- શ્રીવાસ્તીના મહાન યોદ્ધા રાજા સુહેલદેવની 4.30 મીટર ઊંચી પ્રતિમાનો શિલાન્યાસ
- બહરાઈચમાં વિકાસના આકાંક્ષી જિલ્લામાં આરોગ્યની સુવિધાથી જીવન સરળ બનશે
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને વસંત પંચમી નિમિત્તે શુભેચ્છા પાઠવી
લખનઉઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રાવસ્તીના મહાન યોદ્ધા રાજા સુહેલદેવની 4.20 મીટર ઊંચી પ્રતિમાના નિર્માણ સહિત સ્મારકનો શિલાન્યાસ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ શિલાન્યાસ કર્યો હતો. ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહ બહરાઈચ સ્થિત કાર્યક્રમ સ્થળ ચિતોરામાં હાજર રહ્યા હતા.
બહરાઈચમાં આરોગ્ય સુવિધા મળવાથી અનેક લોકોનું જીવન સુધરશેઃ PM
વડાપ્રધાને જણાવ્યું હતું કે, બહરાઈચ જેવા વિકાસના આકાંક્ષી જિલ્લામાં આરોગ્ય સુવિધાઓ વધારવાથી અહીંના લોકોનું જીવન સરળ બનશે. આનો લાભ આસપાસના જિલ્લા શ્રાવસ્તી, બલરામપુર, સિદ્ધાર્થનગરને તો થશે જ પરંતુ નેપાળથી આવનારા દર્દીઓને પણ અહીં મદદ મળશે. દેશની 500થી વધારે રજવાડાંઓને એક કરવાનું અઘરું કામ કરનારા સરદાર પટેલ સાથે શું કરવામાં આવ્યું હતું તે દેશનું દરેક બાળક જાણે છે. આજે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી સરદાર પટેલની છે, જે આપણને પ્રેરણા આપી રહી છે.
પ્રવાસનને પ્રોત્સાહિત કરવા વિવિધ સ્મારકોનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છેઃ PM
વડાપ્રધાને દેશવાસીઓને વસંત પંચમીની શુભેચ્છા પણ પાઠવી હતી. આ સાથે જ વડાપ્રધાને જણાવ્યું હતું કે, હું પ્રાર્થના કરું છું કે, દેશવાસીઓને માતા સરસ્વતીના આશીર્વાદ મળતા રહે. મહારાજા સુહેલદેવના નામે જે મેડિકલ કોલેજ બની છે. તેનાથી લોકોને ઘણો લાભ થશે. છેલ્લા કેટલાક વર્ષોથી દેશભરમાં ઈતિહાસ, આસ્થા, આધ્યાત્મ, સંસ્કૃતિ સાથે જોડાયેલા જેટલા પણ સ્મારકોનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. તેનું સૌથી મોટું લક્ષ્ય પ્રવાસનને પ્રોત્સાહિત કરવાનો છે.
વડાપ્રધાને પોતાના સંબોધન દરમિયાન અનેક મહાનુભાવોને યાદ કર્યા હતા
વડાપ્રધાને સંબોધનમાં જણાવ્યું હતું કે, ભારતના એવા ઘણા સૈનિક છે, જેમના યોગદાનને અનેક કારણોસર માન આપવામાં નથી આવ્યું. ચૌરા-ચૌરીના વીરો સાથે જે થયું તે આપણે ભૂલી શકીશું?, મહારાજા સુહેલદેવ અને ભારતીયતાની રક્ષા માટે તેમના પ્રયાસો સાથે આ પ્રયાસ કરવામાં આવ્યો છે. આ સાથે જ વડાપ્રધાને નેતાજી સુભાષચંદ્ર બોઝ, ગોસ્વામી તુલસીદાસ સહિત અનેક મહાનુભાવોને યાદ કર્યા હતા.