ETV Bharat / bharat

PM Modi rallies cancelled: "અપને સીએમ કો થેંક્સ કહના, કી મેં ભટિંડા એરપોર્ટ તક ઝિંદા લોટ પાયા"

ભટિંડા એરપોર્ટના અધિકારીઓએ ANIને જણાવ્યું કે PM મોદીએ ભટિંડા એરપોર્ટ પર પરત ફરતા ત્યાંના અધિકારીઓને કહ્યું, "અપને સીએમ કો થેંક્સ કહના, કી મેં ભટિંડા એરપોર્ટ તક ઝિંદા લોટ પાયા"

PM Modi rallies cancelled: દેખાવકારો દ્વારા રસ્તો બ્લોક કરવામાં આવતા રેલી રદ

author img

By

Published : Jan 5, 2022, 3:55 PM IST

Updated : Jan 5, 2022, 4:19 PM IST

નવી દિલ્હીઃ ભટિંડા એરપોર્ટના અધિકારીઓએ ANIને જણાવ્યું કે PM મોદીએ ભટિંડા એરપોર્ટ પર પરત ફરતા ત્યાંના અધિકારીઓને કહ્યું, "અપને સીએમ કો થેંક્સ કહના, કી મેં ભટિંડા એરપોર્ટ તક ઝિંદા લોટ પાયા."

  • Officials at Bhatinda Airport tell ANI that PM Modi on his return to Bhatinda airport told officials there,“Apne CM ko thanks kehna, ki mein Bhatinda airport tak zinda laut paaya.” pic.twitter.com/GLBAhBhgL6

    — ANI (@ANI) January 5, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

દેખાવકારો દ્વારા રસ્તો બ્લોક કરવામાં આવતા રેલી રદ

ગૃહ વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે, આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભટિંડા પહોંચ્યા જ્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા હુસૈનીવાલા ખાતેના રાષ્ટ્રીય શહીદ સ્મારક જવાના હતા. વરસાદ અને નબળી વિઝિબિલિટીના કારણે લગભગ 20 મિનિટ સુધી હવામાન સાફ થવાની રાહ જોઈ હતી. જ્યારે હવામાનમાં સુધારો થયો ન હોવાથી નક્કી કરવામાં આવ્યું હતું કે તેઓ રોડ દ્વારા રાષ્ટ્રીય શહીદ સ્મારકની મુલાકાત લેશે, જેમાં બે કલાકથી વધુ સમય લાગે તેમ હતું.. ડીજીપી પંજાબ પોલીસ દ્વારા જરૂરી સુરક્ષા વ્યવસ્થાની ખાતરી અપાયા બાદ તેઓ સડક માર્ગે મુસાફરી કરવા માટે આગળ વધ્યા હતા. હુસૈનીવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારકથી લગભગ 30 કિલોમીટર દૂર, જ્યારે કાફલો ફ્લાયઓવર પર પહોંચ્યો ત્યારે જાણવા મળ્યું કે કેટલાક દેખાવકારો દ્વારા રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો.

ફ્લાયઓવર પર અટવાયા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમયપત્રક અને પ્રવાસ યોજનાની પંજાબ સરકારને અગાઉથી જ જાણ કરવામાં આવી હતી. પ્રક્રિયા મુજબ, તેઓએ લોજિસ્ટિક્સ, સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થા કરવાની સાથે સાથે આકસ્મિક યોજના તૈયાર રાખવાની હોય છે. આકસ્મિક યોજનાને ધ્યાનમાં રાખીને પંજાબ સરકારે રસ્તા દ્વારા કોઈપણ હિલચાલ સામે સુરક્ષા વ્યવસ્થા માટે વધારાનો સુરક્ષા બંદોબસ્ત કરવો પડે પરંતુ સ્પષ્ટપણે ત્યાં સુરક્ષા વ્યવસ્થા તહેનાત કરાઈ નહોતી.

