ETV Bharat / bharat

PM Modi Visits Kanpur: PM Modiએ IITના વિદ્યાર્થીઓને કર્યા સંબોધિત, મેટ્રો ટ્રેનનું પણ કર્યું ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કાનપુરના પ્રવાસે (PM Modi in Kanpur) છે. અહીં તેમણે IIT કાનપુરમાં દીક્ષાંત સમારોહને (PM Modi at IIT Convocation 2021) સંબોધ્યા પછી કાનપુર મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટ (PM Modi inaugurate Metro Rail Project) ન કર્યું હતું.

PM Modi in Kanpur: PM Modiએ IITના વિદ્યાર્થીઓને કર્યા સંબોધિત, મેટ્રો ટ્રેનનું પણ કર્યું ઉદ્ઘાટન

author img

By

Published : Dec 28, 2021, 2:03 PM IST

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કાનપુરના પ્રવાસે (PM Modi in Kanpur) છે. અહીં તેઓ IIT કાનપુરમાં યોજાયેલા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ વડાપ્રધાને અહીં કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટના પૂર્ણ ખંડ અને બિના-પનકી મલ્ટિપ્રોડક્ટ પાઈપલાઈન પ્રોજેક્ટનું (PM Modi inaugurate Metro Rail Project) ઉદ્ઘાટન (PM Modi inaugurate Metro Rail Project) કર્યું હતું. તે દરમિયાન તેમની સાથે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે અહીં મેટ્રોમાં પ્રવાસ પણ કર્યો હતો.

PMOએ મેટ્રો રેલની આપી માહિતી

PMOના એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, શહેરી ગતિશિલતામાં સુધારો કરવાનું એ વડાપ્રધાનના પ્રમુખ કેન્દ્રિત વિસ્તારોમાંથી એક રહ્યું છે. કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટને પૂર્ણ ખંડનું ઉદ્ઘાટન (PM Modi inaugurate Metro Rail Project) આ દિશામાં એક મોટું પગલું છે. આ IIT કાનપુરથી મોતી ઝીલ સુધી પૂરા 9 કિલોમીટર લાંબો ખંડ છે.

વડાપ્રધાને મેટ્રો ટ્રેનની સવારી પણ કરી

નિવદેન અનુસાર, વડાપ્રધાને કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટનું નિરિક્ષણ કર્યું હતું અને IIT મેટ્રો સ્ટેશનથી ગીતા નગર સુધી મેટ્રોની સવારી કરી હતી. કાનપુરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની સંપૂર્ણ લંબાઈ 32 કિલોમીટર છે અને આને 11,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચથી બનાવવામાં આવી રહ્યું છે.

પેટ્રોલિયમ વસ્તુને પહોંચાડવામાં પાઈપલાઈન પ્રોજેક્ટ કરશે મદદ

ઉલ્લેખનીય છે કે, 356 કિલોમીટર લાંબી બીના-પનકી મલ્ટિપ્રોડક્ટ પાઈપલાઈન પ્રોજેક્ટની (Bina-Panki Multiproduct Pipeline Project) ક્ષમતા લગભગ 34.5 લાખ મેટ્રિક ટન પ્રતિવર્ષ છે. મધ્યપ્રદેશની બીના રિફાઈનરીથી લઈને કાનપુરની પનકી સુધી ફેલાયેલા આ પ્રોજેક્ટને 1,500 કરોડ રૂપિયાથી વધુના ખર્ચથી બનાવવામાં આવ્યો છે. તે વિસ્તારમાં બીના રિફાઈનરીથી પેટ્રોલિયમ ઉત્પાદનોને પહોંચાડવામાં મદદ કરશે. આપને જણાવી દઈએ કે, આ પહેલા વડાપ્રધાને IIT કાનપુરમાં 54મા દીક્ષાંત સમારોહમાં સંબોધન કર્યું હતું.

