ETV Bharat / bharat

PM Modi Meeting on Covid 19: કોરોના મહામારીની વર્તમાન સ્થિતિની કરી સમીક્ષા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi Meeting on Covid 19) ​​કોરોના વાઈરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનના વધતા જતા કેસોની (Omicron Cases in India) સમીક્ષા કરી હતી. વડાપ્રધાને કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવાતા પગલાની પણ ચર્ચા કરી હતી.

PM Modi Meeting on Covid 19: કોરોના મહામારીની વર્તમાન સ્થિતિની કરી સમીક્ષા
PM Modi Meeting on Covid 19: કોરોના મહામારીની વર્તમાન સ્થિતિની કરી સમીક્ષા
author img

By

Published : Dec 24, 2021, 12:36 PM IST

નવી દિલ્હી: દેશમાં કોરોનાના નવા વાઈરસ ઓમિક્રોનના કેસ સતત (Omicron Cases in India) વધતા જાય છે. ત્યારે વડાપ્રધાને દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક (PM Modi Meeting on Covid 19) યોજી હતી. સત્તાવાર સૂત્રોના મતે, વડાપ્રધાને આરોગ્ય નિષ્ણાતો અને અધિકારીઓ સાથે દેશમાં આ વૈશ્વિક રોગચાળાની સ્થિતિની સમીક્ષા કરી અને ભવિષ્યના પગલાં વિશે ચર્ચા કરી હતી.

આ પણ વાંચો- Omicron Cases in Gujarat: સોલા સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોનથી શંકાસ્પદ મૃત્યું, રિપોર્ટ પોઝિટિવ આવશે તો દેશમાં પ્રથમ ઓમિક્રોનથી મૃત્યું હશે

ઓમિક્રોનના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં

આ બેઠક એવા સમયે થઈ છે, જ્યારે ભારતમાં ઓમિક્રોનના 236 કેસ (Omicron Cases in India) નોંધાયા છે, જેમાંથી 104 લોકો સાજા થયા છે અથવા અન્ય સ્થળોએ સ્થળાંતર કરી ગયા છે. આ કેસ 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નોંધાયા હતા. કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ 65 કેસ છે. દિલ્હીમાં 64, તેલંગાણામાં 24, રાજસ્થાનમાં 21, કર્ણાટકમાં 19 અને કેરળમાં 15 કેસ છે.

જિલ્લા અને સ્થાનિક સ્તરે કડક પગલા લેવા જોઈએ

કેન્દ્ર સરકારે મંગળવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જણાવ્યું હતું કે, કોરોનાનું ઓમિક્રોન સ્વરૂપ તેના ડેલ્ટા સ્વરૂપ કરતાં ઓછામાં ઓછું ત્રણ ગણું (Omicron Cases in India) વધુ ચેપી છે અને જિલ્લા અને સ્થાનિક સ્તરે ઈમરજન્સી ઓપરેશન કેન્દ્રોને સક્રિય કરીને કડક પગલાં લેવા જોઈએ.

આ પણ વાંચો- Corona In Gujarat: રાજ્યમાં એક જ દિવસમાં 100થી વધુ કોરોનાના કેસ નોંધાયા, ઓમિક્રોનના કેસ પણ વધ્યા

વ્યૂહાત્મક નિર્ણય લાગુ કરવા કેન્દ્રિય આરોગ્ય સચિવની સલાહ

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખવામાં આવેલા પત્રમાં (Central Government letter regarding Omicron) કેન્દ્રિય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે પરિક્ષણ અને દેખરેખ વધારવા સિવાય રાત્રિ કરફ્યૂ લગાવવા, મોટી સભાઓમાં કડક નિયમોનું પાલન, લગ્ન અને અંતિમ સંસ્કારમાં લોકોની સંખ્યા ઓછી કરવા જેવા વ્યૂહાત્મક નિર્ણય લાગુ કરવાની સલાહ આપી હતી. પત્રમાં તે ઉપાયો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે, જેને દેશના વિવિધ હિસ્સોમાં કોવિડ-19ના મામલામાં વૃદ્ધિની શરૂઆતી સંકેતોની સાથે સાથે ચિંતા વધારનારા સ્વરૂપ ઓમિક્રોનની જાણ થતા ઉઠાવવાની આવશ્યકતા છે. ઓમિક્રોનના સંક્રમણને ધ્યાનમાં રાખી દેશમાં કોરોનાની રસીનો બૂસ્ટર ડોઝ આપવાની માગ (Demand for booster dose of corona vaccine) પણ ઉઠી રહી છે. કેટલાક દેશોમાં તો બૂસ્ટર ડોઝ પણ આપવામાં આવી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.