ETV Bharat / bharat

Karnataka election 2023: કોંગ્રેસ અધ્યક્ષ ખડગેનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- મોદી એક ઝેરીલા સાપ જેવા છે - મોદી એક ઝેરીલા સાપ જેવા છે

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકના કલબુર્ગીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે એવી વાતો કહી છે જેના પર મોટો વિવાદ થઈ શકે છે. ખડગેએ પીએમ મોદીને 'ઝેરી' વ્યક્તિ ગણાવ્યા છે. જો કે બાદમાં તેણે ખુલાસો પણ કર્યો હતો. તેમણે કહ્યું કે તેમનો મતલબ તેમની વિચારધારાથી છે.

pm-modi-is-like-a-poisonous-snake-says-congress-chief-mallikarjun-kharge-karnataka-assembly-election-2023

author img

By

Published : Apr 27, 2023, 5:20 PM IST

બેંગલુરુ: કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું એક નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. પીએમ મોદીની આલોચના કરતી વખતે તેમણે એવું નિવેદન આપ્યું કે જેને લઈને ભાજપ મોટો મુદ્દો બનાવી શકે છે. ખડગેએ કહ્યું કે પીએમ મોદી 'ઝેરી' વ્યક્તિ છે. ખડગેએ કહ્યું કે પીએમ મોદી 'ઝેરી સાપ' જેવા છે. તેણે વધુમાં કહ્યું કે જો કોઈ તેનો સ્વાદ ચાખશે તો તેનું મૃત્યુ નિશ્ચિત છે. તેમના નિવેદન પર ભાજપે આકરા પ્રહારો કર્યા છે. કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું કે ખડગેનું નિવેદન સોનિયા ગાંધીના 'મોતના સોદાગર' નિવેદન કરતા પણ ખરાબ છે.

ભાજપની પ્રતિક્રિયા: કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું કે કોંગ્રેસે ખડગેને અધ્યક્ષ બનાવ્યા છે, પરંતુ તેમની વાત કોઈ સાંભળતું નથી તેથી તેઓ નિવેદનો આપતા રહે છે જેથી લોકોનું ધ્યાન તેઓની તરફ જાય. જોકે બાદમાં ખડગેએ પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે તેઓ વ્યક્તિગત રીતે પીએમ મોદીને સારા માને છે. ખડગેએ કહ્યું કે તેમણે પીએમ મોદીની વિચારધારા પર સવાલ ઉઠાવ્યા છે.

  • #WATCH | Union Minister Anurag Thakur slams Congress chief Mallikarjun Kharge over his remark on PM Modi

    "Congress should apologise to the nation," he says pic.twitter.com/ocF0pZWYmU

    — ANI (@ANI) April 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ભાજપના નેતા અમિત માલવિયાએ વળતો પ્રહાર કર્યો: ખડગેના નિવેદનનો વીડિયો બીજેપી નેતા અમિત માલવિયાએ ટ્વીટ કરીને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, "હવે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ વડાપ્રધાન મોદીને 'ઝેરી સાપ' કહ્યા... અમે જાણીએ છીએ કે સોનિયા ગાંધીના 'મોત કા સોદાગર'થી જે શરૂ થયું અને તેનો કેવો અંત આવ્યો, તે આપણે બંધા જાણીએ છીએ. કોંગ્રેસ સતત નવા સ્તરોને સ્પર્શી રહી છે. તેમની નિરાશા દર્શાવે છે કે કોંગ્રેસ કર્ણાટકમાં મેદાન ગુમાવી રહી છે.

આ પણ વાંચો Karnataka Election 2023: PM મોદીએ આપી ચૂંટણી જીતવાની ફોર્મ્યુલા, કહ્યું- બૂથ જીતવા હોય તો દરેક પરિવારને જીતો

કર્ણાટક ચૂંટણીમાં રાજકીય માહોલ ગરમ: તમને જણાવી દઈએ કે ચૂંટણી પ્રચાર દરમિયાન જ્યારે પણ કોંગ્રેસ દ્વારા પીએમ મોદી પર હુમલો કરવામાં આવે છે, તો ભાજપ ચૂંટણી દરમિયાન તેનો ઉપયોગ પોતાના પક્ષમાં કરે છે. આવું ગુજરાતમાં વારંવાર જોવા મળ્યું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરે પીએમ મોદી માટે 'નીચ' શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ પછી ખુદ પીએમ મોદીએ ચૂંટણી સભામાં તેને વારંવાર ઉઠાવ્યા અને તેની અસર પણ જોવા મળી અને તેનો ફાયદો ભાજપને મળ્યો હતો. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે સોનિયા ગાંધીએ તેમના માટે 'મૌત કા સૌદાગર' શબ્દનો ઉપયોગ કર્યો હતો. તે વખતે પણ મોદીએ તેને જનતામાં ઉછેર્યો હતો અને તેનો રાજકીય લાભ તેમને મળ્યો હતો.

આ પણ વાંચો Gandhinagar News : ગુજરાતમાં પ્રથમ વખત રાષ્ટ્રીય શિક્ષક અધિવેશન યોજાશે, પીએમ મોદી કરશે ઉદ્ઘાટન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.