કાનપુર મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ
કાનપુર મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ

વડાપ્રધાન IIT કાનપુરના દીક્ષાંત સમારોહમાં રહ્યા ઉપસ્થિત

આ પહેલા વડાપ્રધાન IIT કાનપુરના દીક્ષાંત સમારોહના મુખ્ય અતિથિ (PM Modi at IIT Convocation 2021)તરીકે સામેલ થયા હતા. દીક્ષાંત સમારોહ દરમિયાન તમામ વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય બ્લોકચેન પ્રોજેક્ટ અંતર્ગત સંસ્થાનમાં બનાવેલા એક આંતરિક બ્લોકચેન સંચાલિત ટેકનીકના માધ્યમથી ડિજિટલ ડિગ્રી એનાયત કરી હતી. વડાપ્રધાન બ્લોકચેન આધારિત ડિજિટલ ડિગ્રીની શરૂઆત કરી હતી. આ ડિજિટલ ડિગ્રી વૈશ્વિક સ્તરે ચકાસી શકાય છે.

તે દરમિયાન વડાપ્રધાને વિદ્યાર્થીઓને સંબોધિત કરતા (PM Modi addressed IIT Kanpur Students) જણાવ્યું હતું કે, આ સમય, આ 21મી સદી, સંપૂર્ણ રીતે ટેકનોલોજી ડ્રીવન (Technology Driven) છે. આ દાયકામાં પણ ટેકનોલોજી અલગ અલગ ક્ષેત્રોમાં પોતાનો દબદબો વધુ વધારવાની છે. ટેકનોલોજી વગર જીવન હવે એક રીતે અધૂરુ જ હશે.

વડાપ્રધાને વિદ્યાર્થીઓને કર્યા સંબોધિત

વડાપ્રધાને વધુમાં ઉમેર્યું (PM Modi addressed IIT Students) હતું કે, આ જીવન અને ટેકનોલોજીની સ્પર્ધાનો યુગ છે અને મને વિશ્વાસ છે કે, આમાં તમે જરૂર આગળ નીકળશો. તમને તમારી યુવાનીના આટલા મહત્ત્વપૂર્ણ વર્ષ ટેકનોલોજીના નિષ્ણાત બનવામાં લગાવ્યા છે. તમારા માટે આનાથી મોટી તક શું હશે? તમારી પાસે તો ભારતની સાથે જ સમગ્ર વિશ્વમાં ટેકનોલોજીના ક્ષેત્રમાં યોગદાન કરવાની મોટી તક છે. પહેલા જે વિચાર કામ ચલાવવાથી થતી હતી. તો આજે વિચારીને કંઈક કરી બતાવવાની, કામ કરીને પરિણામ લાવવાની છે. પહેલા જો સમસ્યાઓથી પીછો છોટાવવાનો પ્રયાસ થતો હતો તે આજે સમસ્યાના સમાધાન માટે સંકલ્પ લેવામાં આવે છે.

IIT કાનપુર
IIT કાનપુર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદ્યાર્થીઓને સલાહ

આજથી શરૂ થતી યાત્રામાં તમને સુવિધા માટે શોર્ટકટના ઘણા રસ્તા લોકો બતાવશે, પરંતુ મારી સલાહ એ જ હશે કે, તમે કમ્ફર્ટને પસંદ ન કરતા, પડકારને પસંદ કરજો. કારણ કે, તમે ગમે કે ન ગમે, જીવનમાં પડકાર આવે જ છે. જે લોકો તેનાથી ભાગે છે. તે તેનો શિકાર બને છે.

વડાપ્રધાને વિદ્યાર્થીઓને (PM Modi addressed IIT Students) કહ્યું હતું કે, તમારી તાલીમ, કૌશલ અને આજનું જ્ઞાન નિશ્ચિતપણે વ્યવહારીક લક્ષ્યોમાં પોતાનું સ્થાન બનાવવામાં તમારી મદદ કરશે. તમે અહીં જે વ્યક્તિત્વ બનાવ્યું છે. તે તમને સમગ્ર રીતે સમાજની સેવા કરવા અને પોતાના રાષ્ટ્રને સશક્ત બનાવવાની શક્તિ આપશે.

