ETV Bharat / bharat

PM Modi આજે PM Kisan Yojanaનો આગામી હપ્તો જાહેર કરશે, 9.75 કરોડ ખેડૂતોને થશે ફાયદો - કેન્દ્રિય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે (સોમવારે) પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (Pradhan Mantri Kisan Sanman Nidhi Yojana) અંતર્ગત નાણાકીય લાભનો આગામી હપ્તો જાહેર કરશે. વડાપ્રધાન કાર્યાલય (PMO)ના જણાવ્યા મુજબ, આના માધ્યમથી 9.75 કરોડથી વધુ લાભાર્થી ખેડૂત પરિવારોને 19,500 કરોડ રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફર કરી શકાશે. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદી ખેડૂત લાભાર્થીઓ સાથે વાતચીત કરી તેમને સંબોધિત કરશે.

PM Modi આજે PM Kisan Yojanaનો આગામી હપ્તો જાહેર કરશે, 9.75 કરોડ ખેડૂતોને થશે ફાયદો

author img

By

Published : Aug 9, 2021, 8:28 AM IST

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ખેડૂતો માટે આગામી હપ્તો જાહેર કરશે
  • પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (Pradhan Mantri Kisan Sanman Nidhi Yojana) અંતર્ગત વડાપ્રધાન મોદી (PM Narendra Modi) જાહેર કરશે હપ્તો
  • આ હપ્તાથી 9.75 કરોડથી વધુ લાભાર્થી ખેડૂત પરિવારો (Farmers Family)ને 19,500 કરોડ રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફર કરી શકાશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે (સોમવારે) પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (Pradhan Mantri Kisan Sanman Nidhi Yojana) અંતર્ગત નાણાકીય લાભનો આગામી હપ્તો જાહેર કરશે. વડાપ્રધાન કાર્યાલય (PMO)ના જણાવ્યા મુજબ, આના માધ્યમથી 9.75 કરોડથી વધુ લાભાર્થી ખેડૂત પરિવારોને 19,500 કરોડ રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફર કરી શકાશે. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદી ખેડૂત લાભાર્થીઓ સાથે વાતચીત કરી તેમને સંબોધિત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ (PM Narendra Modi Tweet) કરી લખ્યું હતું કે, દેશના પરિશ્રમી ખેડૂતોના જીવનને વધુને વધુ સરળ બનાવવા માટે અમારી સરકાર સતત કામ કરી રહી છે.

આ પણ વાંચો- પહેલીવાર ભારતીય વડાપ્રધાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરીષદ બેઠકની અધ્યક્ષતા કરશે

PM-KISANના કેટલાક લાભાર્થીઓ સાથે પણ વડાપ્રધાન સંવાદ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ (PM Narendra Modi Tweet) કરીને વધુમાં લખ્યું હતું કે, આ જ કડીમાં મને કાલે બપોરે 12.30 વાગ્યે 'પીએમ કિસાન સન્માન નિધિ'નો આગામી હપ્તો જાહેર કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે. તે દરમિયાન દેશભરના 9.75 કરોડથી પણ વધુ ખેડૂતોના ખાતામાં 19,500 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. મને PM-KISANના કેટલાક લાભાર્થીઓ સાથે સંવાદ કરવાનો સુઅવસર પણ મળશે. આ યોજનાથી જે પ્રકારે આપણા ખેડૂત ભાઈ-બહેનોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યો છે. તે અત્યંત ખુશીનો વિષય છે.

આ પણ વાંચો- વડાપ્રધાન મોદીએ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સના કાર્યક્રમમાં નિકાસકારોને સંબોધ્યા

PM-KISAN યોજના શું છે?

આપને જણાવી દઈએ કે, PM-Kisan યોજના અંતર્ગત પાત્ર લાભાર્થી ખેડૂત પરિવારોને 6,000 રૂપિયા પ્રતિ વર્ષનો નાણાકીય લાભ આપવામાં આવે છે. આ નાણાકીય લાભને 2,000 રૂપિયાના ત્રણ હપ્તામાં પ્રત્યેક ચાર મહિનામાં આપવામાં આવે છે. રકમને સીધા જ લાભાર્થીઓના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. PMOના જણાવ્યા મુજબ, આ યોજના અંતર્ગત અત્યાર સુધી 1.38 લાખ કરોડથી વધુની સન્માન રાશિ ખેડૂત પરિવારોના બેન્ક ખાતામાં ટ્રાન્સફર થઈ ચૂકી છે. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રિય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર પણ (Union Agriculture Minister Narendrasinh Tomar) અહીં ઉપસ્થિત રહેશે.

ઘરે બેઠાં લિસ્ટમાં આ રીતે ચેક કરો પોતાનું નામ

  • સૌથી પહેલા પ્રધાનમંત્રી કિસાન યોજના (PM-KISAN)ની સત્તાવાર વેબસાઈટ pmkisan.gov.in પર જાઓ.
  • જમણી બાજુ ફાર્મર કોર્નર (Farmers Corner) પર જાઓ
  • અહીં તમને બેનિફિશિયરી સ્ટેટસ (Beneficiary Status)નું ઓપ્શન મળશે.
  • બેનિફિશિયરી સ્ટેટસ (Beneficiary Status)ના ઓપ્શન પર ક્લિક કરો, હવે તમારી સામે નવું પેજ ખુલશે.
  • નવા પેજ પર તમે આધાર નંબર, બેન્ક ખાતા નંબર કે મોબાઈલ નંબરમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવો પડશે.
  • તમે જે વિકલ્પને પસંદ કર્યો છે. તે નંબર આપેલા સ્થાન પર નાખો.
  • હવે તમારે ગેટ ડેટા (Get Data)ની લિન્ક પર ક્લિક કરવાનું છે. હવે તમારી સામે સમગ્ર ડેટા આવી જશે, જેમાં તમે પોતાનું નામ ચેક કરી શકશો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.