ETV Bharat / bharat

PM Modi's Younger Brother : PM મોદીના નાના ભાઈની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદીની તબિયત ખરાબ થતાં ચેન્નાઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સામે આવેલી માહિતી મુજબ પ્રહલાદ મોદીને કિડની સંબંધિત સમસ્યાને કારણે દાખલ કરવામાં આવ્યા છે.

PM Modi's Younger Brother
PM Modi's Younger Brother
author img

By

Published : Feb 28, 2023, 1:15 PM IST

ચેન્નાઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદીની તબિયત અચાનક ખરાબ થઈ હતી. પ્રહલાદ મોદીની તબિયત ખરાબ થતાં તેમને ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

પ્રહલાદ મોદીની તબિયત ખરાબ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદીની તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સામે આવેલી માહિતી મુજબ પ્રહલાદ મોદીને કિડની સંબંધિત સમસ્યાને કારણે દાખલ કરવામાં આવ્યા છે. હાલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. પ્રહલાદ મોદી રાષ્ટ્રીય કક્ષાનો આધ્યાત્મિક પ્રવાસ કરી રહ્યા હતા. થોડા દિવસ પહેલા તે આધ્યાત્મિક પ્રવાસ દરમિયાન તમિલનાડુના કનિયાકુમારી, મદુરાઈ અને અન્ય કેટલાક સ્થળો આવ્યા હતા.

MP: NIA અને મુંબઈ ATSના એલર્ટ બાદ ઈન્દોર પોલીસ એક્શનમાં, સરફરાઝ મેમણ શકંજામાં, મોટા ધમાકાની હતી યોજના

પ્રહલાદ મોદીનો અકસ્માત: ઉલ્લેખનીય છે કે 27 ડિસેમ્બરે કર્ણાટકના મૈસૂર પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદીની કારનો અકસ્માત થયો હતો. તે તેના પરિવાર સાથે બાંદીપુરથી મૈસુર જઈ રહ્યો હતો ત્યારે તેની કારને અકસ્માત નડ્યો હતો. તેમની સાથે દીકરા, પત્ની અને પૌત્ર પણ હાજર હતા. આ ઘટનામાં પ્રહલાદ મોદી, તેમની વહુ અને પૌત્રને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે તેમના દીકરાને તેમજ ડ્રાઈવરને સામાન્ય ઈજા પહોંચી હતી. દુર્ઘટના પછી સ્થાનિક લોકો બચાવ માટે દોડી આવ્યા હતા અને તેમનેે સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.

2018માં કરી હતી હડતાળ: પીએમ મોદીના ભાઈ પ્રહલાદ મોદી 2018માં ચર્ચામાં આવ્યા. જ્યારે તેઓ ગુજરાતની વાજબી કિંમતની દુકાન અને કેરોસીન લાઇસન્સ ધારક ગ્રાહકો વચ્ચેના વિવાદ વચ્ચે હડતાળ પર ઉતર્યા હતા. પ્રહલાદ મોદી ગુજરાત ફેર શોપ ઓનર્સના પ્રમુખ પણ છે. હાલમાં તેઓ ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કિડની સંબંધિત સમસ્યાને કારણે તેમને દાખલ કરવામાં આવ્યા છે.

Manish Sisodia : મનીષ સિસોદિયાએ તેમની ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી, આજે બપોરે થશે સુનાવણી

પ્રહલાદ મોદીની અમદાવાદમાં કરિયાણાની દુકાન: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 5 ભાઈ-બહેન છે. બહેન વસંતીબેન મોદી, સોમાભાઈ મોદી, અમૃતભાઈ મોદી, પંકજભાઈ મોદી, પ્રહલાદભાઈ મોદી, જેમાં પ્રહલાદ મોદી ચોથા સ્થાને આવે છે. અમદાવાદમાં પ્રહલાદ મોદી કરિયાણાની દુકાન ચલાવે છે, સાથે જ તેમનો અમદાવાદમાં ટાયરનો શોરૂમ પણ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.