- વડાપ્રધાન મોદીએ આપી કાશીને 1500 કરોડની ભેટ
- અનેક પ્રોજેક્ટનો કર્યો શિલાન્યાસ
- યુપીમાં સૌથી વધુ કોરોના ટેસ્ટિંગ થયું
વારાણસી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી (PM Narendra Modi in Varanasi) પહોંચીને કાશીવાસીઓને 1500 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી છે. તેમણે ગંગામાં રો-રો સર્વિસની પણ શરૂઆત કરી હતી. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં તેઓએ કહ્યું કે, કોરોના 100 વર્ષમાં સૌથી મોટી આપત્તિ છે, પરંતુ કાશી (Kashi)એ દર્શાવી દીધું કે તે અટકતું નથી. આપ સૌ લોકોએ સ્થિતિને સંભાળી. ઉત્તર પ્રદેશ સરકાર (UP Government)એ કોરોનાની બીજી લહેર (Corona Second Wave)ને રોકવા અને વેક્સિનેશન પર અભૂતપૂર્વ કામ કર્યું છે. પોતાના પ્રયાસોમાં કોઈ કસર રાખી નથી. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માં સૌથી વધુ કોરોના ટેસ્ટિંગ થયું છે.
આ પણ વાંચો: World Youth Skills Day 2021: કેમ ભારતના ખેલાડીઓ અન્ય દેશની સરખામણીમાં પાછળ છે ?
વડાપ્રધાન મોદીએ આપી કાશીને 1500 કરોડની ભેટ
PM મોદીએ વધુમાં કહ્યું કે, મફત વેક્સિન આપવામાં આવી રહી છે. દરેક જિલ્લમાં બાળકો માટે ઓક્સિજન અને ICU જેવી સુવિધાઓ ચાલુ કરવાનું બીડું ઉત્તર પ્રદેશ સરકારે ઉઠાવ્યું છે તે પણ પ્રશસંનીય છે. સ્વાસ્થ્ય સુવિધાઓ પર કામ થયું છે. પહેલા જે બીમારીઓ માટે મુંબઈ જવું પડતું હતું હવે પોતાના રાજ્યમાં જ રહીને સારવાર કરાવી શકાય છે. યોગી સરકાર આવ્યા બાદ ઉત્તર પ્રદેશમાં મેડિકલ કોલેજ ચાર ગણી થઈ ગઈ છે.
-
PM Shri @narendramodi launches multiple development initiatives in Varanasi. #PMinKashi https://t.co/EA8rDoAb7d
— BJP (@BJP4India) July 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">PM Shri @narendramodi launches multiple development initiatives in Varanasi. #PMinKashi https://t.co/EA8rDoAb7d
— BJP (@BJP4India) July 15, 2021PM Shri @narendramodi launches multiple development initiatives in Varanasi. #PMinKashi https://t.co/EA8rDoAb7d
— BJP (@BJP4India) July 15, 2021
મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ હાજર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાબતપુર એરપોર્ટ પહોંચ્યા હતા. ત્યારે વડાપ્રધાનને આવકારવા મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ ઉપસ્થિત હતા. વડાપ્રધાન મોદીએ આપી કાશીને 1500 કરોડની ભેટ આપી હતી. જેમાં આરોગ્ય, વિકાસ, જળ નિગમ, ઉર્જા, સિંચાઈ વગેરેના પ્રોજેક્ટ્સ સામેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે વારાણસીમાં લગભગ પાંચ કલાક વિતાવશે. આ દરમિયાન જાપાન અને ભારતની મિત્રતાના પ્રતીક રૂદ્રાક્ષ કન્વેશન સેન્ટર સહિત અનેક પ્રોજેક્ટ્સ રજૂ કર્યા.
આ પણ વાંચો: PM Modi 16 જુલાઈએ Gandhinagar Railway Station Hotel અને Science City project નું કરશે લોકાર્પણ
અનેક પ્રોજેક્ટનો કર્યો શિલાન્યાસ
વડાપ્રધાન મોદીએ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં 100 બેડની એમસીએચ વિંગ, ગોદૌલિયા ખાતે મલ્ટી લેવલ 'પાર્કિંગ', ગંગા નદીમાં પર્યટનના વિકાસ માટે રો-રો બોટ અને વારાણસી-ગાજીપુર પર ત્રણ-લેન ફ્લાયઓવર બ્રિજ સહિતના વિવિધ જાહેર પ્રોજેક્ટ્સ હાઇવે અને કામોનો ઉદ્ઘાટન કર્યું હતું. આ આશરે 744 કરોડના પ્રોજેક્ટ્સ છે.
યુપીમાં સૌથી વધુ કોરોના ટેસ્ટિંગ થયું
વડાપ્રધાને આશરે 839 કરોડના ખર્ચે અનેક પ્રોજેક્ટ્સ અને જાહેર કામો માટે શિલાન્યાસ પણ કર્યું હતું. તેમાં 'સેન્ટ્રલ ફોર સ્કિલ એન્ડ ટેક્નિકલ સપોર્ટ ઓફ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોકેમિકલ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી' (CIPET), જલ જીવન મિશન અંતર્ગત 143 ગ્રામીણ પ્રોજેક્ટ્સ અને કારખિયાંવ ખાતે કેરી અને શાકભાજી માટેના એકીકૃત પેક હાઉસનો સમાવેશ થાય છે. વડાપ્રધાન સાથે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ હાજર હતા.