- વડાપ્રધાને રદ્દ કરી ચૂંટણી સભા
- કોવિડની સ્થિતિ અંગે યોજશે બેઠક
- ટ્વિટ કરીને આપી માહિતી
નવી દિલ્હી: શુક્રવારે નરેન્દ્ર મોદી કોવિડની પરિસ્થિતિ અંગે વિવિધ બેઠકો યોજશે. જેમાં એક તેઓ રાજ્યોના મુખ્યપ્રધાન સાથે યોજશે જેમાં તેઓ કોવિડ - 19ની સ્થિતિ અંગે માહિતી મેળવશે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ બેઠકમાં તેઓ સવારે 9 વાગ્યાથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યોના મુખ્ય પ્રધાન સાથે જોડાશે 12.30 વાગ્યા આસપાસ તેઓ દેશના ઑક્સિજન મેન્યુફેક્ચર કંપનીઓ સાથે ચર્ચા કરશે.
વધુ વાંચો: અત્યાર સુધી પૂર્વ મધ્ય રેલવેના 2300 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા
અગાઉ શુક્રવારે વડાપ્રધાન, પશ્ચિમ બંગાળમાં 26 અને 29 એપ્રિલે યોજાનારા વિધાનસભાના મતદાન માટે ચૂંટણી પ્રચાર કરવાના હતાં. જો કે વડાપ્રધાને ટ્વિટ કરીને જણાવ્યું હતું કે આવતીકાલે તેઓ કોવિડની પરિસ્થિતિ અંગે બેઠક યોજી રહ્યાં છે આથી તેઓ પશ્ચિમ બંગાળનો પ્રવાસ રદ્દ કરી રહ્યાં છે. વડાપ્રધાનની આ રેલીમાં પ્રોટોકોલ અંતર્ગત માત્ર 500 લોકોને હાજરી આપવાની પરવાનગી આપવામાં આવી હતી
વધુ વાંચો: સંભાવના છે કે કૉવિડ-૧૯ના કેસો વધવાનું ચાલુ રહેશે, તેમ વાઇરૉલૉજિસ્ટ ગગનદીપ કાંગ કહે છે