- ભાગેડુંઓને પાછા લાવવા તમામ રીતોનો થઈ રહ્યો છે ઉપયોગ
- 5 લાખ કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી
- બેંકોને બિઝનેસ ક્ષેત્રોના વિકાસ જૂની રીતોનો ત્યાગ કરવા કહ્યું
નવી દિલ્હી: વડાપ્રધાને (pm modi) લોન પ્રવાહ અને આર્થિક વૃદ્ધિ (loan flows and economic growth) પર એક પરિચર્ચામાં આજે ભગોડે આર્થિક ગુનેગારોને સખત સંદેશ આપ્યો. પીએમે (pm) પોતાના સંબોધનમાં કહ્યું કે, "ભાગેડું ગુનેગારોને પાછા લાવવા માટે અમે નીતિઓ અને કાયદા (policies and laws) પર નિર્ભર રહ્યા અને રાજદ્વારી માધ્યમોનો પણ ઉપયોગ કર્યો. સંદેશ એકદમ સ્પષ્ટ છે, પોતાના દેશ પાછા આવો. અમે આ માટે પોતાના પ્રયત્નો ચાલું રાખ્યા છે.
5 લાખ કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી
જો કે વડાપ્રધાને પોતાના ભાષણમાં કોઈ આર્થિક ગુનેગાર (economic culprit)નું નામ નથી લીધું, પરંતુ તેમની સરકારે છેલ્લા કેટલાક સમયમાં વિજય માલ્યા (vijay malya) અને નીરવ મોદી (nirav modi) જેવા ભાગેડું આર્થિક ગુનેગારોના પ્રત્યર્પણ (extradition)ના પ્રયત્નો ઝડપી કરી દીધા છે. વડાપ્રધાને કહ્યું કે, "સક્રિયતા બતાવવાથી ચૂકનારાઓ પાસેથી 5 લાખ કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી ચૂકી છે. તાજેતરમાં રચાયેલી નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની (NARCL) પણ રૂપિયા 2 લાખ કરોડની સ્ટ્રેસ્ડ એસેટ્સ (stressed asset)નો નિકાલ કરવામાં મદદ કરશે."
બેંકોની સ્થિતિ પહેલા કરતા વધારે મજબૂત બની
તેમણે કહ્યું કે, 2014માં તેમની સરકાર આવ્યા બાદ બેંકોના સ્વાસ્થ્યમાં ઘણો સુધારો થયો છે. તેમણે કહ્યું, "ભારતીય બેંકો હવે દેશની અર્થવ્યવસ્થામાં નવી ઉર્જાનો સંચાર કરવા માટે વધારે મજબૂત સ્થિતિમાં છે. આનાથી ભારતનો આત્મનિર્ભર બનવાનો માર્ગ સરળ બનશે." આ તક પર પીએમ મોદીએ બેંકોએ ધન-સંપત્તિ તેમજ રોજગારની તકો પેદા કરનારાઓને લોનમાં સક્રિયતા બતાવવા પણ કહ્યું. તેમણે કહ્યું કે, બેંકોએ પોતાની સાથે દેશના પણ બહીખાતાને સુધારવા માટે સક્રિયતાથી કામ કરવાનું રહેશે.
બેંકોની ભાગીદારીનું મોડલ અપનાવવાની સલાહ આપી
મોદીએ કહ્યું કે, બેંકોએ બિઝનેસ ક્ષેત્રોના વિકાસ માટે હવે જૂની સંસ્કૃતિનો ત્યાગ કરીને લોનની મંજૂરી આપનારાની માનસિકતાથી દૂર રહેવું પડશે. તેમણે બેંકોને બિઝનેસ જગત સાથે ભાગીદારીનું મોડલ અપનાવવાની પણ સલાહ આપી. તેમણે છેલ્લા 6-7 વર્ષોમાં પોતાની સરકાર દ્વારા કરવામાં આવેલા સુધારાઓથી બેંકિંગ ક્ષેત્રની સ્થિતિ મજબૂત થવાની વાત કરી. તેમણે કહ્યું કે, "અમે બેંકોની NPA સમસ્યાનું સમાધાન નીકાળ્યું છે. બેંકોમાં નવી પૂંજી નાંખી છે. નાદારી કોડ લાવ્યા છીએ અને દેવું વસૂલાત ટ્રિબ્યુનલને મજબૂત કર્યું છે.
ગ્રાહકો બેંકમાં આવે તેની રાહ ન જૂઓ, તેમની પાસે જાઓ
તેમણે બેંકરોને કંપનીઓ અને સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME) માટે તેમની જરૂરિયાત મુજબ સમાધાન પ્રદાન કરવા પણ કહ્યું. તેમણે કહ્યું, "ગ્રાહકો બેંકમાં આવે તેની તમે રાહ ન જૂઓ. તમારે તેમની પાસે જવું પડશે." વડાપ્રધાને બેંકોને 'મોટા વિચાર અને નવીન વલણ' સાથે આગળ વધવાની સલાહ આપતા કહ્યું કે, "જો આપણે ફિનટેક અપનાવવામાં મોડું કરીશું તો આપણે પાછળ રહી જઈશું." તેમણે કહ્યું કે, "15 ઓગષ્ટ, 2022 સુધીમાં દરેક બેંક શાખામાં ઓછામાં ઓછા 100 એવા ગ્રાહકો હોવા જોઈએ જેઓ તેમનો સમગ્ર વ્યવસાય ડિજિટલ રીતે કરી રહ્યા હોય."
કોરોના હોવા છતા બેકિંગ ક્ષેત્ર મજબૂત
વડાપ્રધાને છેલ્લા 5 વર્ષોમાં બેંકોની સૌથી ઓછી નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPA) અને બેંકો પાસે પૂરતી તરલતાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, "કોવિડ-19 મહામારી હોવા છતાં, બેંકિંગ ક્ષેત્ર ચાલું નાણાકીય વર્ષના પ્રથમ 6 મહિનામાં મજબૂત રહ્યું છે. આને કારણે આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ પણ આ ક્ષેત્રની પરિસ્થિતિમાં સુધારો કર્યો છે."
આ પણ વાંચો: કોમેડિયન અને અભિનેતા વીર દાસની મધ્યપ્રદેશમાં 'નો એન્ટ્રી'
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે હાઇબ્રિડ માધ્યમથી બોર્ડ પરીક્ષાઓ કરાવવાનો નિર્દેશ આપવાની કહી દીધી ના