ETV Bharat / bharat

'Mann Ki Baat'ના પ્રસારણમાં આજે અડધો કલાક થશે વિલંબ, જાણો આ છે કારણ... - pm modi mann ki baat

વડાપ્રધાન મોદી દ્વારા આજે કરવામાં આવનારા 'મન કી બાત' કાર્યક્રમના (PM Modi Mann Ki Baat Address) સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. PMO દ્વારા ટ્વિટ કરીને આ માહિતી આપવામાં આવી હતી.

'Mann Ki Baat'ના પ્રસારણમાં આજે અડધો કલાક થશે વિલંબ, જાણો આ છે કારણ...

author img

By

Published : Jan 30, 2022, 10:16 AM IST

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 'મન કી બાત' કાર્યક્રમ (PM Modi Mann Ki Baat Address) દર મહિનાના છેલ્લા રવિવારે સવારે 11 વાગ્યે પ્રસારિત થાય છે. પરંતુ આજે રવિવારે આ કાર્યક્રમના પ્રસારણમાં અડધો કલાકનો વિલંબ થશે. આ મહિને વડાપ્રધાન મોદીનું 'મન કી બાત' સંબોધન સવારે 11 વાગ્યાને બદલે 11.30 વાગ્યે પ્રસારિત કરવામાં આવશે.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં કહ્યું, અમૃત મહોત્સવની ગુંજ પંચાયતથી સંસદ સુધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 'મન કી બાત' સંબોધન

PMO દ્વારા કહેવામાં આવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 'મન કી બાત' સંબોધન (Man Ki Baat Of PM Narendra Modi) સામાન્ય રીતે સવારે 11 વાગ્યે થાય છે. પરંતુ આજે રવિવારે આ કાર્યક્રમ સવારે 11 વાગ્યાને બદલે 11:30 કલાકે પ્રસારિત કરવામાં આવશે. આ પહેલા વડાપ્રધાન મોદી મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ પાઠવશે (PM Modi will remember Mahatma Gandhi). આજે રવિવારે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ છે. PMOએ કહ્યું કે, આ મહિનાની 30મીએ ગાંધીજીને તેમની પુણ્યતિથિ પર યાદ કરીને 'મન કી બાત' કાર્યક્રમ સવારે 11:30 વાગ્યે શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો: " વિશ્વ નદી દિવસ" એટલે પરંપરાઓને જોડનારો દિવસ, આપણે ત્યાં નદીને માતા કહેવાય છે તો આટલી પ્રદૂષિત કેમ!

વડાપ્રધાન મોદી તેમના સંબોધન પહેલા ગાંધીજીને યાદ કરશે

વર્ષ 2022માં વડાપ્રધાન મોદીનો આ પહેલો રેડિયો કાર્યક્રમ હશે. મહાત્મા ગાંધીની પુણ્યતિથિ દેશભરમાં ઉજવવામાં આવશે, જ્યારે વડાપ્રધાન મોદી તેમના સંબોધન પહેલા ગાંધીજીને યાદ કરશે. આ દિવસને શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જ્યારે મુખ્ય સમારોહ દિલ્હીમાં મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ પર કરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.