ETV Bharat / bharat

PM Modi visit to Pune : PM મોદી આજે પુણેમાં કરશે મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન

author img

By

Published : Mar 5, 2022, 7:16 PM IST

Updated : Mar 6, 2022, 9:02 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પુણેમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન(Inauguration of Metro Rail Project) કરશે. આ સિવાય તેઓ અન્ય અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન (Inauguration of project) કરવાની સાથે શિલાન્યાસ પણ કરશે.

PM Modi visit to Pune
PM Modi visit to Pune

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પુણેના લોકોને મેટ્રો રેલની ભેટ(Inauguration of Metro Rail Project) આપવા જઈ રહ્યા છે. વડા પ્રધાન કાર્યાલય દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ, વડાપ્રધાન 6 માર્ચે મહારાષ્ટ્રના પૂણેની મુલાકાત(PM Modi on a visit to Pune) લેશે. પુણેમાં મેટ્રો રેલ પ્રોજેક્ટના ઉદ્ઘાટનની(Inauguration of project) સાથે, પીએમ મોદી વિકાસ સંબંધિત અન્ય ઘણી યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. વડાપ્રધાન છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ પણ કરશે અને પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન પરિસરમાં આરકે લક્ષ્મણ આર્ટ ગેલેરી-મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત, પૂણેની તેમની મુલાકાત દરમિયાન, વડા પ્રધાન સિમ્બાયોસિસ યુનિવર્સિટીની સુવર્ણ જયંતિ ઉજવણીનું પણ ઉદ્ઘાટન કરશે.

આ પણ વાંચો : PM in Varanasi : વારાણસીમાં પીએમ મોદીનો રોડ શો, મુસ્લિમો પણ રેલીમાં થયા સામેલ

પ્રોજેક્ટ પર કામ 2016 માં શરૂ થયું હતું

વડાપ્રધાન સવારે 11 વાગે પૂણે મ્યુનિસિપલ કોર્પોરેશન પરિસરમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરશે. આ મૂર્તિ 1850 કિલોની બંદૂકની ધાતુથી બનેલી છે અને તેની ઊંચાઈ લગભગ 9.5 ફૂટ છે. સવારે 11.30 વાગ્યાની આસપાસ વડાપ્રધાન પૂણે મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ પુણેમાં શહેરી ગતિશીલતા માટે વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓ પ્રદાન કરવાનો પ્રયાસ છે. આ પ્રોજેક્ટનો શિલાન્યાસ વડાપ્રધાન મોદીએ 24 ડિસેમ્બર 2016ના રોજ કર્યો હતો. વડાપ્રધાન કુલ 32.2 કિમી પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટના 12 કિમીના પટનું ઉદ્ઘાટન કરશે. આ સમગ્ર પ્રોજેક્ટ કુલ રૂપિયા 11,400 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. તેઓ મેટ્રો સ્ટેશન ખાતે પ્રદર્શનનું ઉદ્ઘાટન અને નિરીક્ષણ પણ કરશે અને ત્યાંથી આનંદનગર મેટ્રો સ્ટેશન સુધી મેટ્રો રાઈડ પણ કરશે.

મુલા-મુથા નદીના પ્રોજેક્ટના કાયાકલ્પ માટે શિલાન્યાસ પણ કરશે

બપોરે લગભગ 12 વાગે વડાપ્રધાન અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે અને તેનું ઉદ્ઘાટન કરશે. તેઓ મુલા-મુથા નદીના પ્રોજેક્ટના કાયાકલ્પ અને પ્રદૂષણ ઘટાડવા માટે શિલાન્યાસ પણ કરશે. રૂપિયા 1080 કરોડથી વધુના ખર્ચના આ પ્રોજેક્ટ સાથે, નદીના નવ કિલોમીટરના પટને પુનઃજીવિત કરવામાં આવશે. આમાં નદીના કાંઠાની સુરક્ષા, ઈન્ટરસેપ્ટર સીવેજ નેટવર્ક, જાહેર સુવિધાઓ, નૌકાવિહાર પ્રવૃત્તિઓ વગેરે જેવા ઘણા કાર્યોનો સમાવેશ થશે. મુલા-મુથા નદી પ્રદૂષણ નિવારણ પ્રોજેક્ટ રૂપિયા 1470 કરોડથી વધુના ખર્ચે એક શહેર એક ઓપરેટરના ખ્યાલ પર અમલમાં આવશે. પ્રોજેક્ટ હેઠળ કુલ 11 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે, જેની કુલ ક્ષમતા લગભગ 400 MLD હશે.

આ પણ વાંચો : PM Modi Rajasthan Visit: PM મોદી 7 માર્ચે રાજસ્થાનના પ્રવાસે, 'ઓપરેશન વાયુશક્તિ' કાર્યક્રમમાં થશે સામેલ

100 ઈ-બસ અને ઈ-બસ ડેપો શરૂ કરવામાં આવશે

પૂણેની તેમની મુલાકાત દરમિયાન, વડાપ્રધાન બાનેરમાં બનેલ 100 ઈ-બસ અને ઈ-બસ ડેપોનું પણ ઉદ્ઘાટન કરશે. આ સાથે તેઓ પુણેના બાલેવાડીમાં બનેલ આરકે લક્ષ્મણ આર્ટ ગેલેરી-મ્યુઝિયમનું પણ ઉદ્ઘાટન કરશે. મ્યુઝિયમનું મુખ્ય આકર્ષણ માલગુડી ગામ પર આધારિત લઘુચિત્ર મોડેલ છે જેને ઑડિયો-વિઝ્યુઅલ ઇફેક્ટ્સ દ્વારા જીવંત કરવામાં આવશે. મ્યુઝિયમમાં કાર્ટૂનિસ્ટ આરકે લક્ષ્મણ દ્વારા બનાવેલા કાર્ટૂન પ્રદર્શિત કરવામાં આવશે. આ પછી, લગભગ 1.45 વાગ્યે, વડા પ્રધાન સિમ્બાયોસિસ યુનિવર્સિટીની સુવર્ણ જયંતિ ઉજવણીનો પણ પ્રારંભ કરશે.

Last Updated : Mar 6, 2022, 9:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.