ETV Bharat / bharat

બેંકોએ પાર્ટનરશિપનું મોડલ અપનાવવું પડશે, ભારતમાં રોકાણ કરવાનો આ સૌથી સારો સમય - PM મોદી

'અવિરત ક્રેડિટ ફ્લો અને આર્થિક વિકાસ માટે તાલમેલ બનાવવા'(Creating synergies for seamless credit flow and economic growth) પર સંમેલનને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime minister narendra modi)એ કહ્યું કે, સરકારે છેલ્લા 6-7 વર્ષોમાં બેંકિંગ સેક્ટર (Banking sector)માં જે સુધારા કર્યા, બેંકિંગ સેક્ટરનો દરેક રીતે સપોર્ટ કર્યો તેના કારણે આજે દેશનું બેંકિંગ સેક્ટર મજબૂત સ્થિતિમાં છે.

બેંકોએ પાર્ટનરશિપનું મોડલ અપનાવવું પડશે, ભારતમાં રોકાણ કરવાનો આ સૌથી સારો સમય - PM મોદી
બેંકોએ પાર્ટનરશિપનું મોડલ અપનાવવું પડશે, ભારતમાં રોકાણ કરવાનો આ સૌથી સારો સમય - PM મોદી
author img

By

Published : Nov 18, 2021, 3:32 PM IST

  • 6-7 વર્ષોમાં બેંકિંગ સેક્ટરમાં કરેલા સુધારાના સારા પરિણામ
  • દેશનું બેંકિંગ સેક્ટર આજે મજબૂત સ્થિતિમાં હોવાનો પીએમ મોદીનો દાવો
  • બેંકો ભારતને આત્મનિર્ભર બનાવવામાં મોટી ભૂમિકા નીભાવી શકે છે: PM મોદી

નવી દિલ્હી: સરકારે છેલ્લા 6-7 વર્ષોમાં બેંકિંગ સેક્ટર (Banking sector)માં જે સુધારા કર્યા, બેંકિંગ સેક્ટરનો દરેક રીતે સપોર્ટ કર્યો, તેના કારણે આજે દેશનું બેંકિંગ સેક્ટર ઘણી જ મજબૂત સ્થિતિમાં છે. આ વાતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ 'અવિરત ક્રેડિટ ફ્લો અને આર્થિક વિકાસ માટે તાલમેલ બનાવવા' (Creating synergies for seamless credit flow and economic growth) પર યોજાયેલા સંમેલનને સંબોધિત કરતા કહી.

આ તબક્કો ભારતના બેંકિંગ સેક્ટરનો એક મોટો માઇલસ્ટોન

તેમણે જણાવ્યું કે, અમે IBC જેવા રિફોર્મ્સ (Reforms) લાવ્યા, અનેક કાયદાઓમાં સુધારો કર્યો, દેવા વસૂલાત ટ્રબ્યુનલ (Debt recovery tribunal)ને મજબૂત કર્યું. કોરોનાકાળમાં એક સમર્પિત સ્ટ્રેસ્ડ વર્ટિકલ (Stressed vertical)નું ગઠન પણ કરવામાં આવ્યું. પીએમ મોદીએ કહ્યું કે, આજે ભારતની બેંકો (Indian Banks)ની તાકાત એટલી વધી ચૂકી છે કે તે દેશની ઇકોનોમી (Indian Economy)ને નવી ઊર્જા આપવામાં, ભારતને આત્મનિર્ભર (Self Reliant India) બનાવવામાં ઘણી મોટી ભૂમિકા નીભાવી શકે છે. હું આ તબક્કાને ભારતના બેકિંગ સેક્ટરનો એક મોટો માઇલસ્ટોન (Indian Banking Milestone) માનું છું.

બેંકોએ પાર્ટનરશિપનું મોડલ અપનાવવું પડશે

પીએમે કહ્યું કે, તમે સ્વીકૃતિ આપનારા અને સામેવાળા અરજદાર, તમે દાતા છો અને સામેવાળું માંગનાર, આ ભાવનાને છોડીને હવે બેંકોએ પાર્ટનરશિપનું મોડલ (partnership model) અપનાવવું પડશે. તેમણે કહ્યું કે, તમે તમામ PLI સ્કીમ વિશે જાણો છો. આમાં સરકાર પણ કંઇક આવું જ કરી રહી છે. જે ભારતના મેન્યુફેક્ચર્સ છે, તે પોતાની ક્ષમતા અનેક ઘણી વધારે, ખુદને ગ્લોબલ કંપનીમાં બદલે, તે માટે સરકાર તેમને પ્રોડક્શન પર ઇન્સેટિવ આપી રહી છે.

ભારતની આકાંક્ષાઓને મજબૂત કરવાનો સૌથી સારો સમય

તેમણે કહ્યું કે, છેલ્લા કેટલાક સમયમાં દેશમાં જે મોટા-મોટા પરિવર્તન થયા છે, જે યોજનાઓ લાગુ થઈ છે, તેનાથી જે દેશમાં ડેટાનો મોટો પૂલ તૈયાર થયો છે, તેનો લાભ બેકિંગ સેક્ટરે જરૂર ઉઠાવવો જોઇએ. પીએમ મોદીએ કહ્યું કે, આજે કૉર્પોરેટ્સ અને સ્ટાર્ટ અપ જે સ્કેલ પર આગળ વધી રહ્યા છે, તે અભૂતપૂર્વ છે. આવામાં ભારતની આકાંક્ષાઓને મજબૂત કરવાનો, ફંડ કરવાનો, તેમાં ઇન્વેસ્ટ કરવાનો આનાથી વધારે સારો સમય શું હોઇ શકે છે.

આ પણ વાંચો: રાજ્યમાં કમોસમી વરસાદના કારણે મગફળી ખરીદી બે દિવસ બંધ રખાશે

આ પણ વાંચો: સુરતમાં યોજાનાર 75માં દીક્ષા મહોત્સવમાં સચિન તેંડુલકર રહી શકે છે હાજર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.