ETV Bharat / bharat

રાજસ્થાનમાં 1300 કરોડ રૂપિયાના ખર્ચે બનશે 4 નવી મેડિકલ કૉલેજો, PM મોદીએ કર્યો શિલાન્યાસ - રાજસ્થાન ન્યુઝ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ગુરૂવારના રાજસ્થાન (Rajasthan)માં 4 નવી મેડિકલ કૉલેજોનો શિલાન્યાસ (Foundation stone laid for 4 new medical colleges) કરશે. 1300 કરોડ રૂપિયાના ખર્ચે આ મેડિકલ કૉલેજોનું નિર્માણ કરવામાં આવશે.

PM મોદીએ 1300 કરોડના ખર્ચે બનનારી 4 મેડિકલ કૉલેજોનો શિલાન્યાસ કર્યો

author img

By

Published : Sep 30, 2021, 1:09 PM IST

  • PM મોદી 4 મેડિકલ કૉલેજોનો શિલાન્યાસ કર્યો
  • દિલ્હીથી વિડીયો કૉન્ફરન્સના માધ્યમથી જોડાયા PM
  • 1300 કરોડ રૂપિયાના ખર્ચે રાજસ્થાનમાં બનશે મેડિકલ કૉલેજો

જયપુર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બરના રાજસ્થાનમાં 4 નવી મેડિકલ કૉલેજોનો શિલાન્યાસ(Foundation stone laid for 4 new medical colleges)કર્યો. 1300 કરોડ રૂપિયાના ખર્ચે આ ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજ સિરોહી (Government Medical College Sirohi), હનુમાનગઢ, બાંસવાડા તેમજ દૌસા જિલ્લા મુખ્યમથકે બની રહી છે. કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી વિડીયો કૉન્ફરન્સના માધ્યમથી જોડાયા. મુખ્ય કાર્યક્રમ ગુરૂવારની સવારે 11 વાગ્યે જયપુરના સીતાપુર સ્થિત સેન્ટ્રલ પેટ્રોકેમિકલ્સ એન્જિનિયરિંગ એન્ડ ટેકનિકલ ઇન્સ્ટિટ્યુટમાં યોજાયો. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન અશોક ગેહલોત સહિત કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન પણ હાજર રહ્યા.

1300 કરોડ રૂપિયાનો થશે ખર્ચ, 530 કરોડ રૂપિયા ખર્ચ કરશે રાજ્ય સરકાર

સિરોહી, હનુમાનગઢ, બાંસવાડા તેમજ દૌસા જિલ્લા મુખ્યમથકોએ બની રહેલી આ 4 મેડિકલ કૉલેજોમાં પ્રત્યેકનો ખર્ચ 325 કરોડ રૂપિયા છે. કેન્દ્ર તથા રાજ્ય સરકારની વચ્ચે 60:40ના રેશિયામાં ખર્ચ ઉઠાવવામાં આવશે. આ રીતે ચારેય મેડિકલ કૉલેજોના નિર્માણમાં રાજ્ય સરકાર 520 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.

મેડિકલ કૉલેજથી થશે ફાયદા

આ નવી મેડિકલ કૉલેજો શરૂ થવાથી 4 જિલ્લામાં 160 બેડ્સનો વધારો થશે. 20 નવા ઑપરેશન થિયેટરોની સુવિધા થશે. લગભગ 15 પ્રકારની વધારાની વિશેષતાઓમાં પણ વધારે થઈ શકશે. નવી મેડિકલ કૉલેજોના નિર્માણથી સિરોહી, હનુમાનગઢ, બાંસવાડા તેમજ દૌસા જિલ્લામાં સ્થાનિક સ્તર પર સામાન્ય લોકોને સારી મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકશે. મેડિકલ વિદ્યાર્થીઓને જિલ્લામાં જ પ્રેક્ટિકલ ક્લિનિકલ ટ્રેનિંગ મળી શકશે. આ કૉલેજોમાં શૈક્ષણિક ભવન, રેસિડન્ટ, નર્સેસ તેમજ ઇન્ટર્ન હૉસ્ટેલ, આચાર્યનું નિવાસસ્થાન, શિક્ષકોનું નિવાસસ્થાન અને રમતગમતનું મેદાન બનાવવામાં આવશે.

મુખ્યપ્રધાન અશોક ગેહલોત પણ હાજર રહ્યા

જયપુરમાં મુખ્ય કાર્યક્રમમાં મુખ્યપ્રધાન અશોક ગેહલોત ઉપરાંત કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયા, તબીબી પ્રધાન ડૉ. રઘુ શર્મા, કેન્દ્રીય રસાયણ તેમજ ખાતર રાજ્ય પ્રધાન ભગવંત ખુબા, કેન્દ્રીય સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ રાજ્ય પ્રધાનડૉ. ભારતી પ્રવીણ પવાર પણ હાજર રહેશે. જયપુર સાંસદ રામચરણ બોહરા, બગરૂના ધારાસભ્ય ગંગાદેવી, જયપુર ગ્રેટર મેયર શીલ ધાબાઈ પણ ઉપસ્થિત રહ્યા.

દૌસામાં શિલાન્યાસ કાર્યક્રમ

દૌસામાં શિલાન્યાસ કાર્યક્રમમાં ઉદ્યોગ પ્રધાન પરસાદી લાલ મીણા, સાંસદ કિરોડીલાલ મીણા, રામકુમાર વર્મા, જસકૌર મીણા, ધારાસભ્ય મુરારી લાલ મીણા તેમજ અન્ય જનપ્રતિનિધિ સામેલ થશે. સિરોહીમાં ખનન પ્રધાન પ્રમોદ જૈન ભાયા, સાંસદ નીરજ ડાંગી, દેવજી પટેલ, ધારાસભ્ય સંયમ લોઢા, હનુમાનગઢમાં ઉચ્ચ શિક્ષણ રાજ્ય મંત્રી ભંવર સિંહ ભાટી, સાંસદ નિહાલચંદ, ધારાસભ્ય વિનોદ કુાર અને બાંસવાડામાં જનજાતિ ક્ષેત્રીય વિકાસ રાજ્યપ્રધાન અર્જુન સિંહ બામણિયા, સાંસદ કનકમલ કટારા તેમજ અન્ય જનપ્રતિનિધિ સામેલ થશે.

આ પણ વાંચો: પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા દ્વારા વિપક્ષી દળો પર પ્રહારનો આપ્યો મંત્ર

આ પણ વાંચો: સચિન વાઝેએ હાર્ટ સર્જરી બાદ સાજા થવા હાઉસ કસ્ટડીમાં રહેવાની પરવાનગી માગી હતી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.