્ટેમ્બર 2016 ના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK) માં સ્થિત આતંકવાદીઓના ઠેકાણાઓને નિશાન બનાવીને સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી.

જમ્મુ -કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવામાં આવી હતી

PMના બીજા કાર્યકાળમાં 5 ઓગસ્ટ 2019 ના રોજ વડા પ્રધાન મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે બંધારણની કલમ 370 રદ કરીને જમ્મુ -કાશ્મીરમાંથી વિશેષ દરજ્જો પાછો ખેંચી લીધો. બાદમાં તત્કાલીન રાજ્યનું વિભાજન કર્યું અને બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ -કાશ્મીર અને લદ્દાખની રચના કરવામાં આવી. જમ્મુ -કાશ્મીરનો (Jammu Kashmir) વિશેષ દરજ્જો રદ કરવાના કેન્દ્રના નિર્ણયની બંધારણીય માન્યતાને સુપ્રીમ કોર્ટમાં પણ પડકારવામાં આવી હતી.

નાગરિકતા સુધારો કાયદો

વર્ષ 2019 માં કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા સુધારો અધિનિયમ (CAA) અધિનિયમ લાવવામાં આવ્યો હતો. CAA અંતર્ગત બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં દમનનો ભોગ બનેલા 31 ડિસેમ્બર 2014 સુધીમાં ભારતમાં આવેલા બિન-મુસ્લિમ લઘુમતીઓને નાગરિકતા આપવામાં આવશે. જો કે, આ કાયદાનો વિરોધ સમગ્ર દેશમાં વ્યાપકપણે જોવા મળ્યો હતો, જેના કારણે તેનો અમલ થયો ન હતો.

‘ત્રિપલ તલાક’ કાયદાનો અંત

“ત્રિપલ તલાક” વિરુદ્ધનો કાયદો સંસદે 30 જુલાઈ 2019 ના રોજ પસાર કર્યો હતો. લગ્ન પર અધિકારોનું રક્ષણ બિલ, 2019 આ બિલને નામ આપવામાં આવ્યુ હતું. કાયદો પસાર થયા બાદ વડાપ્રધાન મોદીએ (PM Narendra Modi) કહ્યું હતુ કે, આ બિલ મુસ્લિમ મહિલાઓની ગરિમાને સુનિશ્ચિત કરવા અને તેને જાળવી રાખવા માટે લેવામાં આવેલ ઐતિહાસિક પગલું છે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, 2020

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય પ્રધાનમંડળે 29 જુલાઈ 2020 ના રોજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ને મંજૂરી આપી હતી. 34 વર્ષ જૂની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NPE),1986 ના સ્થાને આ નવી શિક્ષણ નિતી લાવવામાં આવી હતી. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, NEP 2020 નું લક્ષ્ય વ્યાવસાયિક શિક્ષણ સહિત ઉચ્ચ શિક્ષણમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયોને (Gross Enrollment Ratio) 26.3 ટકા થી વધારીને 50 ટકા કરવાનો છે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં 3.5 કરોડ નવી બેઠકો ઉમેરવામાં આવશે.

દેશવ્યાપી લોકડાઉનનો નિર્ણય

કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને 24 માર્ચ, 2020 ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવ્યાપી લોકડાઉન લાદવાની જાહેરાત કરી હતી. 22 માર્ચ, 2020 ના રોજ 14 કલાકના ‘જનતા કર્ફ્યુ’ બાદ વડાપ્રધાન મોદીએ દેશમાં 21 દિવસ માટે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી હતી. જ્યારે લોકડાઉનની (Lockdown) જાહેરાત કરવામાં આવી ત્યારે દેશમાં કોરોના વાયરસના કુલ 536 કેસ હતા. લોકડાઉન દરમિયાન જરૂરી સેવાઓ સિવાયની તમામ પરિવહન સેવા બંધ રાખવામાં આવી હતી.

