ETV Bharat / bharat

PM Modi Interact With DMs : વડાપ્રધાન મોદી આજે વિવિધ જિલ્લાઓના DM સાથે કરશે વાતચીત

author img

By

Published : Jan 22, 2022, 9:53 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિવિધ જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટ (PM Modi Interact With DMs) સાથે વાતચીત કરશે. આ વાતચીત સરકારી યોજનાઓ અને કાર્યક્રમોના અમલીકરણની પ્રગતિ અને વર્તમાન સ્થિતિ અંગે (Will discuss current situation) કરવામાં આવશે.

PM Modi Interact With DMs : વડાપ્રધાન મોદી આજે વિવિધ જિલ્લાઓના DM સાથે કરશે વાતચીત
PM Modi Interact With DMs : વડાપ્રધાન મોદી આજે વિવિધ જિલ્લાઓના DM સાથે કરશે વાતચીત

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારી યોજનાઓ અને કાર્યક્રમોના અમલીકરણની પ્રગતિ અને વર્તમાન સ્થિતિ વિશે માહિતી મેળવવા માટે આજે શનિવારે સવારે 11 વાગ્યે વિવિધ જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટ (PM Modi Interact With DMs) સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત (Will communicate via video conferencing) કરશે.

વડાપ્રધાન મોદી વિકાસના મુદ્દાઓ અંગે સીધો સંવાદ કરશે

PMOની એક પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું હતું કે, વડાપ્રધાન મોદી વિકાસના મુદ્દાઓ (PM Modi will have direct dialogue on development issues) અંગે સીધો સંવાદ કરશે. આ ઉપરાંત, જિલ્લાઓમાં સરકારી યોજનાઓ અને કાર્યક્રમોના અમલીકરણની સ્થિતિ અંગે પણ માહિતી મેળવશે.

સંવાદથી જિલ્લાઓમાં કામગીરીની સમીક્ષામાં મદદ મળશે

PMOએ જણાવ્યું હતું કે, આ સંવાદથી જિલ્લાઓમાં કામગીરીની સમીક્ષામાં મદદ મળશે. આ ઉપરાંત, જે પડકારોનો સામનો કરવામાં આવી રહ્યો છે તે અંગે પણ યોગ્ય રસ્તો મળી રહેશે. આ વાતચીતનો હેતુ તમામ હિસ્સેદારો સાથે મિશન મોડમાં જિલ્લાઓમાં વિવિધ વિભાગો દ્વારા વિવિધ યોજનાઓની સંતૃપ્તિ હાંસલ કરવાનો છે.

વિકાસ સુનિશ્ચિત કરવાની સરકારની પ્રતિબદ્ધતા સાથે સુસંગત

PMO મુજબ વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ, સરકારે સમગ્ર દેશમાં વૃદ્ધિ અને વિકાસમાં અસમપ્રમાણતાને દૂર કરવા માટે સતત પગલાં લીધાં છે. આ તમામ નાગરિકોના જીવનધોરણમાં વધારો કરવા અને તમામ માટે સમાવેશી વિકાસ સુનિશ્ચિત કરવાની સરકારની પ્રતિબદ્ધતા સાથે સુસંગત છે.

આ પણ વાંચો:

Subhash Chandra Bose Statue at India Gate: ઈન્ડિયા ગેટ પર મૂકવામાં આવશે નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાઃ PM Modi)

PM Modi Inauguration in Somnath: PM Modiએ સોમનાથમાં નવા સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કર્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.