ETV Bharat / bharat

PM Modi Uttarakhand Visit: વડાપ્રધાન મોદી આજે હલ્દ્વાનીમાં ઉત્તરાખંડની બીજી AIIMSનો કરશે શિલાન્યાસ - વડાપ્રધાન મોદી આજે હલ્દ્વાનીમાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Uttarakhand) બપોરે 1 વાગ્યાની આસપાસ હલ્દ્વાની પહોંચશે અને અહીં ઉત્તરાખંડમાં બીજી એઈમ્સનો શિલાન્યાસ (Foundation Stone AIIMS Uttarakhand) કરશે, આ પછી તેઓ એક વિશાળ જનસભાને પણ સંબોધિત કરશે. મુખ્યપ્રધાન ધામીએ (CM Dhami Statement) જણાવ્યું હતું કે, કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જાહેર સભામાં લગભગ એક લાખ લોકો પહોંચે તેવી શક્યતા છે.

HALDWANI UTTARAKHAND
HALDWANI UTTARAKHAND
author img

By

Published : Dec 30, 2021, 10:13 AM IST

દેહરાદૂન: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (30 ડિસેમ્બર) ઉત્તરાખંડના પ્રવાસે (PM Modi Uttarakhand) છે. અહીં તેઓ હલ્દ્વાનીમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)નો શિલાન્યાસ કરશે. ઋષિકેશ પછી ઉત્તરાખંડમાં આ બીજી AIIMS (Foundation Stone AIIMS Uttarakhand) હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે હલ્દ્વાનીમાં ચૂંટણી રેલીને પણ સંબોધિત કરશે. ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ બુધવારે જાહેર સભા સ્થળની મુલાકાત લીધી હતી અને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે તમામ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી હતી.

જાહેર સભામાં લગભગ એક લાખ લોકો પહોંચે તેવી શક્યતા

આ અવસરે મુખ્યપ્રધાન ધામીએ (CM Dhami Statement) કહ્યું કે, વડાપ્રધાનની હલ્દ્વાની મુલાકાતને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સુકતા છે. કારણ કે વડાપ્રધાન મોદીની આ મુલાકાતથી કુમાઉને લગભગ 17,500 કરોડની વિકાસ યોજનાઓની ભેટ મળવા જઈ રહી છે. વડાપ્રધાન મોદી કુમાઉમાં AIIMS સેટેલાઇટ સેન્ટર, મેડિકલ કોલેજ અને અન્ય અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાન મોદી બપોરે 1 વાગ્યાની આસપાસ હલ્દ્વાની પહોંચશે અને બપોરે 2.30 વાગ્યા સુધી અહીં રોકાશે. જ્યાં તેઓ એક વિશાળ જનસભાને પણ સંબોધિત કરશે. મુખ્યપ્રધાન ધામીએ જણાવ્યું હતું કે, કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જાહેર સભામાં લગભગ એક લાખ લોકો પહોંચે તેવી શક્યતા છે.

17 વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હલ્દ્વાનીમાં 14,127 કરોડ રૂપિયાના ખર્ચની 17 વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરવા જઈ રહ્યા છે. આ યોજનાઓ નીચે મુજબ છે.

  • 5,747 કરોડની કિંમતનો 300 મેગાવોટનો UJVNLનો લખવાર બહુહેતુક પ્રોજેક્ટ.
  • 4,002 કરોડના ખર્ચે 85.30 કિમી મુરાદાબાદ-કાશીપુર ફોર લેન રોડ પ્રોજેક્ટ.
  • 13 જિલ્લામાં જલ જીવન મિશન હેઠળ 1250 કરોડની કિંમતની 73 પાણી પુરવઠા યોજનાઓ.
  • 627 કરોડના PMGSYના સ્ટેજ IIના 133 રૂટ.
  • રૂપિયા 455 કરોડનું AIIMS સેટેલાઇટ સેન્ટર.
  • PMGSYના 450 કરોડના 151 ગુમ પુલ.
  • 455 કરોડ પિથોરાગઢ મેડિકલ કોલેજ.
  • 205 કરોડ 24 કલાક પીવાના પાણી પુરવઠા યોજના.
  • 199 કરોડના નમામિ ગંગે કાર્યક્રમ હેઠળ નવ STP.
  • 171 કરોડની કિંમતની પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બનના 1256 યુનિટ.
  • 35 કરોડના કાશીપુર સિડકુલમાં એરોમા પાર્ક.
  • નૈનીતાલ જિલ્લામાં રૂપિયા 78 કરોડની ગટર વ્યવસ્થાને મજબૂત કરવાની યોજના.
  • સિતારગંજમાં 66 કરોડનો પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીયલ પાર્ક.
  • 58 કરોડનો મડકોટાથી હલ્દ્વાની રોડ.
  • 54 કરોડ કિચ્છાથી પંતનગર રોડ રૂટ.
  • 53 કરોડ ખટીમા બાયપાસ.
  • નેપાળ સાથે 177 કરોડ એશિયન હાઇવે કનેક્ટિવિટી

આ યોજનાઓ શરૂ કરશે

  • નગીનાથી કાશીપુર સુધી 25,36 કરોડ 99 કિમી કુમાઉ- ગઢવાલ કનેક્ટિવિટી.
  • 284 કરોડ 32 કિમી ટણકપુર- પિથોરાગઢ ઓલ વેધર રોડ.
  • 267 કરોડના ટનકપુર- પિથૌરાગઢ પર બેલખેતથી ચંપાવત સુધીનો ઓલવેધર રોડ.
  • 233 કરોડનો તિલોનથી ચુરાણી સુધીનો ઓલવેધર રોડ પ્રોજેક્ટ.
  • 50 કરોડનો UJVNનો પાંચ મેગાવોટનો સુરીંગડ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ.
  • 50 કરોડના નમામિ ગંગે કાર્યક્રમ હેઠળ રામનગર- નૈનીતાલ ખાતે ગટર શુદ્ધિકરણ પ્લાન્ટ.

આ પણ વાંચો: Export of Covaxin to Countries: ભારત બાયોટેક કંપની 60થી વધુ દેશોને પહોંચાડશે કોવેક્સિન, તૈયારી શરૂ

આ પણ વાંચો: J 10C Fighter Jet Pakistan: પાકિસ્તાને ચીન પાસેથી 25 ફાઈટર જેટ ખરીદ્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.