ETV Bharat / bharat

PM Security Breach Punjab: વડાપ્રધાનની સુરક્ષામાં ક્ષતિ મામલે ઘટના સ્થળે પહોંચી ગૃહ મંત્રાલયની તપાસ ટીમ - Narendra Modi Ferozepur visit

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ક્ષતિના (PM Security Breach Punjab) મામલામાં ગૃહ મંત્રાલય (Home Ministry investigation team) દ્વારા રચવામાં આવેલી ત્રણ સભ્યોની તપાસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

PM MODIS SECURITY BREACH
PM MODIS SECURITY BREACH
author img

By

Published : Jan 7, 2022, 1:04 PM IST

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ક્ષતિના મામલે ગૃહ મંત્રાલય દ્વારા રચવામાં આવેલી ત્રણ સભ્યોની તપાસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આ બનાવની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.'

ગૃહ મંત્રાલય દ્વારા નિયુક્ત ત્રણ સભ્યોની તપાસ ટીમ પંજાબ પહોંચી

ગૃહ મંત્રાલયની તપાસ ટીમ (MHA team reached ferozepur punjab) ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યાં વડાપ્રધાનની સુરક્ષામાં ક્ષતિ જોવા મળી હતી. ગૃહ મંત્રાલયે વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ક્ષતિની તપાસ માટે એક તપાસ સમિતિની રચના કરી છે. ગૃહ મંત્રાલયની એક ઉચ્ચ સ્તરીય સમિતિ પંજાબના ફિરોઝપુરમાં વડાપ્રધાન મોદીના કાફલાને રોકવાના કારણોની તપાસ કરશે. ઘટનાના એક દિવસ બાદ ગૃહ મંત્રાલયની સમિતિની રચના કરવામાં આવી છે. કેટલાક પ્રદર્શનકારીઓ દ્વારા રસ્તા રોકાવાને કારણે 20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાયા બાદ વડાપ્રધાન મોદીએ પંજાબની મુલાકાતેથી પરત ફરવું પડ્યું હતું.

સમિતિમાં કોનો કોનો થાય છે સમાવેશ ?

ગૃહ મંત્રાલયની ત્રણ સભ્યોની સમિતિનું નેતૃત્વ સુરક્ષા સચિવ સુધીર કુમાર સક્સેના (Security Secretary Sudhir Kumar Saxena) કરશે, સક્સેના કેબિનેટ સચિવાલયમાં તૈનાત છે. તેમના સિવાય આ સમિતિમાં ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)ના જોઈન્ટ ડાયરેક્ટર બલબીર સિંહ (IB Joint Director Balbir Singh) અને સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) ઈન્સ્પેક્ટર જનરલ (IG) S સુરેશ (SPG IG S Suresh) પણ સામેલ હશે.

VVIP સુરક્ષા માટે ગંભીર જોખમનો સામનો કરી રહ્યા છે : ગૃહ મંત્રાલય

ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, 5 જાન્યુઆરી 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પંજાબના ફિરોઝપુર મુલાકાત (Narendra Modi Ferozepur visit) દરમિયાન સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર (PM serious security lapses) ખામીઓની તપાસ કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. ફિરોઝપુરમાં વડાપ્રધાનની સુરક્ષામાં ક્ષતિની ઘટના પર ગૃહ મંત્રાલયે કહ્યું કે, આ ઘટનાએ એ વાતનો પર્દાફાશ કર્યો છે કે VVIP સુરક્ષા માટે ગંભીર જોખમનો સામનો (VVIP exposure to grave security risk) કરી રહ્યા છે.

આ મામલે પંજાબ સરકારને રિપોર્ટ સોંપાયો છે

પંજાબ સરકારે પોતાનો તપાસ રિપોર્ટ ગૃહ મંત્રાલયને સોંપી દીધો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારને તાત્કાલિક અહેવાલ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો કે તેણે જરૂરી જમાવટની ખાતરી કરી નથી. ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, વડાપ્રધાનની મુલાકાત દરમિયાન સુરક્ષા પ્રક્રિયામાં આવી બેદરકારી સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને જવાબદારી નિશ્ચિત કરવામાં આવશે. પંજાબના મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્નીએ આ ઘટના પાછળ સુરક્ષામાં કોઈ ખામી અથવા રાજકીય ઉદ્દેશ્ય હોવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે, તેમની સરકાર તપાસ કરવા તૈયાર છે.

વડાપ્રધાન મોદીએ એરપોર્ટ અધિકારીઓને કહ્યું કે, તમારા મુખ્યપ્રધાનનો આભાર

ઉલ્લેખનીય છે કે, 5 જાન્યુઆરીએ પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ રદ્દ (PM punjab program canceled) કરવામાં આવ્યો હતો. ગૃહ મંત્રાલયે તેને વડાપ્રધાનની સુરક્ષામાં ખામી ગણાવી છે. ભટિન્ડા એરપોર્ટ પર પાછા ફરતાં વડાપ્રધાન મોદીએ (ભટિંડામાં મોદી) એરપોર્ટ અધિકારીઓને કહ્યું કે, તમારા મુખ્યપ્રધાનનો આભાર (apne cm ko thanks kehna) કે હું જીવતો પાછો આવ્યો.

કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, પંજાબમાં કોંગ્રેસના લોહિયાળ ઈરાદા નિષ્ફળ ગયા

આ પછી વડાપ્રધાન મોદીની ફિરોઝપુર મુલાકાત પર કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે, પંજાબમાં કોંગ્રેસના લોહિયાળ ઈરાદા નિષ્ફળ ગયા. જેઓ કોંગ્રેસ પાર્ટીમાં મોદીને નફરત કરે છે તેઓ આજે વડાપ્રધાનની સુરક્ષાનો ભંગ કેવી રીતે કરવો તે શોધવાનો પ્રયાસ કરી રહ્યા હતા. દિલ્હી બીજેપી હેડક્વાર્ટર ખાતે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઈરાનીએ પંજાબની કોંગ્રેસ સરકારને પ્રશ્ન કર્યો હતો કે, જ્યારે સુરક્ષા કર્મચારીઓએ મુખ્યપ્રધાન કાર્યાલયનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે કોઈ વાતચીત કેમ ન થઈ.

ચરણજીત સિંહ ચન્નીએ વડાપ્રધાનની સુરક્ષામાં ખામી હોવાના મામલે સ્પષ્ટતા કરી

પંજાબના મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્નીએ વડાપ્રધાનની સુરક્ષામાં ખામી હોવાના મામલે સ્પષ્ટતા આપી છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાનની સુરક્ષાને કોઈ ખતરો નથી અને કોઈપણ પ્રકારની ક્ષતિ નથી. પંજાબ કોંગ્રેસના નેતા સુનીલ જાખરે કહ્યું કે, વડાપ્રધાનની મુલાકાત દરમિયાન જે પણ થયું તે પંજાબિયતની વિરુદ્ધ છે.

આ પણ વાંચો: NEET PG Counselling: સુપ્રીમ કોર્ટનો નિર્ણય, OBC અને EWSને મળશે અનામતનો લાભ

આ પણ વાંચો: PM Modi Security Breach Inquiry: ગૃહ મંત્રાલયે બનાવી તપાસ સમિતિ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.