- બીજા ખેલો ઈન્ડિયા નેશનલ વિન્ટર ગેમ્સના ઉદ્ઘાટન સત્રમાં PM મોદીનું સંબોધન
- રમતોનું આયોજન 26 ફેબ્રુઆરીથી 2 માર્ચ દરમિયાન કરવામાં આવશે
- આ રમતમાં 27 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને બોર્ડની ટીમો ભાગ લેશે
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બીજા ખેલો ઈન્ડિયા નેશનલ વિન્ટર ગેમ્સના ઉદ્ઘાટન સત્રને સંબોધન કરશે. વડાપ્રધાન કચેરીએ આ માહિતી આપી હતી. વડાપ્રધાન વીડિયો કોન્ફરન્સ દ્વારા આ કાર્યક્રમમાં ભાગ લેશે. આ રમતોનું આયોજન 26 ફેબ્રુઆરીથી 2 માર્ચ દરમિયાન જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં કરવામાં આવી રહ્યું છે. આ રમતોનું આયોજન જમ્મુ-કાશ્મીર સ્પોર્ટ્સ કાઉન્સિલ અને જમ્મુ-કાશ્મીર વિન્ટર સ્પોર્ટ્સ એસોસિએશનના સહયોગથી કેન્દ્રીય યુવા બાબતો અને ખેલ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે.
27 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને બોર્ડની ટીમો સામેલ થશે
27 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને બોર્ડ દ્વારા તેમની ટીમોને આ રમતોમાં ભાગ લેવા મોકલવામાં આવી છે. PMO અનુસાર, રમત-ગમતની પ્રવૃત્તિઓમાં અલ્પાઇન સ્કીઇંગ, નોર્ડિક સ્કી, સ્નોબોર્ડિંગ, સ્કી પર્વતારોહણ, આઇસ હોકી, આઇસ સ્કેટિંગ, આઇસ સ્ટોક વગેરેનો સમાવેશ થશે.