- ડિજિટલ યુગે રાજનીતિ, અર્થતંત્ર અને સમાજને નવી વ્યાખ્યા આપી
- 17 થી 19 નવેમ્બર દરમિયાન સિડની ડાયલોગનું આયોજન કરાયું
- ઈવેન્ટનો ઉદ્દેશ્ય રાજકીય, વ્યાપારી અને સરકારી નેતાઓને એકસાથે લાવવાનો છે
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ગુરૂવારે સવારે ઓસ્ટ્રેલિયા દ્વારા આયોજિત 'સિડની ડાયલોગ'ને (Sydney Dialogue) સંબોધિત કર્યું હતું. અને જેમાં ભારતમાં ટેક્નોલોજીના (Technology in India) ઉદભવ અને ક્રાંતિ (Indian Revolution) અંગે તેમના વિચારો રજૂ કર્યા હતાં.
ડિજિટલ યુગે રાજનીતિ, અર્થતંત્ર અને સમાજને નવી વ્યાખ્યા આપી
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ડિજિટલ યુગે રાજનીતિ, અર્થતંત્ર અને સમાજને નવી વ્યાખ્યા આપી છે. તેનાથી પ્રગતિ અને સમૃદ્ધિની નવી તકો પણ ઊભી થઈ છે. આ પ્રસંગે, વડાપ્રધાને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને આ ક્ષેત્ર અને વિશ્વ માટે કલ્યાણકારી શક્તિ તરીકે ગણાવી હતી. ડિજિટલ યુગમાં ડેટાને સૌથી મહત્વની બાબત ગણાવતા તેમણે કહ્યું કે, ભારતમાં અમે ડેટા સુરક્ષા, ગોપનીયતા અને સુરક્ષા માટે મજબૂત માળખું બનાવ્યું છે. તે જ સમયે અમે લોકો માટે સશક્તિકરણના સ્ત્રોત તરીકે તેનો ઉપયોગ કરી રહ્યા છીએ.
ટેક્નોલોજીના ઉદભવ અને ક્રાંતિ અંગે થશે ચર્ચા
વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, 'વડાપ્રધાન મોદી 18 નવેમ્બરે સવારે 9 વાગે સિડની ડાયલોગને સંબોધિત કરશે. આ દરમિયાન, તેઓ ટેક્નોલોજીના ઉદભવ અને ભારતની ક્રાંતિ (Indian Revolution) વિષય પર પોતાના મંતવ્યો આપશે. આ ઇવેન્ટમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન અને જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પણ સંબોધન કરશે. 17 થી 19 નવેમ્બર દરમિયાન સિડની ડાયલોગનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટ ઓસ્ટ્રેલિયન સ્ટ્રેટેજિક એન્ડ પોલિસી ઇન્સ્ટિટ્યૂટની પહેલ છે.
PMO દ્વારા આપવામાં આવી માહિતી
PMO અનુસાર, આ ઈવેન્ટનો ઉદ્દેશ્ય રાજકીય, વ્યાપારી અને સરકારી નેતાઓને એકસાથે લાવવા, નવા વિચારો લાવવા અને ઉભરતી અને મહત્વપૂર્ણ ટેક્નોલોજીથી ઉદ્ભવતા પડકારો અને તકોને ધ્યાનમાં રાખીને સામાન્ય સર્વસંમતિ બનાવવા માટે કામ કરવાનો છે.
આ પણ વાંચો: