ETV Bharat / bharat

PM મોદી આજે MGR મેડિકલ યુનિવર્સિટીના 33માં પદવીદાન સમારોહને સંબોધશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે તમિલનાડુના ડૉ. એમજીઆર મેડિકલ યુનિવર્સિટીના 33માં પદવીદાન સમારોહને સંબોધિત કરશે. પીએમઓના જણાવ્યાનુસાર, વડાપ્રધાન મોદી આ કાર્યક્રમમાં સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉપસ્થિત રહેશે. આ દરમિયાન તમિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત પણ ઉપસ્થિત રહેશે. આ સમારોહમાં 17,591 વિદ્યાર્થીઓને ડિગ્રી અને ડિપ્લોમાની ડિગ્રી આપી સન્માનિત કરવામાં આવશે.

author img

By

Published : Feb 26, 2021, 10:31 AM IST

PM મોદી આજે MGR મેડિકલ યુનિવર્સિટીના 33મા પદવીદાન સમારોહને સંબોધશે

  • MGR યુનિવર્સિટીમાં 686 સહયોગી સંસ્થાઓનો સમાવેશ કરાયો છે
  • MGR યુનિવર્સિટીનું નામ તમિલનાડુના પૂર્વ મુખ્યપ્રધાનના નામ પરથી પડ્યું
  • 17,591 વિદ્યાર્થીઓને ડિગ્રી અને ડિપ્લોમાની ડિગ્રી આપી સન્માનિત કરાશે

નવી દિલ્હીઃ MGR યુનિવર્સિટીનું નામ તમિલનાડુના પૂર્વ મુખ્યપ્રધાન એ. જી. રામચન્દ્રનના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ યુનિવર્સિટીમાં કુલ 686 સહયોગી સંસ્થાઓ છે, જેમાં ફાર્મસી, નર્સિંગ, આયૂષ, ફિઝિયોથેરાપી, વ્યવસાયિક ચિકિત્સા અને સહયોગી આરોગ્ય વિજ્ઞાન જેવા અનેક વિષય પર અભ્યાસ કરાવવામાં આવે છે. MGR યુનિવર્સિટી તમિલનાડુમાં છે, જેમાં 41 મેડિકલ કોલેજ, 19 ડેન્ટલ કોલેજ, 48 આયૂષ કોલેજ, 199 નર્સિંગ કોલેજ, 81 ફાર્મસી કોલેજ અને અન્ય સ્પેશિયાલિસ્ટ પોસ્ટ-ડેક્ટોરલ મેડિકલ અને અલાઈડ હેલ્થ સંસ્થાઓ સામેલ છે.

વડાપ્રધાને ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ એન્ડ રિસર્ચનું ઉદ્ઘાટન કર્યું હતું

આ પહેલા વડાપ્રધાન મોદીએ આઈઆઈટી ખડગપુરમાં ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ એન્ડ રિસર્ચનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે જ 66માં પદવીદાન સમારોહને પણ સંબોધિત કર્યો હતો. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, વર્તમાન સ્થિતિ પર નજર રાખીને વિદ્યાર્થીઓના ભવિષ્યનું પણ અનુમાન લગાવવું જોઈએ. વિદ્યાર્થીઓને હંમેશા એ આવશ્યકતાઓ પર કામ કરવું જોઈએ કે જે 10 વર્ષ બાદ પણ ઉત્પન્ન થઈ શકે છે. એક વિદ્યાર્થીએ ભવિષ્ય માટે નવાચાર હોવું જોઈએ. વડાપ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, એન્જિનિયરના વિદ્યાર્થીઓમાં એક ક્ષમતા વિકસીત હોય છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો એન્જિનિયરના વિષયોને વિસ્તૃતથી જોવાની દૃષ્ટિ હોય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.