ETV Bharat / bharat

વડાપ્રધાન મોદીએ લોન્ચ કર્યું કેશલેસ ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન e-Rupi, જાણો શું તેની તમામ ખાસિયતો - NPCI

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ આજે સોમવારે ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન ઇ-રૂપી (e-Rupi) લોન્ચ કર્યું છે. વડાપ્રધાને સાંજે 4:30 કલાકે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી તેને લોન્ચ કરી હતી. ઇ-રૂપી એ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા તૈયાર કરવામાં આવેલું પ્રીપેઈડ વાઉચર છે.

PM Modi launches digital payment solution e-RUPI

author img

By

Published : Aug 2, 2021, 6:08 PM IST

Updated : Aug 2, 2021, 6:17 PM IST

  • વડાપ્રધાન મોદીએ લોન્ચ કર્યું e-Rupi
  • NPCI એ તૈયાર કર્યું છે આ ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન
  • શરૂઆતમાં માત્ર સ્વાસ્થ્ય સેવાઓ સાથે જોડાશે

નવી દિલ્હી : નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા તૈયાર કરવામાં આવેલ ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન ઇ-રૂપી (e-Rupi)નું આજે સોમવારે સાંજે 4:30 કલાકે વડાપ્રધાન મોદી (PM Modi) એ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી લોકાર્પણ કર્યું હતું.

શું છે e-Rupi ?

NCPI દ્વારા તૈયાર કરવામાં આવેલ ઇ-રુપી (e-Rupi) એ પ્રીપેઈડ વાઉચર છે. જેના થકી કેશલેસ અને કોન્ટેક્ટલેસ પેમેન્ટ કરી શકાશે. ઇ-રૂપી એ ક્યૂઆર કોડ તેમજ એસએમએસ સ્ટ્રિંગ આધારિત ઇ-વાઉચર છે. જે લાભાર્થીના મોબાઇલ સાથે કનેક્ટેડ હશે. તેની ખાસિયત એ છે કે, વપરાશકર્તાઓ કાર્ડ, ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન અથવા તો ઈન્ટરનેટ બેન્કિંગનો ઉપયોગ કર્યા વિના પૈસાની ચૂકવણી કરી શકશે. e-Rupi ને લગતી અન્ય તમામ માહિતી મેળવવા માટે, Click Here

શરૂઆતમાં માત્ર સ્વાસ્થ્ય સેવાઓ સાથે જ જોડાણ

ઇ-રૂપી (e-Rupi) લોન્ચ કર્યા બાદ વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, હાલમાં તેને માત્ર સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓ સાથે જ જોડવામાં આવી રહ્યું છે. પ્રારંભિક તબક્કે પૈસા ખર્ચીને વેક્સિન મેળવવા ઈચ્છતા લોકો તેનો લાભ લઈ શકશે. જ્યારબાદ તેનો ઉપયોગ અન્ય આરોગ્યલક્ષી સેવાઓ માટે ચૂકવણી કરવામાં પણ કરી શકાશે.

Last Updated : Aug 2, 2021, 6:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.