નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) બુધવારે હંગેરિયન સમકક્ષ વિક્ટર ઓર્બન સાથે યુક્રેનની નવીનતમ પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી, જે દરમિયાન બંને નેતાઓએ યુદ્ધગ્રસ્ત દેશમાં તાત્કાલિક યુદ્ધવિરામની (Immediate ceasefire) કરવા અને વાતચીત અને કૂટનિતીના માર્ગ પર પાછા ફરવાની માંગ કરી હતી. વડાપ્રધાન કાર્યાલયમાં ચાલતા એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી હતી.
યુક્રેન-હંગેરી સરહદ પરથી 6000 થી વધુ ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં હંગેરીની મદદ
પીએમ ઓફિસ માંથી કહ્યું કે' વાતચીત દરમિયાન મોદીએ યુક્રેન-હંગેરી સરહદ પરથી 6000 થી વધુ ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં મદદ કરવા બદલ વડા પ્રધાન ઓર્બન અને હંગેરિયન સરકારનો આભાર માન્યો હતો. પીએમઓ અનુસાર, વડા પ્રધાન ઓર્બને યુક્રેનમાંથી બહાર કાઢવામાં આવેલા ભારતીય તબીબી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે જો તેઓ ઈચ્છે તો હંગેરીમાં તેમનો અભ્યાસ પૂર્ણ કરી શકે છે. મોદીએ આ પ્રસ્તાવ માટે ઓર્બનનો આભાર માન્યો હતો.
યુક્રેનમાં સર્જાયેલી પરિસ્થિતિ પર સતત સંપર્કમાં રહેવા અને સંઘર્ષને સમાપ્ત કરવાના પ્રયાસો
પીએમઓએ જણાવ્યું હતું કે બંને નેતાઓ યુક્રેનમાં સર્જાયેલી પરિસ્થિતિ પર સતત સંપર્કમાં રહેવા અને સંઘર્ષને સમાપ્ત કરવાના તેમના પ્રયાસો ચાલુ રાખવા માટે સંમત થયા હતા.