ETV Bharat / bharat

ભારત 2030 સુધીમાં કાર્બન ઉત્સર્જનમાં અંદાજિત એક અબજ ટનનો ઘટાડો કરશે : વડાપ્રધાન મોદી

વડાપ્રધાન કહ્યું કે, સમગ્ર વિશ્વ સ્વીકારે છે કે ભારત વિશ્વની એકમાત્ર મોટી અર્થવ્યવસ્થા(Economy) છે જે તેની પેરિસ પ્રતિબદ્ધતાનું 'અક્ષર અને ભાવનાથી' પાલન કરી રહી છે. અમે દરેક રીતે અમારા શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છીએ.

PM મોદીએ 2070 સુધીમાં નેટ શૂન્ય ઉત્સર્જન હાંસલ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો

author img

By

Published : Nov 2, 2021, 8:26 AM IST

  • ભારત વર્ષ 2070માં કુલ શૂન્ય ઉત્સર્જનનું લક્ષ્ય હાંસલ કરશેઃ મોદી
  • ભારત વિશ્વની 17 ટકા વસ્તી ધરાવે છે, પરંતુ કાર્બન ઉત્સર્જનમાં માત્ર પાંચ ટકા ફાળો આપે
  • ભારત એકમાત્ર એવો દેશ જળવાયુ પરિવર્તનને રોકવા માટે 'તેની ભાવના' સાથે 'શાબ્દિક રીતે' કામ કરી રહ્યું

ગ્લાસગોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ સોમવારે એક બોલ્ડ જાહેરાત કરી હતી કે, ભારત વર્ષ 2070માં કુલ શૂન્ય ઉત્સર્જન(Zero emissions)નું લક્ષ્ય હાંસલ કરશે. આ સાથે, તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારત એકમાત્ર એવો દેશ છે જે પેરિસ કરાર હેઠળ જળવાયુ પરિવર્તન(Climate change)ને રોકવા માટે 'તેની ભાવના' સાથે 'શાબ્દિક રીતે' કામ કરી રહ્યું છે.

ભારત ક્લાઈમેટ ચેન્જને રોકવા માટે સખત મહેનત કરી રહ્યું છેઃ મોદી

યુકેના ગ્લાસગોમાં યુએન સીઓપી 26 હેડ ઓફ સ્ટેટ એન્ડ ગવર્નમેન્ટ કોન્ફરન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા મોદીએ કહ્યું કે, ભારત ક્લાઈમેટ ચેન્જને રોકવા માટે સખત મહેનત કરી રહ્યું છે અને તેના પરિણામો બતાવશે. ભારત તેની નીતિઓના કેન્દ્રમાં આબોહવા પરિવર્તનને રાખે છે અને ભાર મૂક્યો હતો કે શાળાના અભ્યાસક્રમમાં આબોહવા અનુકૂલન નીતિઓનો સમાવેશ થવો જોઈએ જેથી આવનારી પેઢી આ સમસ્યાઓથી વાકેફ હોય. કોન્ફરન્સમાં રાષ્ટ્રીય સ્ટેન્ડ વિશે માહિતી આપતા, મોદીએ 2070 સુધીમાં શૂન્ય ઉત્સર્જનનું લક્ષ્ય હાંસલ કરવા સહિત જળવાયુ પરિવર્તન સામે લડવા માટે ભારતની પાંચ પ્રતિબદ્ધતાઓની યાદી આપી હતી.

નેશનલ કમિટેડ કોન્ટ્રીબ્યુશન (NDC) હેઠળ બિન-અશ્મિભૂત ઇંધણ ઊર્જા ક્ષમતાને 450 GWથી 500 GW સુધી વધારવાની જાહેરાત કરી. મોદીએ કહ્યું કે, ભારત 2030 સુધીમાં 500 ગીગાવોટ બિન-અશ્મિભૂત ઇંધણ ક્ષમતા હાંસલ કરશે. ભારત 2030 સુધીમાં તેની ઊર્જાની જરૂરિયાતના 50 ટકા રિન્યુએબલ એનર્જીમાંથી મેળવશે. ભારત હવેથી 2030 વચ્ચે અંદાજિત કાર્બન ઉત્સર્જનમાં એક અબજ ટનનો ઘટાડો કરશે. ભારત કાર્બનની તીવ્રતામાં 45 ટકાનો ઘટાડો કરશે અને 2070 સુધીમાં શૂન્ય ઉત્સર્જનનું લક્ષ્ય હાંસલ કરશે.