અનુશાસિત જીવનશૈલી

મોદીની સફળતાના પાછળ તેમની અનુશાસિત જીવન શૈલી પણ છે. તે સવારે 5 વાગ્યે ઉઠીને યોગ કરે છે સાથે કે ઑફિસમાં પણ પૂરો સમય આપે છે. તે ખાન-પાન અને સ્વાસ્થ્યનો પણ પૂરો ધ્યાન રાખે છે. તેમના ચેહરા પર હમેશા તાજગી જ નજર આવે છે. આટલું જ નહી તે તેમના સહયોગી અને મંત્રીઓ અને અધિકારીઓથી પણ આ જ અપેક્ષા રાખે છે. આ જ કારણ છે સરકારી કામમાં કોઈ બેદરકારી નજર નહી આવે છે.

વકૃત્વ કૌશલ

મોદીની સૌથી મોટી ખાસિયત તેમનો વકૃત્વ કૌશલ એટ્લે ભાષણ આપવાની કળા છે. તે તેમના ભાષણોમાં હમેશા આ વાતનો ખાસ ધ્યાન રાખે છે કે સામે બેસેલા શ્રોતા વર્ગ તેનાથી પૂરી રીતે કનેક્ટ થઈ શકે. આ જ કારણે જ્યારે મોદી વિભિન્ન સભાઓ અને આયોજનમાં ભાષણ આપે છે. તો મોદી-મોદીની ગૂંજ સંભળાય છે. તે તેમની વાત પણ કહે છે. પણ આ વાતનો પણ પૂરો ધ્યાન રાખે છે. સામે બેસેલા લોકો શું સાંભળવા પસંદ કરશો.

દેશવાસીઓનો વિશ્વાસ જીત્યો

કોઈ પણ નેતા દુનિયામાં ત્યારે તાકતવાર બની શકે છે, જયારે દેશના લોકોનો વિશ્વાસ તેની સાથે હોય. મોદી દેશવાસીઓના વિશ્વાસ પર ખરા ઉતર્યા. ઉજ્જવલા યોજના,પ્રધાનમંત્રી આવાસ યોજના,જન-ધન યોજના,કિસાન સમ્માન નિધિ યોજના,મુદ્રા યોજના,આવકવેરા છૂટ સીમા વધારીને 5 લાખ કરવી જેવા નિર્ણયોથી લોકોમાં તેમના પ્રત્યે વિશ્વસનીયતા વધી. આ જ કારણ છે કે લોકોએ ભારે બહુમતની સાથે એક વાર ફરી દેશની જવાબદારી તેમના વિશ્વાસપાત્ર હાથમાં સોંપી. લોકસભા ચૂંટણી 2014ની તુલના (282)માં 2019માં એકલા ભાજપાએ 303 સીટ જીતી. ગઠબંધન સહયોગીઓની સાથે તો આ આંકડા 350ના પાર થઈ ગયો.જો કે બહુમતના 272 આંકડાથી ખૂબ વધુ છે.

વિદેશોમાં મજબૂતીથી પક્ષ મુકવો

વડાપ્રધાન મોદીએ વિદેશોમાં ભારતનો પક્ષ મજબૂતીથી મુક્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન, વ્લાદિમીર પુતિન, શી જિનપિંગ જેવી વૈશ્વિક નેતાઓની સામે તે દબાણ અનુભવ નથી કરતા, ખૂબજ સરળતાથી મળે છે. તાજેતરમાં એસસીઓ સમિટમાં મોદીએ આતંકવાદના મુદ્દા પર પાક પ્રધાનમંત્રીને ન માત્ર જુદા કરી નાખ્યુ. પણ વિશ્વ સ્તર પર તેમની ખૂબ કરકરી પણ થઈ. મોદીએ વૈશ્વિક નેતાઓને બે ટૂક સંદેશ આપ્યા કે જો પાકિસ્તાન નહી સુધરશે તો તેનાથી કોઈ વાતચીત નહી થશે.

આ પણ વાંચો : નવલાં નોરતાનો શુભારંભ : પ્રથમ નોરતે આ રીતે કરો માઁ શૈલપુત્રીની આરાધના

આ પણ વાંચો : નવરાત્રીના પ્રથમ દિવસે અમિત શાહ આવશે ગુજરાત, કુળદેવીના કરશે દર્શન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.