ETV Bharat / bharat

ભારતનો આર્થિક વિકાસ દરેક માટે બહેતર ભવિષ્યનું નિર્માણ કરે છેઃ વડા પ્રધાન મોદી - 7 નવી થીમ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લામાં IAADB 2023ના ઉદ્દઘાટન બાદ કહ્યું કે, ભારતની આર્થિક વૃદ્ધિ અને 'આત્મનિર્ભર ભારતનો' દ્રષ્ટિકોણ દરેકને સમાન તક આપે છે. વડા પ્રધાન મોદીએ 'દેશજ ભારત ડિઝાઈનઃ સ્વદેશી ડિઝાઈન' જેવા વિષયને એક મિશનના સ્વરુપે આગળ વધારવા આગ્રહ કર્યો.

ભારતનો આર્થિક વિકાસ દરેક માટે બહેતર ભવિષ્યનું નિર્માણ કરે છે

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 9, 2023, 9:56 AM IST

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની અર્થ વ્યવસ્થા વિશ્વની સૌથી વિશાળ અર્થ વ્યવસ્થા બનવા જઈ રહી હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું કે, આ અર્થ વ્યવસ્થામાં દરેકનું બહેતર ભવિષ્ય સમાયેલ છે. વડા પ્રધાને આ નિવેદન લાલ કિલ્લામાં યોજાયેલ ઈન્ડિયન આર્ટ, આર્કિટેક્ચર એન્ડ ડિઝાઈન બિએનનેલ(IAADB 2023)ના ઉદ્દઘાટન પ્રસંગે આપ્યું હતું.

ભારતના આર્થિક વિકાસ સાથે સમગ્ર વિશ્વની પ્રગતિ સાથે સંકળાયેલ છે. આત્મનિર્ભર ભારત નવી તકો લાવ્યું છે. પ્રાચીન સમયથી ભારતની ભવ્યતા સમગ્ર વિશ્વને આકર્ષી રહી છે. આજે પણ વિશ્વના પ્રવાસીઓ ભારતની સંસ્કૃતિ અને હેરિટેજથી આકર્ષાઈને દેશની મુલાકાતે આવે છે.

વડા પ્રધાને લાલ કિલ્લામાં આત્મનિર્ભર ભારત સેન્ટર ફોર ડિઝાઈનનું ઉદ્દઘાટન પણ કર્યુ હતું. તેમણે એક સ્મૃતિ ટિકિટનું લોકાર્પણ કર્યુ હતું. આ પ્રસંગે રજૂ કરવામાં આવેલા પ્રદર્શનની પણ વડા પ્રધાને મુલાકાત લીધી હતી. ઈન્ડિયન આર્ટ, આર્કિટેક્ચર એન્ડ ડિઝાઈન બિએનનેલ(IAADB 2023) દિલ્હીમાં દરેકને ભારતીય સાંસ્કૃતિક વારસાથી પરિચિત કરાવશે.

દિલ્હી, કોલકાતા, મુંબઈ, અમદાવાદ અને વારાણસી એમ પાંચ શહેરોમાં ક્લ્ચર સ્પેસનું આયોજન એક ઐતિહાસિક કદમ છે. આ કદમને લીધે આ શહેરો સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ થશે. આ સેન્ટર્સ પ્રાદેશિક કળાને સમૃદ્ધિ તરફ દોરી જશે.

આગામી 7 દિવસમાં 7 નવી થીમને દરેક જણે કેરી ફોર્વર્ડ કરવી તેવી અપીલ પણ વડા પ્રધાને કરી છે. આ થીમમાં દેશજ ભારત ડિઝાઈનઃ ઈન્ડિજીન્યસ ડિઝાઈન અને સમત્વઃ શેપિંગ ધ બિલ્ટનો સમાવેશ થાય છે. તેમણે દરેક યુવાનને ઈન્ડિજીન્યસ ડિઝાઈન પર અભ્યાસ અને સંશોધન કરવા જણાવ્યું છે.

આર્કિટેક્ચર સેક્ટરમાં મહિલાઓની કલ્પના અને સર્જન શક્તિનો કોઈ વિકલ્પ ન હોવાનું તેમણે જણાવ્યું હતું. વધુમાં તેઓ કહે છે કે મહિલાઓનું કાર્ય પ્રદાન આર્કિટેક્ચર સેક્ટરને નવી ઊંચાઈ પર લઈ જશે. આત્મનિર્ભર ભારત સેન્ટર ફોર ડિઝાઈનનું ઉદ્દઘાટન કરતા તેમણે જણાવ્યું કે, આ સેન્ટર ડિઝાઈનર અને આર્ટિસ્ટ્સને વર્તમાનમાં ચાલી રહેલ ડિઝાઈન અનુસાર કલાકૃતિ તૈયાર કરવામાં મદદરુપ થશે.

વડા પ્રધાને આર્ટિસ્ટ્સ અને ડિઝાઈનર્સ દ્વારા તૈયાર કરવામાં આવતા આર્ટિફેક્ટ્સના ડિજિટલ માર્કેટિંગ પર પણ ભાર મુક્યો હતો. તેમણે કહ્યું કે, મોડર્ન નોલેજ અને રિસોર્સીઝ થકી ભારતીય કલાકાત તેની કલાકૃતિની છાપ સમગ્ર વિશ્વમાં અંકિત કરી શકશે. તેમજ ભારતના કલા અને આર્કિટેક્ચર ક્ષેત્રનો વિકાસ દેશના સાંસ્કૃતિક વિકાસને પણ વેગ આપશે.

  1. મારા ત્રીજા કાર્યકાળમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી શક્તિ બનશે- પીએમ મોદી
  2. પીએમ મોદીને ડરાવી, ધમકાવી કે મજબૂર કરી શકાય નહીં: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કરી મોદીની પ્રશંસા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.