નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં(Women World Boxing Championships)મેડલ જીતનારી મહિલા બોક્સર નિખત ઝરીન, મનીષા મૌન અને પરવીન હુડ્ડા સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનાર મહિલા બોક્સરોએ પણ પીએમ મોદી (PM Modi Meets Female Boxers)સાથે સેલ્ફી લીધી હતી.
-
An honour to meet our Hon’ble PM @narendramodi sir.
— Nikhat Zareen (@nikhat_zareen) June 1, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Thank you sir😊🙏🏻 pic.twitter.com/8V6avxBG9O
">An honour to meet our Hon’ble PM @narendramodi sir.
— Nikhat Zareen (@nikhat_zareen) June 1, 2022
Thank you sir😊🙏🏻 pic.twitter.com/8V6avxBG9OAn honour to meet our Hon’ble PM @narendramodi sir.
— Nikhat Zareen (@nikhat_zareen) June 1, 2022
Thank you sir😊🙏🏻 pic.twitter.com/8V6avxBG9O
આ પણ વાંચોઃ World School Game : વડોદરાની 17 વર્ષીય દિકરીએ વિદેશની ભોમ પર ભારતનો પ્રકાશ પાથર્યો
સુવર્ણ ચંદ્રક જીતનારી પાંચમી ભારતીય બોક્સર - તેમાંથી એકે પોતાના (IBA World Boxing Championships)હાથ પર વડાપ્રધાન મોદીનો ઓટોગ્રાફ પણ લીધો હતો. તાજેતરમાં સમાપ્ત થયેલ ચેમ્પિયનશિપમાં (Gold medallist Nikhat Zareen)ભારતે એક સુવર્ણ અને બે કાંસ્ય ચંદ્રક જીત્યા હતા. નીખત ઝરીન મેરી કોમ, સરિતા દેવી, જેની આરએલ અને લેખ કેસી સાથે મહિલા વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક જીતનારી પાંચમી ભારતીય બોક્સર બની હતી.
ભારતનો છેલ્લો ગોલ્ડ મેડલ વર્ષ 2018માં - મનીષા મૌન અને નવોદિત પરવીન હુડ્ડાએ અનુક્રમે 57 કિગ્રા અને 63 કિગ્રામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ચેમ્પિયનશિપમાં ભારતનો છેલ્લો ગોલ્ડ મેડલ વર્ષ 2018માં આવ્યો હતો, જ્યારે મેરી કોમે લાઇટ ફ્લાયવેટ કેટેગરીમાં (45-48 કિગ્રા) યુક્રેનની હેન્ના ઓખોટાને હરાવ્યો હતો.
આ પણ વાંચોઃ યુવાઓને તક આપવા વર્લ્ડ ચેમ્પિયનશિપ અને એશિયન ગેમ્સમાં નહીં રમે મેરી કોમ
વર્લ્ડ ચેમ્પિયનનો તાજ મળ્યો - આ સ્પર્ધામાં 12 સભ્યોની ભારતીય ટુકડીએ ભાગ લીધો હતો. જ્યારે મેડલની રેસમાં એકની કમી રહી છે. એક ભારતીયને ચાર વર્ષ બાદ વર્લ્ડ ચેમ્પિયનનો તાજ મળ્યો છે. આ ઇવેન્ટમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2006માં હતું, જ્યારે દેશે ચાર સુવર્ણ, એક સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ સહિત આઠ મેડલ જીત્યા હતા. ભારતે મહિલા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 10 ગોલ્ડ, આઠ સિલ્વર અને 21 બ્રોન્ઝ સહિત 39 મેડલ જીત્યા છે.