ભટિંડા એરપોર્ટ પર પાછા ફર્યા

ગૃહ મંત્રાલય (MHA) એ આ ગંભીર સુરક્ષા ક્ષતિની નોંધ લેતા ભટિંડા એરપોર્ટ પર પાછા ફર્યા અને રાજ્ય સરકાર પાસેથી વિગતવાર અહેવાલ માંગ્યો છે. રાજ્ય સરકારને પણ આ ક્ષતિ માટે જવાબદારી નક્કી કરવા અને કડક પગલાં લેવા માટે કહેવામાં આવ્યું છે.

વડાપ્રધાન મોદીની રેલીઓ, જનસભાને રદ

વડાપ્રધાન મોદીની રેલીઓ રદ્દ (Modi rallies Cancelled) કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, પંજાબના ફિરોઝપુરમાં આજે યોજાનારી જનસભાને રદ કરવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા (Mansukh mandaviya on Modi rallies Cancelled)એ ફિરોઝપુર રેલી રદ કરવાની જાહેરાત કરી. માંડવિયાએ કહ્યું કે વડાપ્રધાન ફિરોઝપુર આવીને બહુ મોટી ભેટ આપવા માટે આતુર છે, તેમણે કહ્યું કે, પીએમ ઈચ્છે છે તેઓ ફિરોઝપુર આવે અને PGIના સેટેલાઇટ સેન્ટર અને અન્ય વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરે.

અમે કાર્યક્રમ મોકૂફ કરી રહ્યા છીએ

માંડવિયાના કહેવા પ્રમાણે, '... ઘણા કારણોસર વડાપ્રધાન અમારી વચ્ચે હાજર નથી, પરંતુ વડાપ્રધાને ફરી કહ્યું છે કે અમે આ કાર્યક્રમ કેન્સલ નથી કરી રહ્યા, અમે કાર્યક્રમ મોકૂફ (Modi rallies delayed) કરી રહ્યા છીએ.' માંડવિયાએ કહ્યું કે, વડાપ્રધાન ઈચ્છે છે કે તેઓ ચોક્કસપણે ફિરોઝપુરના લોકોની વચ્ચે આવે.

લોકોની માફી માગતા માંડવિયા

કાર્યક્રમમાં હાજર લોકોની માફી માગતા માંડવિયાએ કહ્યું, 'હું તમારા બધાની માફી માંગવા માંગુ છું, વડાપ્રધાન ઘણા કારણોસર તમારી વચ્ચે પહોંચી શક્યા નથી. આજે આપણે અહીં કાર્યક્રમો કરી શકીશું નહીં. હું વિનંતી કરું છું કે કાર્યક્રમ રદ કરવામાં આવે. આ સિવાય 9 જાન્યુઆરીએ લખનઉમાં યોજાનારી જાહેર સભા પણ રદ (PM modi Public meeting canceled) કરવામાં આવી છે.

આ હતા કાર્યક્રમ જેમાં પીએમ હાજરી આપવાના હતા

PM મોદી પંજાબને કરોડની યોજનાઓ ભેટમાં આપશે

મોદી દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કરશે

મોદી વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે

પંજાબમાં બે મોટા રોડ કોરિડોરનો શિલાન્યાસ કરાશે

દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવે કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે

એક્સપ્રેસવે ત્રણ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય આર્થિક કેન્દ્રોને જોડશે

કરોડ રૂપિયાના ખર્ચે અમૃતસર-ઉના સેક્શનને ફોર-લેન બનાવવામાં આવશે

ધાર્મિક સ્થળોની હિલચાલને સુધારવામાં મદદ મળશે

વાહનવ્યવહારનો સર્વ-હવામાન મોડ પ્રદાન કરશે

હિલ સ્ટેશનો અને ધાર્મિક મહત્વના સ્થળોને સરળ કનેક્ટિવિટી મળશે

આ પણ વાંચો:

PM Modi is visiting Manipur : મણિપુરને 22 પ્રોજેક્ટ્સ ભેટમાં, PM મોદીએ કહ્યું, નવી દિલ્હીને પૂર્વોત્તરના ઘર સુધી લાવ્યું

PM Modi Shahjahanpur Visit: PM મોદી કહ્યું-ગંગા એક્સપ્રેસ-વે ઉત્તર પ્રદેશની પ્રગતિના નવા દ્વાર ખોલશે

Last Updated : Jan 5, 2022, 4:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.