- વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે (સોમવારે) ભારતીય અંતરિક્ષ સંઘ (ISPA)નો પ્રારંભ કરશે
- ISPA અંતરિક્ષ અને ઉપગ્રહ કંપનીઓનું પ્રમુખ ઉદ્યોગ સંઘ છે, જે ભારતીય અંતરિક્ષ ઉદ્યોગનો સામૂહિક અવાજ બનવાની મહત્વાકાંક્ષા રાખે છે
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અંતરિક્ષ ઉદ્યોગના પ્રતિનિધિઓની સાથે સંવાદ પણ કરશે
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ઇન્ડિયન સ્પેસ એસોસિએશન (ISPA) નું લોકાર્પણ કર્યું હતું. આ બાદ, 'ઇન્ડિયન સ્પેસ એસોસિએશન લોન્ચ' કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારતમાં ક્યારેય આવી નિર્ણાયક સરકાર રહી નથી. સ્પેસ સેક્ટર અને સ્પેસ ટેકનોલોજીને લઈને આજે ભારતમાં જે સુધારા થઈ રહ્યા છે તે આની એક કડી છે. હું ઇન્ડિયન સ્પેસ એસોસિએશનની રચના માટે અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું.
ભારતીય અંતરિક્ષ ઉદ્યોગનો સામૂહિક અવાજ
વડાપ્રધાને કહ્યું કે, આજે દેશના બે મહાન પુત્રો, ભારત રત્ન જય પ્રકાશ નારાયણ જી અને ભારત રત્ન નાનાજી દેશમુખની પણ જન્મજયંતિ છે. આ બન્ને મહાન વ્યક્તિઓએ આઝાદી પછીના ભારતને દિશા આપવામાં મોટી ભૂમિકા ભજવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે (સોમવારે) ભારતીય અંતરિક્ષ સંઘ (ISPA)નો પ્રારંભ કરશે. ISPA અંતરિક્ષ અને ઉપગ્રહ કંપનીઓનું પ્રમુખ ઉદ્યોગ સંઘ છે, જે ભારતીય અંતરિક્ષ ઉદ્યોગનો સામૂહિક અવાજ બનવાની મહત્વાકાંક્ષા રાખે છે.
આ પણ વાંચોઃ મોદી જોખમ લઇને નિર્ણય લેવા વાળા વડાપ્રધાન છે: અમિત શાહ
ISPAનું પ્રતિનિધિત્વ પ્રમુખ દેશી કંપનીઓની સાથે વૈશ્વિક કંપનીઓ પણ કરે છે
PMOએ જણાવ્યું હતું કે, ISPA સંબિધિત નીતિઓની ભલામણ કરશે અને આ સાથે જ સરકાર અને તેમની એજન્સીઓ સહિત ભારતીય અંતરિક્ષ ક્ષેત્રના તમામ હિતધારકોની સાથે પોતાનું જોડાણ સુનિશ્ચિત કરશે. વડાપ્રધાનના 'આત્મનિર્ભર ભારત' દૃષ્ટિકોણને રેખાંકિત કરતા ISPA ભારતને આત્મનિર્ભર, ટેક્નિક રીતે ઉન્નત અને અંતરિક્ષ ક્ષેત્રમાં એક અગ્રણી દેશ બનાવવામાં મદદ કરશે. ISPAનું પ્રતિનિધિત્વ અંતરિક્ષ અને ઉપગ્રહ ટેક્નોલોજીઓમાં ઉન્નત ક્ષમતાઓ રાખનારી પ્રમુખ દેશી કંપનીઓની સાથે સાથે વૈશ્વિક કંપનીઓ પણ કરે છે.
આ પણ વાંચોઃ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોંઘવારી મુદ્દે PM નરેન્દ્ર મોદી પર કર્યો કટાક્ષ
ISPAના સંસ્થાપક સભ્યોમાં અનેક મોટી કંપની સામેલ
ISPAના સંસ્થાપક સભ્યોમાં લાર્સન એન્ડ ટુબ્રો, નેલ્કો (તાતા ગૃપ), વનવેબ, ભારતી એરટેલ, મેપ માય ઈન્ડિયા, વાલચંદનગર ઈન્ડસ્ટ્રીઝ અને અનંત ટેક્નોલોજી લિમિટેડ સામેલ છે. આના અન્ય પ્રમુખ સભ્યોમાં ગોદરેજ, ઝુએઝ ઈન્ડિયા, અજિસ્તા-બીએસટી એરોસ્પેસ પ્રાઈવેટ લિમિટેડ, બીઈએલ, સેન્ટમ ઈલેક્ટ્રોનિક્સ, મૈક્સાર ઈન્ડિયા સામેલ છે.