વડાપ્રધાને વધુમાં (PM Modi addressed IIT Students) ઉમેર્યું હતું કે, વર્ષ 1930માં દાંડી માર્ચે સ્વતંત્રતા આંદોલનને એક દિશા આપી હતી. તે યુગના યુવા પ્રેરિત હતા અને તેમણે વર્ષ 1947માં ભારતન સ્વતંત્રતાને વ્યાખ્યાયિત કરી હતી. આ તેમના માટે તેમનો સ્વર્ણિમ તબક્કો હતો. તમે પણ પોતાના જીવનના આવા જ સુવર્ણ યુગમાં પગ રાખી રહ્યા છો. અમૃત મહોત્સવની આ ઘડીમાં જ્યારે તમે IITની લેગસી લઈને નીકળી રહ્યા છો તો તે સપનાઓને પણ લઈને નીકળો કે, વર્ષ 2047માં ભારત કેવું હશે. આગામી 25 વર્ષોમાં ભારતની વિકાસ યાત્રાની કમાન તમારે સંભાળવાની છે.

વડાપ્રધાને સ્વામી વિવેકાનંદને કર્યા યાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi addressed IIT Kanpur Students) કહ્યું હતું કે, સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે, Every Nation has a message to deliver, a mission to fulfill, a destiny to reach. એટલે આપણે આત્મનિર્ભર નહીં બનીએ તો આપણો દેશ પોતાનું લક્ષ્ય કઈ રીતે પૂરું કરશે. પોતાની ડેસ્ટિની સુધી કઈ રીતે પહોંચશે? તમે એ કરી શકો છો. મારો તમારી ઉપર વિશ્વાસ છે. મારી વાતોમાં તમને અધીરાઈ જોવા મળતી હશે, પરંતુ હું ઈચ્છું છું કે, તમે પણ આ રીતે આત્મનિર્ભર ભારત માટે અધીર બનો. આત્મનિર્ભર ભારત, પૂર્ણ આઝાદીનું મૂળ સ્વરૂપ જ છે, જ્યાં આપણે કોઈની પણ ઉપર નિર્ભર નહીં રહીએ.

અટલ ઈનોવેશન મિશન અને PM રિસર્ચ સ્કોલરશિપ જેવી પહેલોથી દેશ યુવાઓ માટે એક નવો માર્ગ મોકળો કરી રહ્યો છે. નવી શિક્ષણ નીતિની સાથે આપણે આગામી પેઢીને ભવિષ્યવાદી સ્વભાવની સાથે વિકસીત કરી રહ્યા છીએ. ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં સુધારો કરવામાં આવ્યો છે અને નીતિ અવરોધો દૂર કરવામાં આવ્યા છે. પરિણામ જોવા આપણે બધા અહીં છીએ. કોન ભારતીય નહીં ઈચ્છે કે, ભારતની કંપનીઓ વૈશ્વિક બને, ભારતની પ્રોડક્ટ વૈશ્વિક બને. જે IITsને જાણે છે. અહીંના ટેલેન્ટને ઓળખે છે. અહીંના પ્રોફેસર્સની મહેનતને ઓળખે છે. તેઓ એ વિશ્વાસ કરે છે કે, આ IITના જુવાનો જરૂર કરશે.

વડાપ્રધાને સંબોધનમાં (PM Modi addressed IIT Kanpur Students) કહ્યું હતું કે, આજે કાનપુર માટે બમણી ખુશીનો દિવસ છે. આજે એક તરફ કાનપુરને મેટ્રો જેવી સુવિધા મળી રહી છે. બીજી તરફ ટેકનોલોજીની દુનિયાને IIT કાનપુરથી તમારા જેવા અમૂલ્ય ગિફ્ટ મળી રહ્યું છે. આજે જે વિદ્યાર્થીઓને સન્માન મળ્યું છે. તેમને ખૂબ ખૂબ અભિનંદન. આજે તમે જ્યાં પહોંચ્યા છો. તમે જે યોગ્યતા મેળવી છે. તેમની પાછળ તમારા માતાપિતા, તમારા પરિવારના લોકો અને તમારા પ્રોફેસર્સ જેવા અનેક લોકોનો હાથ હશે.

કાનપુર ભારતના તે પંસદગીના શહેરોમાંથી છે, જે એટલું વિવિધ છે. સત્તી ચોરા ઘાટથી લઈને મદારી પાસી સુધી, નાનાસાહબથી લઈને બટુકેશ્વર દત્ત સુધી, આ શહેરમાં ફરીએ તો એવું લાગે છે કે, જેમ આપણે સ્વતંત્રતા સંગ્રામના બલિદાનોના ગૌરવની તે ગૌરવશાળી ભૂતકાળની યાત્રા કરી રહ્યા છીએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.