વડાપ્રધાનએ પર્યાવરણને અનુકૂળ જીવનશૈલીને વૈશ્વિક મિશન બનાવવાનું આહ્વાન કર્યું

વડાપ્રધાન કહ્યું આ પાંચ ઠરાવો ક્લાઈમેટ એક્શનમાં ભારતનું અભૂતપૂર્વ યોગદાન હશે. જીવનશૈલી(Lifestyle)માં પરિવર્તન લાવવાનું આહ્વાન કરતાં કહ્યું કે, પર્યાવરણની દૃષ્ટિએ સંવેદનશીલ જીવનશૈલી એ આબોહવા પરિવર્તનને રોકવા માટે લાંબા ગાળાનો ઉકેલ હોઈ શકે છે. વડાપ્રધાનએ પર્યાવરણને અનુકૂળ જીવનશૈલીને વૈશ્વિક મિશન બનાવવાનું આહ્વાન કર્યું હતું. મોદીએ કહ્યું, જરૂરી છે કે આપણે બધા સાથે મળીને સામૂહિક ભાગીદારી કરીએ અને એક ચળવળ તરીકે 'ઇકો-ફ્રેન્ડલી લાઇફસ્ટાઇલ' સાથે આગળ વધીએ. તે પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ જીવનશૈલી માટે એક જન ચળવળ બની શકે છે. વિનાશક રીતે વિચારવા અને વપરાશ કરવાને બદલે, આપણે તેનો વિચારપૂર્વક અને નિશ્ચયપૂર્વક ઉપયોગ કરવો પડશે. આ ચળવળ આપણને એવા ધ્યેયો હાંસલ કરવામાં મદદ કરી શકે છે જે મત્સ્યઉદ્યોગ, કૃષિ, આરોગ્ય, ખાદ્યપદાર્થોની પસંદગી, પેકેજિંગ, પ્રવાસન, કાપડ, જળ વ્યવસ્થાપન અને ઊર્જા જેવા વિવિધ ક્ષેત્રોમાં ક્રાંતિ લાવશે.

મોદીએ પુનરોચ્ચાર કર્યો કે, વિકસિત દેશોએ આબોહવા ધિરાણ માટે એક હજાર અબજ ડોલર આપવાના વચનને પૂર્ણ કરવું જોઈએ. જે રીતે ક્લાઈમેટ મિટિગેશન કરવામાં આવે છે તે જ રીતે તેનું નિરીક્ષણ કરવું જોઈએ. ભારત ઉમ્મીદ રાખે છે કે વિકસિત દેશો આબોહવા ધિરાણ માટે વહેલામાં વહેલી તકે એક હજાર અબજ ડૉલર આપશે. જેમ આપણે આબોહવા શમન પર નજર રાખીએ છીએ, તે જ રીતે આપણે આબોહવા ધિરાણનું નિરીક્ષણ કરવું જોઈએ. ખરેખર ન્યાય ત્યારે જ મળશે જ્યારે એવા દેશો પર દબાણ લાવવામાં આવશે જેઓ તેમના આબોહવા ધિરાણના વચનો પૂરા નથી કરી રહ્યા.

ભારત આબોહવા મુદ્દે હિંમત અને મહત્વાકાંક્ષા સાથે આગળ વધી રહ્યું છે

મોદીએ કહ્યું કે ભારત આબોહવા મુદ્દે હિંમત અને મહત્વાકાંક્ષા સાથે આગળ વધી રહ્યું છે અને અન્ય વિકાસશીલ દેશોની પીડાને સમજે છે. ભારત અન્ય વિકાસશીલ દેશોની પીડાને સમજે છે અને શેર કરે છે અને તેમની આશાઓ અંગે સતત અવાજ ઉઠાવે છે. ઘણા વિકાસશીલ દેશો માટે આબોહવા પરિવર્તન એક મોટી સમસ્યા છે. આ તેમાંના ઘણાના અસ્તિત્વને ધમકી આપે છે. આજે આપણે વિશ્વને બચાવવા માટે મોટા પગલા ભરવાની જરૂર છે. આ સમયની જરૂરિયાત છે.

આ ઉપરાંત કહ્યું કે ભારત વિશ્વની 17 ટકા વસ્તી ધરાવે છે, પરંતુ કાર્બન ઉત્સર્જનમાં માત્ર પાંચ ટકા ફાળો આપે છે. વડાપ્રધાને વિશ્વ નેતાઓને ફાળવેલ સમય કરતાં 10 મિનિટ વધુ ભાષણ આપ્યું અને સ્પીકરને ખેદ વ્યક્ત કર્યો, પરંતુ કહ્યું કે તે ભારતની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

આ પણ વાંચોઃ પછાત દેશોને મળે મદદ - ગ્લાસગોમાં આયોજિત COP26 સંમેલનમાં બોલ્યા PM મોદી

આ પણ વાંચોઃ રાકેશ ટિકૈતે સરકારને આપ્યું અલ્ટીમેટમ, 26 નવેમ્બર સુધી માંગો ન માની તો દિલ્હીને ઘેરશે ખેડૂતો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.