લખનાઉ: દેશના સૌથી શક્તિશાળી લોકોમાં (most popular peoples list) યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ગયા વર્ષની સરખામણીમાં લાંબી છલાંગ (powerful people of country) લગાવી છે. ઈન્ડિયન એક્સપ્રેસે 2022ના 100 સૌથી શક્તિશાળી લોકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ સૌથી ઉપર (pm modi number one) છે. આ લિસ્ટમાં સમાવિષ્ટ લોકોના નામ નીચે મુજબ છે.
આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલ અને મોંઘવારી મુદ્દે કોંગ્રેસનું પ્રદર્શન, રાહુલ ગાંધી પહોંચ્યા વિજય ચોક
નંબર 1
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (2021-1)
નંબર 2
ગૃહપ્રધાન અમિત શાહ, (2021-2)
નંબર 3
સંઘ પ્રમુખ, મોહન ભાગવત (2021- 3)
નંબર 4
બીજેપી અધ્યક્ષ, જેપી નડ્ડા (2021-4)
નંબર 5
મુકેશ અંબાણી, ઉદ્યોગપતિ (2021-5)
નંબર 6
યોગી આદિત્યનાથ, મુખ્યપ્રધાન યુપી (2021-13)
યુપીમાં ભાજપની શાનદાર જીત: યોગી આદિત્યનાથ 2021માં 13મા સ્થાનેથી છઠ્ઠા સ્થાને પહોંચી ગયા છે, તેની પાછળનું કારણ યુપીમાં ભાજપની શાનદાર જીત આપવામાં આવી છે. 2017માં ભાજપે યુપીમાં પીએમ મોદીના ચહેરા પર ચૂંટણી જીતી હતી, પરંતુ 2022ની ચૂંટણીને યોગી આદિત્યનાથના કામકાજ પર જનતાનો નિર્ણય માનવામાં આવી રહ્યો છે. ખાસ કરીને જે રીતે તેમણે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કામ કર્યું હતું.
આ પણ વાંચો: 72 Rajya Sabha MPs Retired : રાજ્યસભામાંથી નિવૃત્ત થયાં અનેક સભ્યો, વિદાય ભાષણમાં ભાવુકતા છલકી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા: આ યાદી દર્શાવે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા સતત વધી રહી છે અને તેઓ હજુ પણ દેશના 100 સૌથી શક્તિશાળી લોકોની યાદીમાં પ્રથમ નંબરે છે. કોરોના મહામારીના કારણે ઉભી થયેલી કટોકટી અને તેના માટે વેક્સીનનું સંચાલન, વિધાનસભા ચૂંટણીમાં ભાજપની મજબૂત સ્થિતિએ પીએમ મોદીની છબી વધારી છે. આ ઉપરાંત, તાજેતરમાં યુક્રેનથી 22,000 થી વધુ યુવા ભારતીયોને સ્વદેશ લાવવામાં પીએમ મોદીની ભૂમિકાની પ્રશંસા કરવામાં આવી છે.