કેરળ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ કેરળ પ્રવાસે છે. કેરળના ગુરુવાયુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગુરુવાયુર મંદિરમાં પૂજા અને દર્શન કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે કેરળના નેદુમ્બસેરી એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. જ્યાં મુખ્યપ્રધાન પિનરાઈ વિજયન અને રાજ્યપાલ આરિફ મુહમ્મદ ખાને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
ભવ્ય રોડ શો : વડાપ્રધાન મોદીએ કેરળમાં મહારાજા કોલેજ ગ્રાઉન્ડથી સરકારી ગેસ્ટ હાઉસ સુધી રોડ શો કર્યો યોજ્યો હતો. 1.3 કિમીના રોડ શોની બંને બાજુ ફૂલ-હાર અને ભાજપના ધ્વજ સાથે ઉત્સુક ભાજપ સમર્થકો સહિત હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા.
-
A memorable puppet show at Lepakshi, beautifully showcasing aspects of the Ramayan. pic.twitter.com/oT5yXcQTEK
— Narendra Modi (@narendramodi) January 17, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">A memorable puppet show at Lepakshi, beautifully showcasing aspects of the Ramayan. pic.twitter.com/oT5yXcQTEK
— Narendra Modi (@narendramodi) January 17, 2024A memorable puppet show at Lepakshi, beautifully showcasing aspects of the Ramayan. pic.twitter.com/oT5yXcQTEK
— Narendra Modi (@narendramodi) January 17, 2024
4000 કરોડના વિકાસકાર્ય : POM દ્વારા જણાવ્યા અનુસાર કેરળની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી રૂ. 4000 કરોડથી વધુના ત્રણ મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. જેમાં કોચીન શિપયાર્ડ લિમિટેડ (CSL) ખાતે ન્યૂ ડ્રાય ડોક (NDD), CSL ની ઇન્ટરનેશનલ શિપ રિપેર ફેસિલિટી (ISRF) અને કોચીના પુથુવીપીન ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડનું એલપીજી ઇમ્પોર્ટ ટર્મિનલનું સામેલ છે. આ મુખ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ભારતના બંદરો, શિપિંગ અને જળમાર્ગના ક્ષેત્રમાં પરિવર્તન લાવવા અને તેમાં ક્ષમતા અને આત્મનિર્ભરતા બનાવવાના વડા પ્રધાનના વિઝનને અનુરૂપ છે.