- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઈન્ફિનિટી ફોરમનું કરશે ઉદ્ઘાટન
- વડાપ્રધાન વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરશે ઉદ્ઘાટન
- નાણાકીય ટેક્નોલોજી (ફિનટેક) પર કરાશે ઉદ્ઘાટન
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી નાણાકીય ટેક્નોલોજી (ફિનટેક) પર 'થોટ લિડરશિપ ફોરમ' ઈન્ફિનિટી ફોરમનું ઉદ્ઘાટન (Inauguration of 'Infinity Forum') કરશે.
આ પણ વાંચો- CM Bhupendra Patel Visit Gift City : વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટની મુખ્યપ્રધાને સમીક્ષા બેઠક યોજી
3 અને 4 ડિસેમ્બરે યોજાશે કાર્યક્રમ
વડાપ્રધાન કાર્યાલયે (PMO) આ અંગે જાણકારી આપી હતી કે, આ કાર્યક્રમનું આયોજન ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર ઓથોરિટી (International Financial Services Center Authority - IFSCA) દ્વારા ભારત સરકારના સિદ્ધાંતોમાં ગિફ્ટી સિટી અને બ્લૂમબર્ગના સહયોગથી 3 અને 4 ડિસેમ્બરે કરવામાં આવશે. ફોરમની પહેલી આવૃત્તિમાં ઈન્ડોનેશિયા, દક્ષિણ આફ્રિકા અને બ્રિટન ભાગીદાર દેશ છે. આ ફોરમ નીતિ, વેપાર અને ટેક્નોલોજીમાં વિશ્વના અગ્રણી લોકોને એક સાથે લાવશે. ફોરમમાં આ વાત પર ચર્ચા થશે કે, કયા સમાવેશી વૃદ્ધિ અને મોટા પાયે માનવતાની સેવા માટે ફિનટેક ઉદ્યોગ દ્વારા ટેક્નોલોજી પર નવીનતાનો લાભ ઉઠાવી શકાય છે.
ફોરમનો એજન્ડા બિયોન્ડ વિષય પર કેન્દ્રિત હશે
PMOએ કહ્યું હતું કે, ફોરમનો એજન્ડા 'બિયોન્ડ' (Beyond')ના વિષય પર કેન્દ્રિત (Infinity Forum's agenda focuses on the topic of 'Beyond') હશે. ફોરમમાં 70થી વધુ દેશોના પ્રતિનિધિ (participation from over 70 countries) સામેલ થશે. આમાં મુખ્ય વક્તાઓમાં મલેશિયા અને ઈન્ડોનેશિયાના નાણા પ્રધાનો ઉપરાંત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી (Reliance Industries Mukesh Ambani), સોફ્ટ બેન્ક સમૂહના ચેરમેન અને C.E.O. માસાયોશી સન, આઈબીએમ કોર્પોરેશનના ચેરમેન અને C.E.O. અરવિંદ કૃષ્ણ (IBM Corporation Arvind Krishna) અને કોટક મહિન્દ્રા બેન્કના મેનેજિંગ ડિરેક્ટર તેમ જ C.E.O. ઉદય કોટક (CEO Kotak Mahindra Bank Limited Uday Kotak) સામેલ છે.
આ પણ વાંચો- cyclone jawad 2021 : ઓડિશા અને આંધ્રમાં ચક્રવાત અંગે વડાપ્રધાન મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠકમાં સમીક્ષા કરી
IFSCA અંગે જાણો
PMOએ એક નિવેદનમાં કહ્યું હતું કે, આ વર્ષે ફોરમમાં નીતિ આયોગ, ઈન્વેસ્ટ ઈન્ડિયા, ફિક્કી અને નેસકોમ કેટલાક પ્રમુખ ભાગીદાર છે. IFSCAનું મુખ્યમથક ગુજરાતમાં ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં છે. આની સ્થાપના ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર ઓથોરિટી એક્ટ, 2019 (International Financial Services Center Authority Act, 2019) અંતર્ગત કરવામાં આવી છે. આ સંસ્થા ભારતમાં નાણાકીય ઉત્પાદનો, નાણાકીય સેવાઓ અને નાણાકીય સંસ્થાઓના નિયમ તથા વિકાસ માટે એક એકીકૃત અધિકાર તરીકે કામ કરે છે. આ સમયે ગિફ્ટી-IFSC ભારતમાં પહેલું ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર (International Financial Services Center0- IFSC)છે.