ETV Bharat / bharat

ભારતના વિકાસમાં વૈજ્ઞાનિક શક્તિની ભૂમિકા મહત્વની છે : PM મોદી - બાળ સાયન્સ કોંગ્રેસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ભારતીય વિજ્ઞાન કોંગ્રેસના 108મા વાર્ષિક સત્રનું ઉદ્ઘાટન કર્યું. રાષ્ટ્રસંત તુકડોજી મહારાજ નાગપુર યુનિવર્સિટીમાં (Rashtrasant Tukdoji Maharaj Nagpur University) ISC ના 108મા વાર્ષિક સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.

PM નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 108મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસને સંબોધિત કરશે

author img

By

Published : Jan 3, 2023, 9:04 AM IST

Updated : Jan 3, 2023, 11:23 AM IST

નાગપુર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મંગળવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા ભારતીય વિજ્ઞાન કોંગ્રેસના 108મા વાર્ષિક સત્રનું ઉદ્ઘાટન કર્યું. આ અવસરે તેમણે કહ્યું હતું કે, આગામી 25 વર્ષમાં ભારત જે ઊંચાઈ પર હશે તેમાં ભારતની વૈજ્ઞાનિક શક્તિની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. વિજ્ઞાનમાં ઉત્સાહ સાથે દેશસેવા કરવાનો સંકલ્પ હોય ત્યારે પરિણામ પણ અસાધારણ આવે છે.

PM મોદી ઓનલાઈન માધ્યમથી ભાગ લેશે: વડાપ્રધાન મોદી તેમના અત્યંત વ્યસ્ત કાર્યક્રમને કારણે આ કાર્યક્રમમાં ઓનલાઈન માધ્યમથી ભાગ લેશે. વર્ષ 2004માં તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી ખરાબ હવામાનને કારણે ચંદીગઢમાં આયોજિત ઈન્ડિયન સાયન્સ કોંગ્રેસના ઉદ્ઘાટન (Indian Science Congress held in Chandigarh) સત્રમાં હાજરી આપી શક્યા ન હતા. સાર્ક સમિટમાં ભાગ લેવા માટે તેમને બીજા દિવસે ઈસ્લામાબાદ પણ જવાનું હતું. ભારતીય વિજ્ઞાન કોંગ્રેસની (Indian Science Congress) આ વર્ષની થીમ મહિલા સશક્તિકરણ સાથે ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી છે. આ વાર્ષિક કાર્યક્રમમાં, ટકાઉ વિકાસ, મહિલા સશક્તિકરણ અને આ ઉદ્દેશ્યોને પરિપૂર્ણ કરવામાં વિજ્ઞાન અને ટેકનોલોજીની ભૂમિકા પર ચર્ચા કરવામાં આવશે. એવી અપેક્ષા છે કે, મંગળવારે વિજ્ઞાન વિભાગના સચિવ પોતપોતાના ક્ષેત્રો માટે 2030ની રૂપરેખા રજૂ કરશે.

મહિલા વૈજ્ઞાનિકોના પ્રવચનો: મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યરી, કેન્દ્રીય પ્રધાનો નીતિન ગડકરી અને જિતેન્દ્ર સિંહ, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ ઈન્ડિયન સાયન્સ કોંગ્રેસના (Indian Science Congress 2023) ઉદ્ઘાટન સત્રમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. આ વર્ષની ISCની મુખ્ય થીમ મહિલા સશક્તિકરણ સાથે ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી છે. સાતત્યપૂર્ણ વિકાસના મુદ્દાઓ, મહિલા સશક્તિકરણ અને આને હાંસલ કરવામાં વિજ્ઞાન અને ટેકનોલોજીની ભૂમિકા પર આ કાર્યક્રમ દરમિયાન ચર્ચા કરવામાં આવશે. મહિલાઓને વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, ગણિત (STEM) શિક્ષણ, સંશોધનની તકો અને આર્થિક ભાગીદારી તેમજ શિક્ષણ, સંશોધન અને ઉદ્યોગના ટોચના વર્ગોમાં મહિલાઓની સંખ્યામાં વધારો કરવાના માર્ગો શોધવાના સહભાગી પ્રયાસો. વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં મહિલાઓના યોગદાનને દર્શાવવા માટે એક વિશેષ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં નામાંકિત મહિલા વૈજ્ઞાનિકોના પ્રવચનો પણ હશે.

Last Updated : Jan 3, 2023, 11:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.