- દેશભરમાં બુધવારે પાવન પર્વ રામનવમીની ઉજવણી થશે
- વડાપ્રધાને દેશવાસીઓને રામનવમીની શુભેચ્છા પાઠવી
- વડાપ્રધાને લોકોને કોરોનાથી બચવાના ઉપાયો પર ધ્યાન આપવા કહ્યું
નવી દિલ્હીઃ બુધવારે દેશભરમાં રામનવમી તહેવારની ઉજવણી થશે. એવી માન્યતા છે કે, ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ ભગવાન શ્રીરામનો અયોધ્યામાં જન્મ થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ટ્વિટ કરી રામનવમીની શુભેચ્છા પાઠવી છે.
આ પણ વાંચોઃ કોરોના સંકટઃ આઠમના થતા યજ્ઞો અને રામનવમીની ઉજવણીઓ પર કોરોનાનું ગ્રહણ
વડાપ્રધાને દેશવાસીઓને દવાઈ ભી, કડાઈ ભી મંત્ર યાદ કરાવ્યો
વડાપ્રધાને ટ્વિટ કરી દેશવાસીઓને રામનવમીની શુભેચ્છા પાઠવી છે. આ સાથે જ વડાપ્રધાને કોરોનાથી બચાવ માટેના ઉપાયોનું પાલન કરવા તથા દવાઈ ભી, કડાઈ ભી મંત્ર પણ યાદ કરાવ્યો હતો.
આ પણ વાંચોઃ જૂનાગઢના માંગરોળમાં રામનવમીની શોભાયાત્રા મોકૂફ કરાઇ
કોરોનાથી બચવાના ઉપાયોનું પાલન કરીએઃ વડાપ્રધાન
વડાપ્રધાને ટ્વિટ કરી જણાવ્યું હતું કે, દેશવાસીઓને રામનવમીની શુભેચ્છા. દેશવાસીઓ પર ભગવાન શ્રીરામની અસીમ કૃપા બની રહે. જય શ્રીરામ! આજે રામનવમી છે અને મર્યાદા પુરુષોત્તમ શ્રીરામનો આપણને એ જ સંદેશ છે કે, મર્યાદાઓનું પાલન કરીએ. કોરોનાના આ સંકટ સમયમાં કોરોનાથી બચવા માટે જે પણ ઉપાય છે તે તમામનું પાલન કરીએ.