- કેરળના પલક્કડમાં વડાપ્રધાન મોદીએ રેલીને કરી સંબોધિત
- કૃષિના વિકાસ અને ખેડૂતોના કલ્યાણ માટે કામ કરી રહી છે
- કૃષિના વિકાસ અને ખેડૂતોના કલ્યાણ માટે કામ કરી રહી છે BJP સરકાર
કેરળ: વડાપ્રધાન મોદીએ કેરળના પલક્કડમાં વિધાનસભા ચૂંટણીમાં સમર્થન મેળવવા માટે આજે ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. તેમણે તેના સંબોધન દરમિયાન LDF (લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ) અને UDF (યૂનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ) પર નિશાન સાધ્યું હતું
કેરળના પલક્કડમાં વડાપ્રધાન મોદીએ રેલીને કરી સંબોધિત
તેમણે કહ્યું કે, કેરળના રાજકારણમાં વર્ષો સુધી રાખવામાં આવેલું સૌથી ખરાબ રહસ્ય એ UDF અને LDF વચ્ચેનો મૈત્રીપૂર્ણ કરાર હતો. પ્રથમ વખત મતદાન કરનાર યુવા પૂછે છે કે, આ મેચ ફિક્સિંગ શું છે? એક 5 વર્ષ લૂંટે છે અને બીજો 5 વર્ષ લૂંટે છે. લોકો જોઈ રહ્યા છે કે, કેવી રીતે UDF અને LDF લોકોને ગેરમાર્ગે દોરે છે.
આ પણ વાંચો: થાઈલેન્ડમાં 'સ્વાસ્દી મોદી' કાર્યક્રમમાં PMએ કર્યુ સંબોધન
કૃષિના વિકાસ અને ખેડૂતોના કલ્યાણ માટે કામ કરી રહી છે BJP સરકાર
વડાપ્રધાન મોદીએ કહ્યું, અમારી સરકાર કૃષિના વિકાસ અને ખેડૂતોના કલ્યાણ માટે કામ કરી રહી છે. ઘણા વર્ષોથી સરકારોએ MSP (મિનિમમ સપોર્ટ પ્રાઈઝ) વધારવાનું વચન આપ્યું હતું પરંતુ અમારી સરકારને ખેડૂતો માટે MSP વધારવાનું સન્માન મળ્યું.
આ પણ વાંચો: વડાપ્રધાન મોદી આજે પોંડિચેરીમાં રેલીને સંબોધન કરશે
વડાપ્રધાને LDF અને UDF પર નિશાન સાધ્યું
તેમણે કહ્યું કે, NDA સરકાર તબીબી અને તકનીકી શિક્ષણને સ્થાનિક ભાષામાં પણ ઉપલબ્ધ બનાવવા માટે કામ કરી રહી છે. NDA સામાજિક ન્યાયને આગળ વધારવાની દિશામાં કામ કરવાનું ચાલુ રાખશે, અમારું લક્ષ્ય સમાવિષ્ટ વિકાસ છે. કેરળ અને પર્યટનનો નજીકનો સંબંધ છે, તે દુ:ખદ છે કે, UDF અને LDFએ અહીં પર્યટન માળખાગત સુવિધા સુધારવા માટે વધારે કામ કર્યું ન હતું.