- દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ડિપોઝિટોર્સ ફર્સ્ટ કાર્યક્રમનુ આયોજન
- બેંક ડૂબી જશે તો પણ ખાતાધારકોને 5 લાખ રૂપિયા મળશે
- આ રકમ એક લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરી
નવી દિલ્હી: દિલ્હીના વિજ્ઞાન ભવનમાં (Vigyan Bhavan, Delhi) આયોજિત 'ડિપોઝિટોર્સ ફર્સ્ટ: ગેરંટીડ ટાઈમ-બાઉન્ડ ડિપોઝિટ ઈન્સ્યોરન્સ પેમેન્ટ અપ ટુ 5 લાખ' (Depositors First Programme) કાર્યક્રમમાં (Bank deposit insurance programme) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, બેંકમાં 5 લાખ રૂપિયા સુધીની રકમ સુરક્ષિત છે, જો બેંક ડૂબી જશે તો પણ ડિપોઝિટર્સને 5 લાખ રૂપિયા સુધીનુ વળતર પરત મળશે. બેન્કિંગ સેક્ટરમાં આ એક મોટો સુધારો છે.
આજનો દિવસ બેંકિંગ ક્ષેત્ર અને દેશના કરોડો ડિપોઝિટર્સ માટે મહત્વપૂર્ણ
વડાપ્રધાને કહ્યું કે, આજનો દિવસ દેશ માટે, બેંકિંગ ક્ષેત્ર માટે અને દેશના કરોડો ડિપોઝિટર્સ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, આજની ઘટનાને આપવામાં આવેલ નામમાં ''ડિપોઝિટોર્સ ફર્સ્ટ: જમાકર્તા સૌથી પહેલા'ની ભાવનાને વધુ સચોટ બનાવી રહી છે.
આજનું નવું ભારત સમસ્યાના ઉકેલ પર ભાર મૂકે છે
વડાપ્રધાને જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસોમાં 1 લાખથી વધુ ડિપોઝિટોર્સના ફસાયેલા નાણાં તેમના ખાતામાં જમા થયા છે. આ રકમ લગભગ 1300 કરોડ રૂપિયાથી વધુ છે. આજે આ કાર્યક્રમમાં અને તેના પછી પણ આવા ત્રણ લાખ વધુ ખાતેદારોના ખાતામાં પૈસા જમા થવાના છે. તેમને વધુમાં કહ્યું કે, કોઈપણ દેશ સમસ્યાઓનો સમયસર નિરાકરણ કરીને તેને વધુ ખરાબ થતા બચાવી શકે છે. પરંતુ વર્ષોથી આપણી પાસે પરંપરા છે કે સમસ્યા છે તો તેને ટાળી નાખો, પરંતુ આજનું નવું ભારત સમસ્યાના ઉકેલ પર ભાર મૂકે છે, સમસ્યાને ટાળતું નથી.
પરિસ્થિતિને બદલવા સરકારે સંવેદનશીલતાથી સુધારા કર્યા
પહેલા લોકોને બેંકમાંથી ફસાયેલા પોતાના જ પૈસા કાઢવામાં વર્ષો લાગી જતા હતા. નિમ્ન મધ્યમ વર્ગ, મધ્યમ વર્ગ અને ગરીબોને આ સમસ્યાનો વધુ સામનો કરવો પડ્યો છે. આ પરિસ્થિતિને બદલવા માટે અમારી સરકારે ખૂબ જ સંવેદનશીલતાથી સુધારા કર્યા છે.
આ રકમ 1 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરી
આપણા દેશમાં બેંક ડિપોઝિટર્સ માટે વીમાની સિસ્ટમ 60ના દાયકામાં બનાવવામાં આવી હતી. અગાઉ, બેંકમાં જમા રકમની માત્ર 50,000 રૂપિયા સુધીની ગેરંટી હતી, પછી તેને વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી હતી. અમે આ રકમ 1 લાખથી વધારીને 5 લાખ (Insurance payment up to 5 lakh) રૂપિયા કરી છે.
આટલું વ્યાપક સુરક્ષા કવચ વિકસિત દેશોમાં પણ નથી
વડાપ્રધાને કહ્યું કે, જો આજે કોઈ પણ બેંક મુશ્કેલીમાં આવે છે તો, ડિપોઝિટર્સને ચોક્કસપણે 5 લાખ રૂપિયા સુધી પરત મળશે. આ સાથે, લગભગ 98% લોકોના ખાતા સંપૂર્ણ રીતે આવરી લેવામાં આવ્યા છે. આજે લગભગ 76 લાખ કરોડ ડિપોઝિટર્સ સંપૂર્ણપણે સુરક્ષિત છે, અને આટલું વ્યાપક સુરક્ષા કવચ વિકસિત દેશોમાં પણ નથી.
આ પણ વાંચો:
Stock Market India: છેલ્લા દિવસે ન જોવા મળ્યો ઉછાળો, સેન્સેક્સ 20 અને નિફ્ટી 5 પોઈન્ટ ગગડ્યો
New Arrival in India: જાન્યુઆરીમાં રજૂ કરવામા આવી શકે છે 5G ટેસ્ટ પ્લેટફોર્મ, ટેલિકોમ સચિવનું નિવેદન