ETV Bharat / bharat

PM મોદી શુક્રવારે તમિલનાડુ અને કેરળમાં ચૂંટણી રેલી સંબોધશે - કેરળ વિધાનસભાની ચૂંટણી 2021

કેરળમાં 6 એપ્રિલે એક જ તબક્કામાં 140 બેઠકો પર વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુ અને કેરળમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે પહોંચ્યા છે. આ પહેલા વડાપ્રધાને બંગાળ અને આસામમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. તમિલનાડુ અને કેરળમાં 6 એપ્રિલે એક જ દિવસે ચૂંટણી યોજાશે. હાલમાં વડાપ્રધાન તમિલનાડુમાં છે. અહીં રેલીને સંબોધી વડાપ્રધાન કેરળ પહોંચશે.

વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદી
author img

By

Published : Apr 2, 2021, 10:17 AM IST

Updated : Apr 2, 2021, 1:45 PM IST

  • કેરળમાં 6 એપ્રિલે 140 બેઠક માટે વિધાનસભાની ચૂંટણી માટે થશે મતદાન
  • વડાપ્રધાનની રેલીમાં તમિલનાડુના મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન રહેશે હાજર
  • તમિલનાડુમાં ભાજપ AIADMK સાથે મળીને ચૂંટણી લડી રહી છે

ગુવાહાટીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ખૂબ જ વ્યસ્ત જોવા મળશે. શુક્રવારે તેઓ કેરળ અને તમિલનાડુમાં ચૂંટણી રેલીઓને સંબોધશે. વડાપ્રધાન શુક્રવારે મદુરૈમાં એક જનસભા સંબોધશે, જેમાં તમિલનાડુના મુખ્યપ્રધાન ઈ. કે. પલાનીસ્વામી અને નાયબ મુખ્યપ્રધાન ઓ. પનીરસેલ્વમ સહિતના અનેક નેતા ઉપસ્થિત રહેશે. રાજ્યમાં 6 એપ્રિલે મતદાન થશે. ઉલ્લેખનીય છે કે, તમિલનાડુમાં ભાજપ AIADMK સાથે મળીને ચૂંટણી લડી રહી છે.

આ પણ વાંચોઃ ચૂંટણી પંચે બંગાળના રીટર્નિંગ અધિકારી સહિત ત્રણને હટાવ્યા

તમિલનાડુ બાદ કેરળ પહોંચશે PM

તમિલનાડુમાં રેલી સંબોધ્યા પછી વડાપ્રધાન કેરળ પહોંચશે. આ પહેલા 30 માર્ચે વડાપ્રધાને કેરળના પાલક્કાડ અને તમિલનાડુના ધારાપુરમમાં ચૂંટણી જનસભાઓ સંબોધિત કરી હતી. આપને જણાવી દઈએ કે, વડાપ્રધાને ગુરુવારે તમિલનાડુમાં મદુરૈના પ્રસિદ્ધ મીનાક્ષી અમ્માન મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી.

આ પણ વાંચોઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા શુક્રવારે આસામમાં અનેક ચૂંટણી રેલી સંબોધશે

કેરળના પલક્કડમાં વડાપ્રધાન મોદીએ રેલીને કરી સંબોધિત

વડાપ્રધાન મોદીએ કેરળના પલક્કડમાં વિધાનસભા ચૂંટણીમાં સમર્થન મેળવવા માટે ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. તેમણે તેના સંબોધન દરમિયાન LDF (લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ) અને UDF (યૂનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ) પર નિશાન સાધ્યું હતું.તેમણે કહ્યું હતું કે, કેરળના રાજકારણમાં વર્ષો સુધી રાખવામાં આવેલું સૌથી ખરાબ રહસ્ય એ UDF અને LDF વચ્ચેનો મૈત્રીપૂર્ણ કરાર હતો. પ્રથમ વખત મતદાન કરનાર યુવા પૂછે છે કે, આ મેચ ફિક્સિંગ શું છે? લોકો જોઈ રહ્યા છે કે, કેવી રીતે UDF અને LDF લોકોને ગેરમાર્ગે દોરે છે.

આ પણ વાંચો : વડાપ્રધાન મોદીએ તમિલનાડુના પ્રસિદ્ધ મીનાક્ષી અમ્મન મંદિરમાં પૂજા-અર્ચના કરી

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે કલકત્તામાં વડાપ્રધાન મોદીની રેલી

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દોર વધી રહ્યો હતો. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કલકત્તામાં રેલી યોજીને ભાજપના ચૂંટણી પ્રચારને આગળ ધપાવ્યું હતું.વડાપ્રધાનની રેલીને આ વર્ષે ફેબ્રુઆરીમાં ભગવા પક્ષ દ્વારા શરૂ કરવામાં આવેલી 'પરિવર્તન યાત્રાનો કાર્યક્રમ માનવામાં આવે છે. ભાજપના એક નેતાએ કહ્યું કે, "વડાપ્રધાન બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં રેલીની સાથે જ ચૂંટણી પ્રચારના બ્યૂગલને ફૂંકશે".રાજ્યમાં આઠ તબક્કાની વિધાનસભાની ચૂંટણીની તારીખોની ઘોષણા બાદ રેલી પશ્ચિમ બંગાળમાં ભાજપનો પ્રથમ મોટો કાર્યક્રમ હતો. ભાજપે આ રેલીને સફળ બનાવવા માટે વિશાળ જનમેદની ઉભી કરવાની યોજના બનાવી હતી.

Last Updated : Apr 2, 2021, 1:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.