ETV Bharat / bharat

PM Modiએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના ગુજરાતના લાભાર્થીઓ સાથે સંવાદ કરી તેમનો અનુભવ જાણ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ આજે (મંગળવારે) પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાના ગુજરાતના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. તે દરમિયાન તેમણે સરકારની અન્ન યોજનાની વિશેષતા (Feature of food plan) અંગે વાત કરી હતી. વડાપ્રધાને લાભાર્થીઓ સાથે ગુજરાતીમાં વાત કરતા લાભાર્થીઓમાં ખુશી જોવા મળી હતી.

PM Modiએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના ગુજરાતના લાભાર્થીઓ સાથે સંવાદ કરી તેમનો અનુભવ જાણ્યો
PM Modiએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના ગુજરાતના લાભાર્થીઓ સાથે સંવાદ કરી તેમનો અનુભવ જાણ્યો
author img

By

Published : Aug 3, 2021, 2:53 PM IST

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના (Pradhan Mantri Garib Kalyan Anna Yojana) લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો
  • વડાપ્રધાને ગુજરાતમાં આ યોજનાના લાભાર્થીઓ સાથે ગુજરાતીમાં સંવાદ કરી તેમનો અનુભવ જાણ્યો
  • રાજકોટે મને પહેલી વખત ધારાસભ્ય બનાવ્યો હતો એટલે હું રાજકોટનું ઋણ ન ભૂલી શકુંઃ વડાપ્રધાન

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) આજે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના (Pradhan Mantri Garib Kalyan Anna Yojana) લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. તો તાપીના ડોલવણ તાલુકાના ગડત ગામના આ યોજનાના લાભાર્થી સાથે પણ વડાપ્રધાને સંવાદ કર્યો હતો. આ ઉપરાંત વડાપ્રધાને રાજકોટમાં અન્નપૂર્ણા યોજનાની લાભાર્થી મહિલાઓ સાથે પણ વાતચીત કરી હતી. આ સાથે જ વડાપ્રધાને લાભાર્થી નયનાબેન જોશી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, રાજકોટે મને પહેલી વખત ધારાસભ્ય બનાવ્યો હતો એટલે હું રાજકોટનું ઋણ ન ભૂલી શકું.

આ પણ વાંચો- PM Modi 9 ઓગસ્ટે UNSCની બેઠકની અધ્યક્ષતા કરશે

આ યોજનાનો ઉદ્દેશ છે કે, કોઈ પણ ગરીબ વ્યક્તિ ભૂખ્યો ન સુવે

વડાપ્રધાને ગુજરાતના લાભાર્થીઓ સાથે વાતચીત કરતા સમયે અન્ન યોજનાની વિશેષતા અંગે જણાવ્યું હતું. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, આ યોજનાનો એવો પ્રયાસ છે કે, કોઈ પણ ગરીબ ભૂખ્યો ન સુવે. આ ઉપરાંત વડાપ્રધાને રાજ્યમાં કોરોના વાઈરસની સ્થિતિ (Situation of Corona Virus) અને રસીકરણના (Vaccination) આંકડાની પણ ચર્ચા કરી હતી. તો લોકોને ભીડમાં ન જવા માટે પણ વડાપ્રધાને અપીલ કરી હતી.

આ પણ વાંચો- વડાપ્રધાન મોદીએ લોન્ચ કર્યું કેશલેસ ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન e-Rupi, જાણો શું તેની તમામ ખાસિયતો

આ મફત રાશનથી ગરીબની ચિંતા દૂર થશેઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) જણાવ્યું હતું કે, કોરોના વૈશ્વિક મહામારી (Corona global epidemic)ના આ સમયમાં આ મફત રાશન (Free Ration) તેમની ચિંતા દૂર કરશે. આ યોજનાનો પ્રયાસ એ છે કે, દેશનો કોઈ પણ ગરીબ ભૂખ્યો ન સુવે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, મફત ઘણું, ચોખા વિતરણની યોજના દિવાળી સુધી ચાલી રહેશે. આજે 2 રૂપિયા કિલો ઘઉં, 3 રૂપિયા કિલો ચોખાના કોટાથી વધુ દરેક લાભાર્થીને 5 કિલો ઘઉં અને ચોખા મફત આપવામાં આવી રહ્યા છે. એટલે કે આ યોજના પહેલાની સરખામણીમાં રાશન કાર્ડધારકોને લગભગ ડબલ માત્રામાં રાશન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. વડાપ્રધાને કહ્યું હતું કે, કોરોના કાળમાં ધંધા બંધ થયા, પરંતુ કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો નથી સુતો.

વડાપ્રધાને ગુજરાતની જનતાથી આત્મવિશ્વાસ રાખવાની અપીલ કરી

વડાપ્રધાને ખેલાડીઓનું ઉદાહરણ કરીને ગુજરાતની જનતાથી આત્મવિશ્વાસ રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, ભારતીય ખેલાડીઓનો (Indian Players) જુસ્સો આજે સર્વોચ્ચ સ્તર પર છે. આ આત્મવિશ્વાસ ત્યારે આવે છે જ્યારે સાચા જ્ઞાનની પરખ થાય છે. તેમને પ્રોત્સાહન મળે છે. આ આત્મવિશ્વાસ ત્યારે આવે છે. જ્યારે વ્યવસ્થા બદલે છે, પારદર્શકતા હોય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.